________________
[ શ્રીવિજયપત્રસૂરિકૃતજિન શાસનમાં પુરૂષની પ્રધાનતા જણાવી ત્યાનદ્ધિ નિદ્રાનું સ્વરૂપ બે સ્લેકમાં જણાવે છે – હાય ગુરૂ છદ્મસ્થ તે પણ કેવલિ સાવીને,
વાંદેજ ના પ્રાધાન્ય નરનું જાણતાં જિનશાસને, દર્શનાવરણીય તીવ્રોદય થતાં ત્યાનધિમાં, આઘ સંહનની નરેને હાય બલ તે કાલમાં.
૧૦૫ સ્યાનદ્ધિ નિદ્રામાં કયા સંઘયણવાળાને કેટલું બલ હોય તે કહે છે – અર્ધચકી બેલ થકી બલ અધ હવે તેમને,
હુગુણ ત્રિગુણાદિક પરાક્રમ તે સમયમાં અન્યને દિવસ માંહી ચિંતવેલા કાર્યને આવા જનો, જાગતાની જેમ સાધે નહિ ભરે સો કર્મને.
૧૦૬ સ્પષ્ટાથ–પ્રશ્ન-છદ્મસ્થ આચાર્ય કેવલજ્ઞાની સાધ્વીને વંદન કરે કે નહિ?
ઉત્તર–ગુરૂ એટલે આચાર્ય મહારાજ વગેરે જે તેઓ છવાસ્થ અવસ્થામાં હોય એટલે કેવલજ્ઞાન પામ્યા ન હોય તે પણ તેઓ કેવલજ્ઞાન પામેલ સાધ્વીને વંદન કરતા નથી. કારણ કે તેઓ જાણે છે કે–જિન શાસનને વિષે પુરૂષનું જ પ્રધાનપણું છે. તેથી જ કહ્યું છે કે સો વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધ્વી એક દિવસના દીક્ષિત સાધુને વંદન કરે પણ તે સાધુ સાધ્વીને વંદન કરે નહિ. (૪૭)
પ્રશ્ન- સ્થાનદ્ધિ નિદ્રાના ઉદયવાળા જીવને કેટલું બળ હેય?
ઉત્તર–આ ત્યાનદ્ધિ નામની નિદ્રાને ઉદય દર્શનાવરણીય કર્મના તીવ્ર ઉદયથી થાય છે, કેવલીના કાલને વિષે જે પહેલા વજસષભ નારાજ નામના સંઘયણવાળા મનુષ્યને આ ત્યાનદ્ધિ નામની નિદ્રાને ઉદય થાય તે અર્ધચક્રી એટલે વાસુદેવના બલ કરતાં અ બલ તેમને હોય છે. પરંતુ પ્રથમ સંઘયણ સિવાયના બીજા સંઘયણવાળા અને આ નિદ્રાના ઉદયમાં પિતાના ખેલ કરતાં બમણું, ત્રણ ગણું, ચાર ગણું એમ વધતું વધતું બલ હોય છે. આ ત્યાનદ્ધિ નિદ્રામાં વર્તનારા મનુષ્ય દિવસે અથવા જાગતાં જે કાર્ય કરવાની તીવ્ર ઈચ્છા કરી હોય તે કાર્યને ઉંઘમાંને ઉંઘમાં જાગતાની જેમ કરે છે. માટે કમને ભરોસે રાખવે નહીં. એટલે કયું કર્મ માણસને કયારે પાડશે તે કહી શકાય નહિ માટે કર્મના ભરોસે રહેવું નહિ. (૪૮) ૧૦૫-૧૦૬.
ચાર અનુત્તરવાસી દે કેટલા ભવ કરે તે બીના જણાવે છે -- વિજય વૈજયંત જયંત અપરાજિત સુરો ત્યાંથી વી,
અંત્ય નર ભવમાં જ પામે સિધ્ધિ જેઓ ઈગ ભવી;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org