________________
દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] પર્યાયથી મેટા એવા નાના ભાઈઓને વંદન કરવું જોઈએ. આ વિચાર કરી પ્રભુ પાસે જવાને જ્યાં પગ ઉપાડે, કે તરત જ તેમને કેવલજ્ઞાન થયું. કારણ કે કાઉસગ્ન ધ્યાનમાં રહીને તેમણે ઘાતી કર્મો ઘણાં ભેગવી કાઢયાં હતાં. તેથી જ્યારે અભિમાન ગળી ગયો કે તરત જ ક્ષપકશ્રેણી શરૂ થઈ અને તે ક્ષપકશ્રેણીના પ્રભાવથી ચારે ઘાતી કર્મોને અંતમુહૂર્તમાં ક્ષય થઈ ગયે. આ ક્ષપકશ્રેણિ એ પણ ઉત્તમ ભાવનાદિ સ્વરૂપે જ જાણવી. આ બીનાથી સચોટ સમજાય છે કે ઉત્તમ ભાવનાથી કર્મબંધ રોકાય છે અને નિર્જરા ઘણી થાય છે.
હવે તંદુલીયા મલ્યની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી–લવણ સમુદ્ર વગેરેમાં એક હજાર યોજન પ્રમાણુ લાંબા મગરમસ્યા થાય છે. તે માસ્યની આંખની પાંપણમાં આ નાને તંદુલીયે મત્સ્ય ઉત્પન્ન થાય છે. માટે મત્સ્ય પિતાના મોઢાંમાં પેસીને બહાર નીકળી જતાં નાનાં માછલાંઓને ગળી ન જતાં જવા દે છે તે જોઈને આ તંદુલીઓ મત્સ્ય વિચારે છે કે હું આ માટે મત્સ્ય હાઉ તે એક પણ માછલાને જવા દઉં નહિ એટલે બધાંનું ભક્ષણ કરી જાઉં. આવા હિંસાને ઘેર પરિણામ રૂપ અશુભ ભાવનાથી તે તંદુલીયે મત્સ્ય મરીને સાતમી નારકી સુધી ઉત્પન થાય છે. એમ કેઈ પણ જીવની દ્રવ્ય હિંસા કર્યા વિના પણ ફક્ત અશુભ ભાવ રૂપ ભાવહિંસાથી આ મસ્ય નારકીનાં ઘેર દુઃખને ભેગવે છે. આ ટુંક બીના ઉપરથી સમજવાનું એ છે કે ચારિત્રનું પાલન કરતા પુણ્યશાલી મુનિવરેને નિશ્ચયે નિમિત્તોની આરાધનામાં મન પરોવાય છે, તેથી તેમની ભાવના પણ નિર્મલ હોય છે. આજ મુદાથી સાધુ જીવન પરમ શાંતિને અનુભવ કરાવનાર છે, એમ છે પરમ પૂજ્ય માતા પિતાજી! તમારે ચોક્કસ માનવું જ જોઈએ. ૩૪
આજ ભવમાં નિશ્ચયે મુજ મુક્તિ ઈમ જાણે છતાં,
તીર્થપતિ સઘલા ગ્રહી ચારિત્રને આરાધતા; સત્ય સુખ દેનાર સંયમ હું લહીને આપને,
ચારિત્રના સાધક બનાવું ઈણ ચહું ચારિત્રને. ૩૫ સ્પષ્ટાઈ–વળી હે પરમ પૂજ્ય માતાપિતા ! તમામ તીર્થંકરે પણ અવધિજ્ઞાનથી એમ જાણે છે કે “ આ વર્તમાન ભવમાં અમે મોક્ષે જઈશું” તે છતાં પણ તે લેકોત્તર મહાપુરૂષો ચારિત્રને ગ્રહણ કરીને તેની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરે છે એટલે જ્યારે તેઓ પણ રાજ્ય તથા સાંસારિક સુખોનો ત્યાગ કરીને ચારિત્રની આરાધના કરે છે તો પછી મારા જેવા જીવે તો જરૂર તેની ( સર્વ વિરતિ ચારિત્રની ) આરાધના કરવી જ જોઈએ. વળી હું આવા સુખ શાંતિ આપનાર ચારિત્રને ગ્રહણ કરીને પરમાપકારી એવા તમને પણું ચારિત્રના સાધનારે બનાવું. આવી શુભ ભાવનાથી હું ચારિત્ર ગ્રહણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org