________________
[ શ્રીવિજયપવરિતઆથી સાબીત થયું કે—કમબંધમાં અને કર્મમેક્ષમાં મન જ (મનના સારા કે નરસા પરિણામ જ) મુખ્ય કારણ છે. (૫૯)
પ્રશ્ન-માણસ બીજાનું બૂરું કરી શકે કે નહિ?
ઉત્તર–જે જીવ બીજાનું બૂરું ચાહે છે, તેથી તેનું પિતાનું જ ભૂરું થાય છે. આથી કહ્યું છે કે “જે ખાડો ખોદે તે પડે ” અહીં પણ જે બીજાનું સારું ઈચ્છતે નથી, પરંતુ તેને કયારે કઈ પણ રીતે નુકશાન થાય તેવી ઈચ્છા કરે છે, તેનું પિતાનું બૂરૂં જરૂર થાય છે. પરંતુ બીજાને નુકસાન થાય જ એવો નિયમ છે જ નહિ. આ બાબત આગળ શ્લોકમાં સ્પષ્ટપણે સમજાવે છે. ૧૧૩
પારકાનું હિત કે અહિત પિતાને સ્વાધીન નથી તે જણાવે છે – પુણ્યપ્રભાવે અન્યના તે ન કદિ બૂરું કરી શકે,
પર અહિત કરનાર નિયમે બંધ આદિ રળી શકે સ્વાધીન હિત છે જેહતું તેવું અહિત નવિમાસીએ,
હિત ભાવના હિતકર સ્વપરની તે નિરંતર ભાવીએ. ૧૧૪
સ્પષ્ટાર્થ –પોતે જેનું અહિત કરવાને ઈચ્છે છે અને જેના અહિત માટે પ્રયત્ન કરે છે તેનું તે સામાના પુણ્ય પ્રભાવને લીધે કદાપિ બૂરું કરી શકતું નથી. સામાને પુણ્યોદય જાગતો હોય તે બીજે કઈ તેને નુકસાન કરવાને શક્તિમાન થઈ શક્તા નથી. પરંતુ પારકાનું અહિત કરવાની ઈચ્છાવાળો જીવ પિતાનું બૂરું જરૂર કરે છે, કારણ કે જ્યારે તે બીજાનું અહિત કરવાની ઈચ્છાવાળે થાય છે ત્યારે તે મલીન પરિણામવાળો થાય છે, અને મલીન પરિણામમાં વતે ત્યારે તે અશુભ કર્મોને બંધ કરે છે, અને અશુભ કમને બંધ આત્માને ભારેકમી બનાવે છે. આ પ્રમાણે બીજાનું બૂરું કરવાની ઈચ્છારૂ૫ અશુભ પરિણામ તેના જ દુઃખને માટે થાય છે. તેનાથી સામાને કાંઈ નુકસાન થતું નથી. માટે પિતાનું હિત જેવું સ્વાધીન છે તેવું પરનું અહિત સ્વાધીન નથી. પિતાનું હિત કેવી રીતે સ્વાધીન છે તે જણાવતાં કહે છે કે સ્વપરની એટલે પિતાનું અને બીજાનું ભલું કરવાની ભાવના એટલે કલ્યાણ કરવાના પરિણામ હિતકારી છે. તેવા પરિણામથી પુણ્ય કમને બંધ થાય છે અને પાપ કર્મોને ક્ષય થાય છે. માટે તેવી ભાવના હમેશાં ભાવવી. (૬૦) ૧૧૪ - સાચું સુખ સિદ્ધના જીવને જ છે તે સમજાવે છે – જેમાં ન દુઃખને અંશ પણ તિમ જેહ સુખ કાયમ ટકે,
જેથી ન ચઢીયાતું અપર સુખ વિશ્વમાં ન મળી શકે જેને લહી પરસુખ તણી ઈચ્છા કદી પ્રકટે નહી,
તેહ સુખને સિદ્ધિ પામ્યા તેજ સાચું સુખ સહી. ૧૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org