SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજયપઘસરિતઅંતરાત્મા તે કહ્યા તે પુણ્યશાલી ગુણિ જને, શાસન રસિક કરી સર્વ ભવિને પાર ભવસાગર તણે; હું પમાડું એમ ભાવી તેમ નિત્ય પ્રવર્તતા, નિજ ગુણાનંદી બનીને સ્વપર તારક પણ થતા. ૧૨૮ સ્પષ્યાથ-આ રીતે જેઓ ઉપર કહેલા બધા ગુણોને ધારણ કરે, તે પુણ્યશાલી છ અંતરાત્મ દિશામાં રહેલા (અંતરાત્મા) જાણવા. આવા પુણ્યશાળી ગુણવંત ભવ્ય છે એવી ભાવના ભાવે છે કે હું સર્વ જીવોને જિનશાસનની આરાધનામાં રસિક બનાવીને એટલે જિનશાસનની ભક્તિ કરનારા બનાવીને તેમને આ સંસાર સમુદ્રમાંથી પાર પમાડું એટલે તેમને મોક્ષ નગરમાં પહોંચાડું. આવી વિચારણા કરીને તેઓ હંમેશાં તેવી પ્રવૃત્તિ કરે છે એટલે યથાશક્તિ ઉદ્યમ કરે છે. તેથી અંતે પિતે નિજ ગુણાનંદી એટલે પિતાના જ્ઞાનાદિક ગુણમાં આનંદી બનીને પિતાને તથા પરને તારનારા થાય છે. અહીં અંતરાત્માને અધિકાર પૂર્ણ થાય છે. ૧૨૮ પરમાત્માનું સ્વરૂપ ત્રણ કલાકમાં જણાવે છે – ક્ષપક શ્રેણિમાં હણું ઘન ઘાતી ચારે કર્મને, કેવલજ્ઞાની બન્યા પરમાતમા તું તેમને જાણજે યોગી અાગી કેવલી પરમાતમા, તેમના ધ્યાન પ્રતાપે આતમા પરમાતમા. ૧૨૯ સ્પષ્ટાર્થી–હવે પરમાત્માનું સ્વરૂપ જણાવતાં કહે છે કે–તેઓએ ક્ષપક શ્રેણિ માંડીને ઘનઘાતી એટલે આત્માના જ્ઞાનાદિક ગુણને હણનાર જે જ્ઞાનાવરણીય, દશનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોને સંપૂર્ણ ક્ષય કર્યો હોય છે. આ પરમાત્મા તેરમા સયાગી કેવલી ગુણસ્થાને તથા ચૌદમા અગી કેવલી ગુણસ્થાનમાં રહેલા હોય છે. આ પરમાત્મ દશાને પામેલા પરમ ભેગીનું ધ્યાન કરવાથી આ આત્મા તે પરમાત્મ દશાને મેળવે છે. માટે જ પરમાત્મા ધ્યાન કરવા ગ્ય છે એમ ચકકસ સમજવું. ૧૨૯ કેવલીના વિવિધ ભેદ તીર્થપતિ સર્વે વલી, અરિહંત રૂપે સર્વ સમ પરમાતમાં સિદ્ધો વલી, પરમાત્મ માર્ગે પ્રયાણ કારણ આત્મ ભેદ વિચારણા, પરમાત્મતાને પામવા પરમાત્મ માર્ગ પ્રસાધના. ૧૩૦ સ્પાર્થ –કેવલીના અનેક પ્રકારના ભેદે છે. જેમકે સામાન્ય કેવલી, જિન કેવલી, મંડ કેવલી વગેરે. તેમાં જે તીર્થપતિ એટલે તીર્થંકર અથવા જિનેશ્વર કહેવાય છે તે સઘળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy