________________
દેશનાચિંતામણિ ભાગ પાંચમ ] બીજા મહેન્સ શા કામના ? આવા વિચારથી આ સુદર્શન રાણીના હૃદયમાં ઘણો શેક થયો. શેકાતુર થએલી અને તેજ કારણથી કરમાએલા (ઉદાસીન) મુખવાળી તે સુદર્શના રાણીએ પોતાના મહેલમાં આવીને પોતાની સખીઓ વગેરેને વિસર્જન કર્યા એટલે સ્વસ્થાને જવા રજા આપી. પછી તેમના ગયા બાદ તે રાણી જળ વિનાની માછલીની જેમ પથારીમાં પડીને આળોટવા લાગી. તેમજ પુત્ર નહિ હવાના દુખને લીધે ઘણા નસાસા નાખવા લાગી. ૮
હિમ પીડિત પદ્મિની જિમ પ્લાન તે ના બેલતી,
- ખાતી ને કંઈ શૃંગાર તજતી ન્યતા ધરતી હતી; પરિવાર વચને ભૂપ જાણી તાસ મહેલે આવતા,
પ્રનેત્તરેથી અંતમાં સુત હેતુને અવધારતા. બાથ –હીમ (ઠાર) પડવાથી કરમાલી કમલિની જેમ નિસ્તેજ (કાળી) જણાય છે તેવી રીતે પુત્ર નહિ હોવાથી થએલા શોકને લીધે કરમાઈ ગએલા મુખવાળી તે સુદર્શના રાણી કાંઈ પણ બોલતી નથી, ને ખાતી પણ નથી. તથા પહેરેલાં શણગારેને (ઘરેણાને) ત્યાગ કરે છે અને મૂઢની પેઠે બેભાન બની જાય છે. જ્યારે વિજયસેન રાજાએ દાસી વગેરે પરિવારના કહેવાથી સુદર્શના રાણીના આવા સમાચાર જાણ્યા, ત્યારે તે રાજા રાણીના મહેલમાં આવ્યા, ને ત્યાં તેમણે રાણીને અનેક રીતે સમજાવીને પૂછયું કે શું તને કેઈએ ખરાબ વચને કહ્યાં છે? કે શું કેઈએ તારી આજ્ઞા માની નથી? વગેરે પ્રશ્નો પૂછીને છેવટે રાજાએ રાણીના કહેવાથી જાણ્યું કે પિતાને પુત્ર નહિ હોવાથી રાણી આ પ્રમાણે શેકાતુર થએલ છે. ૯ વિજયસેન રાજાએ રાણીને આપેલ આશ્વાસન આદિની બીને જણાવે છે– કાર્યસિદ્ધિ દેવથી હે દેવિ ! નિશ્ચય જાણજે,
તેહની આરાધનાથી ઈષ્ટ સિદ્ધિ માનજે, એમ નૃપ આશ્વાસતા કુલદેવીને આરાધતા,
પુત્રનું વરદાન આપી દેવી અંતહિંત થતા. ૧૦ સ્પષ્ટાથે-તે વખતે રાણીને સમજાવતાં રાજાએ કહ્યું કે પુત્ર થ કે ન થવે તે ભાગ્યાધીન છે છતાં પણ હે દેવી! દેવની સેવાથી તેમની પ્રસન્નતાથી કાર્યની સિદ્ધિ થાય છે એ તમે નક્કી જાણજે. કારણ કે દેવની ભાવપૂર્વક આરાધના કરવાથી પિતાના મને વાંછિત કાર્યની સિદ્ધિ અવશ્ય થાય છે. આવી રીતે રાણીને આશ્વાસન આપ્યું. ત્યાર પછી રાજાએ પુત્રની પ્રાપ્તિ માટે પોતાની કુલદેવીની આરાધના કરી. આહાર પાણીને ત્યાગ કરીને રાજા કુલદેવીના ધ્યાનમાં રહ્યો. રાજાને ૬ ઉપવાસ થયા. તે વખતે રાજાની દઢતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org