________________
( શ્રીવિજયપક્ષસૂરિકૃતછે. મેક્ષે જતી વખતે તેમની શરીરની જેટલી અવગાહના હોય છે તેટલી તે શરીરમાં રહેલ આત્માની અવગાહના પણ હોય છે. કારણ કે આત્મા શરીરવ્યાપી છે. પરંતુ જ્યારે આત્મા દારિક શરીરને છોડીને મોક્ષે જાય છે ત્યારે તેમની ત્રીજા ભાગની અવગાહના ઓછી થઈ જાય છે, કારણ કે તે વખતે શરીરના પિલાણવાળા ભાગો આત્મપ્રદેશથી વ્યાપ્ત થાય છે અને પિલાણુરહિત ઘન આકાર આત્માને બની જાય છે.
મેક્ષે જનારા બધા આત્માઓનું સંસારીપણામાં શરીર સરખું હેતું નથી. પણ અનેક પ્રકારના ભેદવાળું હોય છે. ઓછામાં ઓછી જેમની બે હાથની કાયા હોય તે મેક્ષે જઈ શકે છે, પરંતુ બે હાથથી ઓછી અવગાહનાવાળું જેમનું શરીર હોય તે ક્ષે જઈ શકતા નથી. આ બે હાથની અવગાહનાવાળા જે જીવે મોક્ષે જાય તેમની ત્રીજા ભાગની અવગાહના ઓછી થવાથી સિદ્ધ ભગવતમાં સૌથી ઓછામાં ઓછી એક હાથ અને આઠ આંગળની અવગાહના હેય છે.
મનુષ્યનું ઉત્કૃષ્ટ શરીર ત્રણ ગાઉનું હોય છે, પરંતુ મેક્ષે જનાર વધારેમાં વધારે ૫૦૦ ધનુષ્યની અથવા ૦ ગાઉની અવગાહનાવાળા હોય છે. ભાવાર્થ એ છે કે ૫૦૦ ધનુષ્યથી અધિક અવગાહનાવાળા જી પણ મેક્ષે જઈ શકતા નથી. આ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા જ્યારે મોક્ષે જાય ત્યારે તેમની ત્રીજા ભાગની અવગાહના ઓછી થઈ જાય છે અને તેથી સિધમાં ઉત્કૃષ્ટી અવગાહના ૩૩૩ ધનુષ્ય, એક હાથ અને આઠ આંગળ અથવા એક ગાઉને છઠ્ઠો ભાગ હોય છે. આ જઘન્ય અવગાહના અને ઉત્કૃષ્ટ અવગાહના વચ્ચે અનેક પ્રકારની અવગાહના હોય છે. અને તેથી સિધ્ધમાં પણ વચલી અનેક પ્રકારની અવગાહના હોય છે. આ પ્રમાણે સિધમાં અવગાહનાને આશ્રીને તફાવત છે તે સિવાય ત્યાં ગુણોમાં કોઈ પણ પ્રકારને તફાવત નહિ હોવાથી સર્વ સિધ્ધોને સમાન કહ્યા છે. અને તેથી સિધ્ધના જેમાં અંતર નથી એમ કહ્યું છે.
હવે સંસારી અવસ્થા આશ્રી દ્રવ્યસિદ્ધના ૧૫ ભેદ ઉપર ગણાવ્યા તેને અથે આ પ્રમાણે જાણું –
૧ જિનસિદ્ધ (૧)-જેઓ તીર્થંકર પદ પામીને મેક્ષે ગયા તે ઋષભદેવ વગેરે જાણવા.
૨ અજિનસિદ્ધ (૧)–જેઓ તીર્થંકર પદ પામ્યા સિવાય અથવા સામાન્ય કેવલી થઈ મોક્ષે ગયા તેઓ. તીર્થકર સિવાયના આત્માએ.
અનંતા જીવ મેક્ષે ગયા છે માટે સિદ્ધમાં અનંતા આત્માઓ છે, તેમને આ બે ભેદમાંથી કોઈ પણ એક ભેદમાં સમાવેશ થાય છે.
૩ તીર્થસિદ્ધ (૨)-તીર્થ એટલે ચતુર્વિધ સંઘ. એ ચતુર્વિધ સંઘની સ્થાપના તીર્થંકર ભગવાન કરે છે. તીર્થકર ભગવાન તીર્થની સ્થાપના કરે તે પછી જેઓ મેક્ષે જાય તે તીર્થસિદ્ધ કહેવાય. ગણધરાદિક તીર્થસિદ્ધ જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org