SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ( શ્રી વિજ્યપઘસકૃિતઆનંદને જીવ જાણવે. નવમા તીર્થંકર પાટિલ નામે સુનંદા શ્રાવિકા જીવ થશે. તે શાંતિનાથ પ્રભુની સમાન થશે. દશમા શતકીર્તાિ નામે તીર્થકર થશે. તે શતક શ્રાવકને જીવ અને ધર્મનાથ પ્રભુની સમાન થશે. આ શતકને જીવ પુષ્કલી એવા બીજા નામથી ભગવતીજીમાં કહેલ શ્રાવકને જીવ સમજ. અગિયારમા સુવત નામે તીર્થકર દશારસિંહ જે કૃષ્ણ તેની માતા દેવકીને જીવ થશે. તે અનંતનાથની તુલ્ય થશે. બારમા અમમ નામે ભગવંત નવમા વાસુદેવ કૃષ્ણને જીવ થશે. તે તેરમા વિમલનાથ પ્રભુની સમાન થશે સમવાયાંગ સૂત્રમાં કહેવું છે કે કૃષ્ણ ભાવી ચોવીશીમાં તેરમા તીર્થંકર થશે. તેથી તત્વ બહુશ્રુત જાણે, તેરમા નિષ્કષાય નામે તીર્થકર સત્યકી વિદ્યાધરને જીવ થશે. તે સુચેષ્ટા સાધ્વીના પુત્ર અને જે લોકમાં રુદ્ર (સદાશિવ) એવા નામથી પ્રસિદ્ધ થયેલા છે તેને જીવ જાણો. સમવાયાંગ સૂત્રમાં તે બારમા જિન થશે એમ કહેલું છે, તવ બહુશ્રુત જાણે. તે પ્રભુ વાસુપૂજય સ્વામીની સમાન થશે. ચૌદમા તીર્થંકર નિપુલાક નામે બલદેવને જીવ થશે. પણ આ બળદેવ કૃષ્ણનાં બંધુ બલભદ્ર સમજવા નહિ. કારણ કે તે બલદેવ માટે શ્રી હેમચંદ્રસૂરિએ શ્રીનેમિચરિત્રમાં કહ્યું છે કે બલભદ્રને જીવ કુષ્ણુના તીર્થમાં સિદ્ધિ પામશે. તેથી આ બલદેવ બીજા સમજવા. તે તીર્થંકર શ્રેયાંસ પ્રભુની સમાન થશે. પંદરમા તીર્થંકર નિર્મમ નામે સુલસાને જીવ થશે. આ સુલસા શ્રાવિકા તે સમજવા કે જેની પ્રત્યે શ્રીવીરપ્રભુએ અંબાને મુખે ધર્મલાભ કહેવરાવ્યા હતા. તે પ્રભુ શીતલનાથની સમાન થશે. સોળમા ચિત્રગુપ્ત નામે તીર્થકર બલભદ્રની માતા રહિણીને જીવ થશે. તે સુવિધિનાથજી સમાન થશે, સત્તરમા સમાધિ નામે તીર્થકર થશે. તે રેવતી શ્રાવિકાને જીવ જાણ; જે રેવતીએ બીજેરા પાક વહેરાવીને ગોશાલે મૂકેલી તેજલેશ્યાથી શ્રીવીરપ્રભુના દેહમાં થયેલ વ્યાધિને શમાવ્યો હતો. તે તીર્થંકર ચંદ્રપ્રભુની સમાન થશે. અઢારમા સંવર નામે તીર્થકર શતાલી શ્રાવકને જીવ થશે. તે સુપાર્શ્વ પ્રભુની તુલ્ય થશે. ઓગણીશમાં યશોધર નામે તીર્થકર કંપાયનને જીવ થશે. તે પદ્મપ્રભુની સમાન થશે. આ દ્વીપાયન લોકમાં વેદવ્યાસ એવા નામે પ્રસિદ્ધ છે. વીશમાં વિજય નામે પરમેષ્ટી કર્ણ રાજાને જીવ થશે, તે સુમતિનાથની સમાન થશે. કેટલાએક આ કર્ણને પાંડવ કૌરવને ભાઈ કહે છે, અને કેટલાએક તેને ચંપાનગરીના પતિ વાસુપૂજ્યના વંશને કહે છે. તત્ત્વ કેવળી જાણે. એકવીશમા મg નામે તીર્થંકર નારદને જીવ થશે. તે અભિનંદન પ્રભુની સમાન થશે. કેટલાએક આ નારદને ભગવતી સૂત્રમાં વર્ણવેલ નિગ્રંથ કહે છે અને કેટલાએક રામ લક્ષમણના સમયમાં થયેલા નારદ કહે છે. બાવીશમા દેવ નામે તીર્થકર અંબડને જીવ થશે. તે સંભવનાથની સમાન થશે. ઉપપાતિક સૂત્રમાં જે અંબડને વર્ણવ્યો છે તે તે મહાવિદેહમાં સિદ્ધિ પામશે એમ કહેલું છે. તેથી આ અંબડ સુલસાની પરીક્ષા કરનાર જણાતો નથી. તત્વ કેવળી જાણે. ત્રેવીસમા અનંતવીર્ય નામે તીર્થકર અમરને જીવ થશે, તે અજીતનાથની સમાન થશે. ચોવીશમા ભદ્રકર નામે તીર્થકર બુદ્ધભવાને જીવ થશે. તે શ્રી ઋષભ પ્રભુની સમાન થશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy