SearchBrowseAboutContactDonate
Page Preview
Page 612
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૫ દેશના ચિંતામણિ ભાગ પાંચમ ] અને બીજા ને પણ તાર. શ્રીતીર્થકરેના જીવન ચરિત્રના આવા અપૂર્વ લાભ છે એવું જાણીને તમે પૂર્વે કહેલી મારી શિખામણને માનજે એટલે મારા કહેવા પ્રમાણે ચાલજે. ૧૯૦ પાંચમા ભાગની પૂર્ણતા જણાવે છે – દેશના ચિંતામણિને ભાગ પંચમ પૂર્ણતા, પામે અહીં વાચક હો નિજ આત્મ ગુણગણરમણતા દેવ વિમલેશ્વર તથા ચકેશ્વરી પદ્માવતી, વિન હર સંધના પૂર સકલ વાંછિત તતિ. ૧૯૧ સ્પાર્થ –એ પ્રમાણે આ દેશના ચિંતામણિ નામના ગ્રંથને પાંચમો ભાગ અહીં પૂરે થાય છે. હે ભવ્ય જીવો! તે વાંચીને તમે પિતાના આત્માના ગુણોના સમૂહમાં રમણતા ગુણને ધારણ કરે છે. શ્રી સિદ્ધચક્રના અધિષ્ઠાયક વિમલેશ્વર નામના યક્ષ દેવ તથા ચકેશ્વરી અને પદ્માવતી નામની દેવીઓ કે જેઓ જિનશાસનનું રક્ષણ કરનારી યક્ષિણીઓ છે, તેઓને હું વિનંતિ કરું છું કે–શ્રી ચતુર્વિધ સંઘના વિધનને નાશ કરજો અને બધા વાંછિતની એટલે ઈષ્ટ પદાર્થોના સમુહને પામવાના અનેરને પૂરણ કરજે. ૧૯૧ ગ્રંથકાર ગ્રંથની રચના કયારે કરી તે બીના જણાવે છે – કરણ ગગનાકાશ નયન પ્રમિત વિક્રમ વર્ષના, નેમિ પ્રભુના જન્મ દિવસે નેમિ સૂરીશ્વર તણું; પદ્મસૂરિ દેશના ચિંતામણિના પાચમા, ભાગને શ્રી વિનયી સંધની વિનતિ ધરી ચિત્તમાં. ૧૯૨ સ્પષ્ટાર્થ –કરણ એટલે ઈન્દ્રિય પાંચ છે માટે પાંચની સંખ્યા (૫) લેવી. ગગન એટલે શૂન્ય (0) આકાશ એટલે શૂન્ય (૦) તથા નયન એટલે બે એટલે વિક્રમ સંવતના બે હજારને પાંચ વર્ષે સં. ૨૦૦૫ મા વર્ષે શ્રી નેમિનાથ નામના બાવીસમા તીર્થંકરના જન્મ દિવસે એટલે વિ. સ. ૨૦૦૫ શ્રાવણ સુદી પાંચમે પરોપકારી ગુરૂમહારાજ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરના શિષ્ય શ્રીવિજયપદ્રસૂરિએ વિનયાદિ ગુણસંપન્ન પન્યાસ શ્રીકમલવિજય ગણિ-શિષ્ય મુનિશ્રીવિદ્યાપ્રભ વિજય વગેરેની અને શેર દલાલ જેસંગભાઈ કાલીદાસ, તથા તેમના સુપુત્રો-સારાભાઈ, મનુભાઈ વગેરેની, તથા શા. ઈશ્વરદાસ મૂલચંદ વગેરે વિનયવંત શ્રી સંઘની વિનંતિને ચિત્તમાં ધારણ કરીને આ શ્રીદેશના ચિંતામણિ મહાગ્રંથના પાંચમા ભાગની રચના કરી. ૧૯૨ ગ્રંથની રચના ક્યાં કરી વગેરે બીના બે લેકમાં જણાવે છે – રાજનગરે વિચરતા ભૂલચૂક માફી માગતા, ભાવ ભક્તિ કરી પ્રભુની જીવન સફલું માનતા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy