________________
દેશનચિંતામણિ ભાગ પાંચમે ] સ્ત્રીઓએ પિતાના પતિને અગ્નિસંસ્કાર વગેરે મરણ ક્રિયા કરી. ત્યાર પછી તે બે સ્ત્રીએ માંની એક પુત્ર રહિત સ્ત્રીની દાનત બગડવાથી તે (કપટી) સ્ત્રી ધન તથા પુત્રમાં આ સક્ત થઈને કહેવા લાગી કે આ પુત્ર મારે છે તેમજ ધન પણ મારું છે. ૪૭ માતા ખરી જે તાસ સાથે કરત કજીઓ પણ ખરી;
માતા તનય ધન ક્ષેમ ચાહે નહિ અપર તેવી જરી; આવી અયોધ્યા સ્વપર કુલમાં નૃપ કચેરીમાં અને,
બીના કહીને ન્યાય માગે કઈ ન દીએ ન્યાયને. ૪૮ સ્પણ–આ બાબતમાં જે ખરી માતા હતી તેણે તે બેટી માતા સાથે ઝગડો કર્યો. લેકે આ બાબતમાં કાંઈ નિર્ણય કરી શક્યા નહિ. પરંતુ જે ખરી માતા પુત્ર અને ધનનું જેટલું કુશળ ચાહતી હતી તેટલું અપર માતા એટલે બીજી ખોટી માતા ચાહતી નહતી. આથી તે બંને સ્ત્રીઓ અયોધ્યા નગરીમાં પાછી આવી. ત્યાં સ્વપર કુલ એટલે પિતાના કુળના સ્વજનાદિ વડીલેની પાસે આ બાબતને ફેંસલો કરાવવા ગઈ. પણ ત્યાં ફેંસલે થયે (ન્યાય મળે) નહિ, તેથી પર કુલના આગેવાનોની પાસે ફેંસલા માટે ગઈ. ત્યાં પણ કોઈ પ્રકારને ફેંસલો મળે નહિ, તેથી છેવટે થાકીને રાજાની કચેરીમાં બંને માતાઓ ફેંસલો કરાવવા (ન્યાય મેળવવા) આવી. ત્યાં તે બંને સ્ત્રીઓએ પોતાની હકીકત જણાવી ને ન્યાયની માગણી કરી. બંનેએ કહ્યું કે પુત્ર મારે છે માટે ધન પણ મારૂં છે. આ બાબતને કોઈ સાક્ષી નહિ હેવાથી રાજાની કચેરીમાં પણ આ ઝગડાને નીકાલ આવી શકે નહિ. ૪૮
વાદ કરતી બેઉ વિધવા આવતી રાજા કને,
ભૂપ પૂછે બેઉને બોલો વિવાદ નિમિત્તને અપર માતા ઈમ કહે હે ભૂપ! નગરીમાં અમે,
સર્વ સ્થલે ભાગે વિવાદ ને ન્યાય પામ્યા તે સમે. ૪૯ સ્પષ્ટથ-જ્યારે રાજ્યની કચેરીમાં પણ આને ન્યાય થઈ શકે નહિ ત્યારે બંને વિધવાઓ રાજા પાસે ન્યાય મેળવવાને આવી. જ્યારે રાજાએ બંને સ્ત્રીઓને ઝગડાનું કારણ પૂછ્યું, ત્યારે અપર માતા એટલે બીજી ઓરમાન માતાએ કહ્યું કે “હે રાજા! અમે આ નગરીમાં સઘળે ઠેકાણે અમારા વિવાદની બીના જણાવી. પરંતુ કેઈ પણ ઠેકાણે અમારા ઝગડાનું સમાધાન થઈ શકયું નહિ. ૪૯ થાય દુખિયે કોણ બીજે જોઈ પરના દુઃખને,
એક જાણું આપ તેવા પરદુખે ધરે દુખને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org