________________
શનચિંતામણિ 1. દેવ વૈમાનિક જ હવે અધિક ભવ કરનાર તે,
જધન્ય ભવ એકાદિ તસ ઉત્કૃષ્ટ સંખ્યાતાજ તે. ૧૦૭
સ્પષ્ટાર્થ–પ્રશ્ન–સર્વાર્થસિદ્ધ સિવાયના બાકીના ચાર અનુત્તર વિમાનવાસી દેવ મોક્ષે કયારે જાય?
ઉત્તર–પાંચ પ્રકારના અનુત્તર વિમાનવાસી દે હેય છે તેમાંના પ્રથમનાં ચાર એટલે વિજય નામના વિમાનમાં રહેનારા દે ૧, વૈજયંત નામના વિમાનવાસી દે ૨, જયંત નામના વિમાનવાસી દે ૩, તથા અપરાજિત નામના વિમાનવાસી દે. એમ ચાર વિમાનવાસી દે એવીને મનુષ્યમાંજ ઉપજે છે. તેમાં જેઓ ઈગભવી એટલે એક ભવ કરનારા હોય છે તેઓ છેલ્લા મનુષ્ય ભવમાંજ મરીને સિદ્ધિ પદને પામે છે, પરંતુ જે દેવે અધિક ભવ કરનારા હોય છે, તેઓ મનુષ્ય થઈ પાછા વૈમાનિક દેવપણું જ પામે છે. માટે ચાર અનુત્તર વિમાનવાસી દે એકાવતારી પણ હોય અને એકથી અધિક ભવ કરનારા પણ હોય. તેમાં તેમને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ભવે જ થાય છે. પછી તેઓ અવશ્ય મોક્ષપદને પામે છે. (૪૯) ૧૦૭
જ્ઞાનાવરણીય કમને તીવ્ર ઉદય પણ અક્ષરના અનંતમા ભાગને આવરી શકો નથી તે જણાવે છે -- અનંતમે જે ભાગ અક્ષરને સદા તે સર્વને,
હોય નિશ્ચય પ્રકટ જેથી માનતા છવત્વને; ઉદિત જ્ઞાનાવરણ પદ્દગલ તીવ્ર પણ ના આવરે,.
આઘ ગુણઠાણી નિગોદી જીવ મનાતા તિણ ખરે. ૧૦૮ સ્પષ્ટાર્થ –પ્રશ્ન –જ્ઞાનાવરણીય કર્મને ઉદય પણ કયા જ્ઞાનને આવરી શકતું નથી ?
ઉત્તર–અક્ષર (કેવલજ્ઞાન)ને અનંતમે ભાગ ઓછામાં ઓછો દરેક જીવને હંમેશાં પ્રગટ હોય છે. તેથી કરીને જ જીવપણું માની શકાય છે, કારણ કે જે તે અંશ (કેવલજ્ઞાનને અનંતમો ભાગ) અવરાઈ જાય તે જીવપણાનેજ નાશ થાય, પરંતુ એવું કદાપિ બનતું નથી, બન્યું નથી અને બનવાનું પણ નથી. કારણ કે તીવ્ર એટલે અતિ ગાઢપણે ઉદયમાં આવેલા જ્ઞાનાવરણીય કર્મને પુદ્ગલે પણ આ અક્ષરના અનંતમા ભાગને કદાપિ આવરી (ઢાંકી) શકતા નથી. અને આ કારણથીજ સૌથી ઓછામાં ઓછા જ્ઞાનના અંશ જેમને પ્રગટ છે એવા સૂમ નિગેટીઆ ને પણ ખરેખર પ્રથમ ગુણસ્થાનક કહ્યું છે. કારણ કે ત્યાં પણ ગુણ એટલે જ્ઞાન ગુણને ઓછામાં ઓછે એટલે અક્ષરના અનંતમા ભાગ રૂપ જ્ઞાનગુણ અવશ્ય પ્રગટ હોય છે. તેથીજ કઈ પણ જીવ ગુણસ્થાનક વિનાને હેતે નથી. (૫૦) ૧૦૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org