________________
શ્રી વિજયપધરિકતજાણીને કુલદેવી રાજા ઉપર પ્રસન્ન થઈ. તેથી દેવીએ પ્રગટ થઈને રાજાને કહ્યું કે હે રાજા તમે વરદાન માગે. તે વખતે રાજાએ નમસ્કાર કરીને દેવીને કહ્યું કે મને એક ઉત્તમ પુત્ર આપે. આ સાંભળીને દેવી ઉત્તમ પુત્ર થવાનું વરદાન આપી અદશ્ય થઈ ગઈ. ૧૦
કુલદેવીએ આપેલું પુત્ર લાભનું વરદાન જાણીને રાણીને પ્રકટ થયેલ હર્ષાદિની બીના જણાવે છે –
નૃપ કને રાણી સુણી આ વાત બહુ રાજી થતા,
બીજે દિને તસ કુક્ષિમાં વર સુર ચવીને ઉપજતા; કેસરીસિંહ સ્વન દેખી નાથને ફલ પૂછતા,
હશે તનેય બલવંત તારે” એમ તેહ જણાવતા. ૧૧ સ્પષ્ટાર્થી–ત્યાર પછી સંૉષ અને હર્ષને પામેલા રાજાએ રાણી પાસે આવીને આ વાત જણાવી. તેથી રાણી ઘણો હર્ષ પામી. અને બીજે જ દિવસે તે સુદર્શના રાણીની કુખને વિષે કોઈ ઉત્તમ દેવ દેવલોકમાંથી અવીને ઉત્પન્ન થયો. તે વખતે રાણીએ મને વિષે પિતાના મુખમાં પ્રવેશ કરતા કેસરીસિંહને જે. આવા વમને જોઈને જાગ્રત થએલી (જાગેલા) રાણીએ રાજાને આ સ્વમનું ફલ પૂછ્યું. તે વખતે રાજાએ જણાવ્યું કે આ સ્વમ એમ જણાવે છે કે તારી કૃખને વિષે મહા બળવાળો પુત્ર ઉત્પન્ન થયેલા છે. ૧૧ બે શ્લેકમાં ઉત્તમ ગર્ભથી થતા ઉત્તમ દેહલાઓ વગેરે બીના જણાવે છે – રાણી સુણી રાજી થતા રજની વીતાવે જાગતા,
ગર્ભ વધતા તેમને વર દેહલાઓ ઉપજતા અભય આપું સર્વને નગરે અમારી ઘોષણા,
જિનમંદિરે ઉત્સવ કરાવું એવી મુજ ભાવના. ૧૨ સ્પષ્ટાર્થ –રાજાએ કહેલી આ વાત સાંભળીને રાણી સુદર્શન ઘણે હર્ષ પામી. ત્યાર પછી રાણીએ બાકીની રાત જાગીને પસાર કરી. કારણ કે સારૂં સ્વમ આવ્યા પછી જો ઉંઘી જાય તો તે સારા સ્વમનું ફળ મળે નહિ. અનુક્રમે રાણીની કુક્ષીને વિષે ગર્ભ વધવા લાગે. તે વખતે રાણીને જે ઉત્તમ દેહલાઓ થવા લાગ્યા. તે આ પ્રમાણે-હું સર્વ જીને અભયદાન આપું અને આખા નગરની અંદર અમારી એટલે કેઈ પણ જીવને મારે નહિ એવી ઘોષણા કરાવું. (ઢોલ વગડાવીને પ્રજાને જાહેર કરાવું) તથા જિન મંદિરમાં એટલે દેરાસરમાં મોટા ઉત્સવ કરાવું એવી એવી શુભ ભાવનારૂપ દેહલાએ રાણીને થવા લાગ્યા. ૧૨
ગર્ભ ઉત્તમ હોય તે ઉત્તમ પ્રકટતા દેહલા
સ્વપ્નાર્થને વરદાનને સાચા ઠરાવ દેહલા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org