________________
[ શ્રી વિજયપતિસ્પષ્ટાથે–હે પ્રભુ! આપના મસ્તકના ઉપર ત્રણ છો શોભી રહ્યા છે તે જાણે આપની કમસર મળેલી પુણ્યરૂપી સમૃદ્ધિની પરંપરાને જણાવતા હોય તેવા શોભે છે. અને ત્રણ ભુવનને વિષે આપની ઉત્તમ પ્રભુતાને જાણે જણાવતા હોય તેવા શેભે છે. આપની આવા પ્રકારની અશોક વૃક્ષથી માંડીને ત્રણ છત્ર સુધીની આઠ પ્રાતિહાર્ય રૂપ બાહ્ય લક્ષમીને જઈને આપના પ્રબલ પુણ્યને અનુમોદનારા મિથ્યાત્વી જીવે પણ જરૂર ચિત્તમાં આશ્ચર્ય પામે છે. આ રીતે કહેવાને સાર એ છે કે જેમને તમારા ઉપર કઈ જાતને ભક્તિભાવ નથી તેવા મિથ્યાત્વી જીવોને પણ તમારી આ આઠ પ્રતિહાર્યની ઋદ્ધિ જોઈને આશ્ચર્ય થાય છે તે તમારા ઉપર બહુમાન સહિત ભક્તિભાવને ધારણ કરનારા જીને આશ્ચર્ય થાય, તેમાં કાંઈ નવાઈ જેવું છેજ નહી. ૮૯
હે નાથ ! ના ચારિત્રની આરાધના માટે અહીં,
તરણ સાધન ભક્તિ પ્રભુની પુણ્યથી આજે લહી; લાભ અનહદ મેળવ્યો મેં મેલ મનના દૂર કર્યા,
ભક્તિસુખ આગળ સકલ સુખ સ્વર્ગના તૃણસમ ગણ્યા ૯૦ સ્પષ્ટાર્થ – હે નાથ ! આ દેવપણાના ભવને વિષે મારાથી ચારિત્રની આરાધના થઈ શકે તેમ નથી. કારણ કે દેને વધારેમાં વધારે ચોથું અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણઠાણું હોય છે. પરંતુ તેમનાથી દેશવિરતિ કે સર્વવિરતિ પાળી શકાતી નથી. કારણ કે તેમને અપ્રત્યાખ્યાનાવરણીય કષાયને ઉદય હોય છે અને જ્યાં સુધી આ કષાયને ઉદય હોય ત્યાં સુધી દેશવિરતિ પણ આવે નહિ તે સર્વવિરતિ તે કયાંથી આવે ? તો પણ આ સંસાર સમુદ્રથી તરવામાં સાધન રૂપ આપની ભક્તિ કરવાનો પ્રસંગ આજે મને મારા પ્રબલ પુયના ઉદયથી મળે છે. વળી આપની ભક્તિ કરીને મેં અનહદ એટલે હદ વિનાનો અથવા ઘણે લાભ મેળવ્યું છે કારણ કે આપની ભક્તિ કરવાથી મારા મનને મેલ દૂર થયો છે અથવા મનની નિર્મળતા થઈ છે. તેમજ હું આપની ભક્તિ કરવાથી મળેલ સુખ શાંતિની આગળ સ્વર્ગની સઘળી સુખ સાહિબીને પણ ઘાસ જેવી માનું છું. ૦
તે દેવપણું શા કામનું ? જેમાં ન ભક્તિ આપની, | વિનતિ સ્વીકારે માહરી બહુમાન ભક્તિ આપની, મળજે ભવભવ દાસને સ્તવના કરી વિરમ્યા હરિ,
સુમતિ પ્રભુ ઘે દેશના ઈમ સકલ ભાષા અનુસરી. ૯૧ સ્પષ્ટાથ–હે પ્રભુ! જેમાં આપની ભક્તિ કરવાનો પ્રસંગ મળે નહી અથવા દેવપણને ભવ મળ્યા છતાં જે આપની ભક્તિ કરવાનો પ્રસંગ ન મળે તો તે દેવપણું પણ નકામું જ છે, એમ હું માનું છું. માટે હે પ્રભુ! હું નમ્ર ભાવે બે હાથ જોડીને વિનંતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org