SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના ચિંતામણિ ભાગ પાંચમ ]. ૧૧૩ અર્થ– “ઉત્સર્પિણીમાં સુષમદુષમા નામે ચોથે આરે કહેવાય છે. તેમાં શ્રી ઋષભદેવ ચેવશમાં તીર્થકર થશે.” ઉત્સર્પિણીના ચોથા આરાના સાડા આઠ માસે અધિક ત્રણ વર્ષ વીત્યા પછી સુવર્ણવણી ચોવીસમા તીર્થંકર વિનીતા નગરીને અલંકૃત કરશે. તેમના શરીરનું માન પાંચસો ધનુષ્યનું અને આયુષ્યનું માન ચોરાશી લાખ પૂર્વનું હોય છે. ત્રણ જગતના લોકને પૂજવા ગ્ય એવા એ પ્રભુના વારમાં બારામાં ચક્રવતી થાય છે, તેમના શરીર તથા આયુષ્યનું પ્રમાણ જિનેશ્વર ભગવંતના જેટલું જ હોય છે. એ પ્રભુ મુક્તિ રુપી સ્ત્રીના ભર્તા થયા પછી તેમની પટ્ટ પરંપરાએ શ્રીજિનપ્રવચનના તત્ત્વ વિચારને કરનારા શ્રીયુગ પ્રધાન મુનિ પતિ ઘણા સમય સુધી આ ભરતખંડના ભૂમંડળને પવિત્ર કરશે. પછી હળવે હળવે સુખી સમય વૃદ્ધિ પામતાં યુગલીયા મનુષ્ય ઉત્પન્ન થવાને સમય નજીક આવવાને લીધે સુખના પ્રચુરપણથી પ્રથમ સાધુ સંતતિને ઉચ્છેદ થઈ છેવટે તીર્થને પણ ઉછેદ થશે યુગલીયા મનુષ્યના સમયમાં અગ્નિને પણ અભાવ થાય છે. તે સાથે સ્વામી સેવક, વર્ણ વ્યાપાર અને નગરાદિકની વ્યવસ્થા પણ ઉચ્છેદ પામે છે. યુગલીયાનું સ્વરુપ શ્રીપ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ચેથા આશ્રવ દ્વારને વિષે વર્ણવેલું છે. ત્યાં લખે છે કે “તે કાળમાં ભેગસુખ ઘણું હોવા છતાં અને તેને ભેગવિષય કર્યા છતાં પણ યુગલીયા જી તૃપ્તિ પામ્યા વગરજ કાળધર્મના ગ્રાસ થઈ પડે છે.” દેવકુરુ તથા ઉત્તરકુરુ ક્ષેત્રના યુગલીયા સંબંધી વર્ણન કરતાં લખે છે કે “દેવકુરુ તથા ઉત્તરકુરૂ ક્ષેત્રમાં યુગલીયાએ વનમાં વિચરે છે, પગે ચાલે છે, તેઓ ભેગીમાં શ્રેષ્ઠ હોય છે, ભેગનાં લક્ષણને ધરનારા હોય છે. તેમનાં ૫ વર્ણન કરવા ગ્ય અને ચંદ્રની જેમ નિરખવા યોગ્ય હોય છે, અને તેઓ સર્વ અંગમાં સુંદર હોય છે” ઈત્યાદિ પાઠ ત્યાંથી જેઈલે. વળી તે યુગલીયા [ સ્ત્રીઓ અને પુરુષો] આદ્ય સંહનન તથા આદ્ય સંસ્થાનવાળા હોય છે. તેમના અંગ ઉપાંગના ભાગ કાંતિવડે પ્રકાશિત હોય છે. તેમના શ્વાસમાં કમળ જેવી સુગંધ હોય છે. તેમના ગુહા ભાગ ઉત્તમ અશ્વની પેઠે ગુપ્ત હોય છે. તેઓને ક્રોધ લેભાદિ કષાય અત્યંત પાતળા હોય છે. મણિ મૌક્તિકાદિક પદાર્થો તથા હાથી ઘોડા વિગેરે છતાં તેના ઉપભેગથી પરાક્ષુખ હોય છે. વળી જવર વિગેરે રેગ, ગ્રહ, ભૂત, મારી અને વ્યસનથી વર્જિત હોય છે. તેમનામાં સ્વામી સેવક ભાવ ન હોવાથી તેઓ બધા અહમિંદ્ર હોય છે. તે ક્ષેત્રમાં વાવ્યા કર્યા સિવાય સ્વભાવેજ જાતિવંત શાલિ વિગેરે ધાન્ય પુષ્કળ થાય છે, પણ તે તેમના ભાગમાં આવતા નથી. તે ક્ષેત્રમાં પૃથ્વી સાગરથી પણ અનંતગણા માધુર્યવાળી હોય છે. તેઓ કલ્પવૃક્ષના પુષ્પ ફળનું આસ્વાદન કરે છે. તે ચકવતના ભેજનથી પણ અત્યંત અધિક માધુર્યવાળું હોય છે. તેઓ પૃથ્વીને તેમજ કલ્પવૃક્ષનાં ફળાદિકને તથા પ્રકારને આહાર ગ્રહણ કરીને પ્રાસાદિના આકારવાળા જે ગૃહાકાર *૧૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy