________________
- [ શ્રી વિજ્યપઋરિકૃત* માતા તદા જિન જન્મ સૂચક ચૌદ સ્વાર દેખતા, ભૂ નિધાનતણી પરે જિન ગર્ભને સંધારતા.
૪૫ સ્પાઈ–વૈજયંત વિમાનમાં અનુત્તરવાસી દેવ પુરૂષસિંહ રાજાને જીવ પિતાનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂરું ભોગવીને ત્યાંથી એવીને મંગલા રાણીની કૂખને વિષે ઉત્પન્ન થયા. તે વખતે શ્રાવણ મહિનાને સુદ બીજને (૧૮) દિવસ અને અર્ધ રાત્રીને (૧૯) સમય તથા સિંહ રાશિ (૨૦) તથા મઘારાશિને (૨૧) ચંદ્ર સાથે શુભ યોગ ચાલતો હતું. આ શુભ અવસરે મંગલા માતાએ તીર્થંકરના જન્મને જણાવનારા ચૌદ મોટા સ્વમો જોયા. (૨૨) ત્યાર પછી પૃથ્વી જેમ નિધાનને ધારણ કરે તેમ મંગલા માતા જિનેશ્વરના ગર્ભને ધારણ કરતા હતા. ૪૫
પ્રભુ ગર્ભમાં હતા ત્યારે મંગલા માતાને ઉપજેલી સારી બુદ્ધિને પ્રસંગ વગેરે બીના ૧૫ શ્લોકમાં જણાવે છે –
જનકર૩ પાઠક સાંભળી તે સ્વપ્ન સુત ફલ ઉચ્ચરે, - એકદા કેઈક ધનિક બે સ્ત્રી સહિત દેશાંતરે જાય માર્ગે એક સ્ત્રીએ જન્મ આપે પુત્રને,
મેટ કરે બંને ઉછેરી તેહને સમદષ્ટિએ. સ્પષ્ટાર્થ –શ્રીમંગલા રાણીએ રાત્રીમાં પિતાને આવેલાં સ્વમોની હકીકત રાજાને જણાવી. તે સાંભળીને રાજાએ કહ્યું કે-તમને ઉત્તમ પુત્રને લાભ થશે. રાજાએ સ્વમ પાઠકને બોલાવી તેનું ફળ પૂછયું તે વખતે તેમણે પણ આવા મોટાં શુભ સ્વપ્નના ફળ રૂપે તીર્થકરના જીવ રૂપે પુત્રને લાભ જણાવ્યો. પ્રભુ જે વખતે માતાની કૂખમાં ગર્ભ રૂપે રહેલા હતા તે દરમિઆન કોઈ એક ધનવાન વાણિઓ પિતાની બે સ્ત્રીઓને સાથે લઈને પરદેશ જ હતો. માર્ગમાં એક સ્ત્રીએ પુત્રને જન્મ આપે, તેને તે બંને સ્ત્રીઓએ સમાન દષ્ટિથી ઉછેરીને માટે કર્યો. ૪૬ ધન ઉપાજી ફરત પાછા માર્ગમાં તે વાણિયે,
મરણ પામ્ય દેવની ગતિ કેઈ ના જાણી શકો, અગ્નિસંસ્કારાદિ કરતી બેઉ પણ કપટી રમા,
તનય ધન મુજ ઈમ કહે આસક્ત થઈને બેઉમાં. ૪૭ સ્પાર્થ તે વેપારીએ પરદેશમાં રહીને ઘણું ધન પિદા કર્યું. તે પછી તે વાણીઓ પિતાના દેશમાં પાછા જવાને માટે ત્યાંથી નીકળે, પરંતુ ભાવિભાવ પ્રમાણે તે રસ્તામાં જ મરણ પામ્યો. કારણ કે દેવ અથવા નસીબની ગતિ કઈ જાણી શકતું નથી. તે બંને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org