________________
૧૮
શનાચિંતામણિ ભાગ પાંચમ ]
ઈમ વિચારી તેમની પાસે કુંવર ઝટ આવતા,
| ઉલ્લાસથી કર સીસ નામી પૂજ્ય ગુરૂને વંદતા. સ્પષ્ટાથ–પહેલાં કહ્યા પ્રમાણે કામદેવને છત મુશ્કેલ છે છતાં પણ આવા દુર્જય કામદેવને જીતનારા સૂરિ મહારાજને આજે મેં મારા પ્રબલ પુણ્યના ઉદયથી જોયા. આ આચાર્ય મહારાજ માતા પિતાની પેઠે હિતહેતુ એટલે કલ્યાણના કારણ છે એમાં કાંઈ ખોટું નથી અથવા આ વાત તદ્દન સાચી છે. આ પ્રમાણે વિચાર કરીને શ્રી પુરૂષસિંહ રાજકુમાર જલદી ગુરૂની પાસે આવ્યા. અને તેમણે અતિ હસપૂર્વક પિતાના મસ્તકને તથા હાથને નમાવીને ગુરૂ મહારાજને વંદન કર્યું. ૧૮ ગુરૂએ આપેલા ધર્મલાભનું ખરું રહસ્ય જણાવે છે – ધર્મલાભાશીર્વચનથી કુંવર આનંદિત બને,
કલ્યાણ અંકુર મેઘ જે ધર્મલાભ વિચારીએ જિન ધર્મ સાચો તેહ પામી શિવ લહે તસ તત્ત્વ એ,
લાભ અર્કાદિકત તે સત્ય લાભ ન જાણુએ. ૧૯ સ્પષ્ટાથ–રાજકુમારે ગુરૂને વંદન કર્યું ત્યારે આચાર્ય મહારાજે કુમારને ધર્મલાભ રૂપી આશીર્વાદનાં વચન કહ્યાં. તેથી કુમારને ઘણે આનંદ થશે. કારણ કે આ ધર્મલાભ રૂપી આશીર્વાદ જીવને પોતાના કલ્યાણ અથવા કુશળરૂપી અંકુરાને અંકુરિત કરવામાં મેઘ (વરસાદ) જેવું છે. જેમ મેઘના પાણીથી વનસ્પતિનું બીજ અંકુરિત થાય છે તેમ આ ધર્મલાભ રૂપી મેઘના પાણીથી જીવનું કલ્યાણ થાય છે. ગુરૂના ધર્મલાભના વચનથી સમજવાનું એ કે તમે શ્રીજિનધર્મને પામીને અને તેની ઉલ્લાસથી આરાધના કરીને મોક્ષના શાશ્વતા સાચા સુખને પામો, આ ધર્મલાભનું એ રહસ્ય જાણવું. આથી સમજાય છે કે ધર્મને જે લાભ તેજ ખરે લાભ છે, કારણ કે અર્થાદિકનો એટલે ધન ધાન્ય વગેરેને જે લાભ (મળવું) તેનાથી આત્માનું કલ્યાણ થતું નથી. પરંતુ શ્રીજિનધર્મને આરાધવાથી જ આત્માનું કલ્યાણ થાય છે, માટે તેજ (શ્રી જિનધર્મને લાભ, એજ) સાચે લાભ કહેવાય. ૧૯, ગુરૂને વાંદીને કુમાર મુનિરાજને સંસાર સમુદ્રને તરવાનું કારણ કેમાં પૂછે છે – કુંવર નંદી બેલતા મુનિરાજ ! નવયૌવન છતાં,
આશ્ચર્ય એ જે આપ દુષ્કર ચરણને આરાધતા; ભગ તૃષ્ણ પરિહરી માઠાં વિપાકે તેહના,
નિઃસાર ભવ જાણે છતાં ત્યાગી વિરલ છે તેહના. ૨૦ સ્પષ્ટા–ત્યાર પછી રાજકુમાર પુરૂષસિંહે ગુરૂને વંદન કરીને પૂછ્યું કે હે મુનિરાજ! આપ ભરજુવાન છે તે છતાં ભગતૃષ્ણાને છેડીને આ દુષ્કર ચારિત્રનું ઉલાસથી
૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org