________________
[ શ્રી વિજયપરિફતજીવતાં સુધી ભૂશયન સ્નાન ત્યાગ લેચ વિહાર ને દેહ શોભા ત્યાગ ગુરૂકુલવાસ ઉપસર્ગદિને.
૨૯ સ્પષ્ટાર્ય–વળી સાધુ પુરૂષને પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ રૂપી આઠ પ્રવચન માતાનું હમેશાં નિર્મલપણે એટલે અતિચારાદિ દે લગાડ્યા સિવાય સારી રીતે પાલન કરવું પડે છે. ઇસમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાનભંડમત્ત નિકખેવણા સમિતિ અને પારિકા પનિકા સમિતિ એમ પાંચ સમિતિ જાણવી. સારી એટલે ઉપયોગ પૂર્વકની ચેષ્ટા જેને વિષે રહેલી હોય તે સમિતિ જાણવી. મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયપ્તિ એ ત્રણ ગુપ્તિઓ કહી છે. અહીં મન વચન અને કાયાના અશુભ યેગને રોકવારૂપ અને શુભ યોગને પ્રવર્તાવવા રૂપ ગુપ્તિ જાણવી. આ જે આઠ ભેદે એજ અષ્ટ પ્રવચન માતા કહેવાય છે. કારણ કે જેમ માતા બાલકનું રક્ષણ વગેરે કરે છે તેમ આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓ ચારિત્રનું સારી રીતે પાલન વગેરે કરવામાં મદદ કરે છે. વળી હે પુત્ર ! દક્ષામાં એક માસની પ્રતિમા વગેરે બાર પ્રતિમાઓ વહન કરવાની હોય છે. તે ઉપરાંત દ્રવ્યાદિના એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાલથી અને ભાવથી અભિગ્રહ કરવાના હોય છે. અત્યાર સુધી પલંગમાં સૂતેલા એવા તારે જીવન પર્યત ભૂમિ ઉપર સૂઈ રહેવું પડશે. અને દીક્ષામાં સ્નાન કરાય નહી, તેમજ આ મસ્તકાદિના વાળને લોચ કરવાનું હોય છે. તથા એક ગામથી બીજે ગામ પગે ચાલીને વિહાર કરવાને હેય છે. વળી દીક્ષામાં શરીરને ઘરેણાં વગેરેથી ભાવવાને ત્યાગ કરવાનું છે એટલે શરીરે કઈ પ્રકારનું વિલેપન કરાતું નથી. અને ગુરૂકુલવાસ એટલે ગુરૂની સાથે તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાનું હોય છે. વળી દીક્ષામાં ટાઢ, તડકે વગેરે પરીષહે તથા અનેક પ્રકારના ઉપસર્ગો સહન કરવાના હોય છે. ૨૯
સામ્ય ભાવે સહન તિમ શીલાંગ રથ સંધારણ,
- ઈત્યાદિ નિયમે જિમ ચણાનું ચાવવું છે લેહના; સાગર તરણુ બે હાથથી અસિધાર પર જિમ ચાલવું,
અગ્નિ જ્વાળા પાન કરવું ત્રાજવે ગિરિ તળવું.
૩૦
સ્પષ્ટાથે-તથા હે પુત્ર! ચારિત્રમાં જે દુઃખ સહન કરવાનાં છે તે સમતા ભાવે એટલે ક્રોધાદિક કર્યા સિવાય સહન કરવાં જોઈએ. વળી અઢાર હજાર શીલાંગ રથને સારી રીતે ધારણ કરવાનાં હોય છે. વગેરે બીજાં પણ અનેક જાતના નિયમ પાળવાના હોય છે. માટે આ ચારિત્રનું પાલન કરવું તે લોઢાના ચણા ચાવવા જેવું અતિ મુશ્કેલ છે. જેમ બે હાથથી સમુદ્ર તરી જવાનું કામ ઘણું મુશ્કેલ છે તેમ આ ચારિત્રનું પાલન પણ ઘણું મુશ્કેલ છે. વળી આ ચારિત્ર પાલન ઘણું મુશ્કેલ છે તે બાબતમાં દષ્ટાંતો જણાવતાં કહે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org