________________
દેશનચિંતામણિ ] ઝુંપડાં અને ખેતરમાં કાંઈ છે જ નહિ. ત્યાં મેં જે ઘરેણાં તથા ઝવેરાત જોયાં તેની સરખામણી આ છીપ તથા કેડીએ કેડાએ સાથે કેવી રીતે થાય? ત્યાં મેં જે સ્વાદિષ્ટ ભેજને ખાધાં તેની સરખામણી આપણા બાજરીના તથા મકાઈના રોટલા સાથે કેવી રીતે કરી શકાય ? મેં ત્યાં જે જોયું અને અનુભવ્યું, તેનું યથાર્થ વર્ણન તમારી આગળ હું કરવાને સમર્થ નથી, કારણ કે તે પદાર્થોની સાથે સરખામણી થાય એવું અહીં કાંઈ પણ નથી.
આ પ્રમાણે તે ભિલ “જે પ્રત્યક્ષ જોયું તથા અનુભવ્યું છે તેનું સ્વરૂપ તે જાણે છે તે છતાં તેના કુટુંબીઓ આગળ તેનું યથાર્થ વર્ણન કરી શકતું નથી, તેમ સંપૂર્ણ જ્ઞાનીઓ સિદ્ધિના સુખને જાણે છે તે છતાં તેના સ્વરૂપનું સંપૂર્ણ વર્ણન કરી શકતા નથી. કારણ કે તે સિદ્ધિનાં વાસ્તવિક સુખે આ દુનિયાના માનેલા સુખે કરતાં અનેક ગુણ ચઢીઆનાં છે. તે સુખની સાથે સરખામણી કરી શકાય તેવાં કેઈ સુખ આ સંસારમાં છે જ નહી. આ રીતે તે મેક્ષનાં સુખનું સંપૂર્ણ વર્ણન ઉપમા આપવા લાયક પદાર્થો અહીં ન હોવાથી કેવલજ્ઞાની ભગવતે પણ કરી શકતા નથી. [ અહીં પ્રસંગ હોવાથી સિદ્ધોનું સ્વરૂપ કાંઈક વિશેષતાથી કહેવાય છે –જે છએ. અનાદિ કાળથી જીના ગુણેને આવરનારા આઠે કર્મોને ક્ષય કર્યો છે તેઓ સિદ્ધ કહેવાય છે. તે સિદ્ધના જીના જ્ઞાનીઓએ દ્રવ્યથી અને કાલથી એમ મુખ્ય બે ભેદ કહ્યા છે. તેમાં દ્રવ્યથી સિદ્ધના ૧૫ ભેદે કહેલા છે અને કાલથી બે ભેદ કહ્યા છે. તેમાં પ્રથમ દ્રવ્યસિદ્ધના ૧૫ ભેદે નીચે પ્રમાણે જાણવા
૧ જિનસિધ, ૨ અજિનસિધ્ધ, ૩ તીર્થસિધ્ધ, ૪ અતીર્થસિધ્ધ, ૫ ગૃહસ્થ લિંગસિધ, ૬ અન્યલિંગસિધ્ધ, ૭ સ્વલિંગસિધ્ધ, ૮ સ્ત્રીલિંગસિધ્ધ, ૯ પુરૂષલિંગસિધ્ધ, ૧૦ નપુંસકલિંગસિધ્ધ, ૧૧ પ્રત્યેકબુધ્ધસિધ્ધ, ૧૨ સ્વયં બુધ્ધસિધ્ધ, ૧૩ બુધબંધિતસિધુ, ૧૪ એકસિધુ, ૧૫ અનેકસિધ્ધ. - સર્વ સિદ્ધ ભગવંતે સરખા છે. કોઈ એક સિદ્ધ બીજા સિદ્ધથી ચઢીયાતા અગર ઉતરતા નથી. કારણ કે તે દરેકે સર્વ કર્મોને ક્ષય કર્યો હોવાથી દરેકને પોતાના મૂળ ગુણે સંપૂર્ણપણે પ્રગટ થયાં છે, માટે ગુણોની અપેક્ષાએ સર્વ સિદ્ધો એક સરખા છે. અહીંયાં એમના જે ૧૫ ભેદ દેખાડવામાં આવ્યા છે તે તેઓ મેક્ષે ગયા તે પહેલાંની તેમની સંસારી અવસ્થાની વિશેષતાથી કહેલા છે.
બધા સિદ્ધો ગુણે વડે સમાન જ છે, પરંતુ તેમાં અવગાહના વડે ભેદ છે. કારણ કે સર્વ સિધ્ધની અવગાહના સરખી હોતી નથી. તે અવગાહના પણ તેઓ સંસારી અવસ્થામાં ઔદારિક શરીરની જેટલી અવગાહનાવાળા હતા તે અપેક્ષાએ હોય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org