________________
દેશનાચિંતામણિ ભાગ પાંચમે ]
સ્પષ્ટાર્થ –અભુત બાહુબલથી શોભાયમાન આ વિજયસેન અતિઅલીરાજાને સૈન્ય તે ફક્ત રાજ્યની શોભા માટે જ હતું. પરંતુ યુદ્ધ કરવાને માટે નહેતું. કારણ કે આ રાજાની ધર્મમાં ઘણી બુદ્ધિ હતી. યુદ્ધ મનુષ્યોના નાશ માટે થાય છે માટે આ રાજા યુદ્ધને ચાહતો નહોતો. છતાં પ્રજાના રક્ષણ માટે સૈન્ય ઉપયોગી હોવાથી આ રાજાએ સિન્ય રાખ્યું હતું. આ વિજયસેન રાજાને સારા શીયલ આદિ ગુણોથી શોભાયમાન અને જેનું દર્શન (જેવું) મહા મંગલકારી છે, તથા સારા સમ્યગ્દર્શન ગુણને ધારણ કરનારી સુદર્શના નામે રાણી હતી. તે સુદર્શના રાણીએ એક વખત નગરના લોકોને ઉદ્યાન (બગીચા) તરફ જતા જોયા. ૩.
સુદર્શના નામે રાણી ઉદ્યાનમાં જતી આઠ નારીથી સેવા કરતી સ્ત્રીને જુવે છે તેનું સ્વરૂપ બે કલેકેમાં જણાવે છે – હાથિણી પર બેસતી ઉદ્યાનમાં તે ઠાઠથી,
આવતી જતી અચાનક ભવ્ય આઠે નારથી; પરિવરેલી નારને પૂછાવતી નાજર કને,
પછી વિનયથી તેહ રાણીને કહે વૃત્તાંતને. સ્પષ્ટા–રાણીએ બગીચા તરફ જતા નગરના લેકેને જેવાથી તેનું કારણ દાસી મારફત પૂછાવતાં જાણ્યું કે લોકે આજે ઉત્સવનો દિવસ હોવાથી ઉદ્યાનમાં જાય છે. આ જાણીને સુદર્શના રાણી પણ હાથિણી ઉપર બેસીને મોટા ઠાઠમાઠથી ઉદ્યાનમાં આવી પહોંચી. તે વખતે રાણીએ અચાનક એક સુંદર સ્ત્રીને જોઈ. તે સ્ત્રીની આઠ સ્ત્રીઓ સેવા કરી રહેલી હતી. તે આઠે સ્ત્રીઓએ સુંદર વસ્ત્રાભૂષણે ધારણ કરેલા હતા. આ પ્રમાણે સેવા કરાતી તે સ્ત્રીને જોઈને રાણીને તે સ્ત્રી કેણ છે? વગેરે બીનાને જાણવાની તીવ્ર ઈચ્છા થઈ. તેથી રાણીએ પોતાના એક નાજર એટલે હજૂરી આની મારફત તેને હકીક્ત પૂછાવી. તેથી તે હજુરીઆએ પણ ત્યાં જઈને વિનયપૂર્વક તે સ્ત્રીની હકીક્ત પૂછીને રાણી પાસે આવીને તેની હકીકત આ પ્રમાણે કહી. ૪
અહીનાં પ્રતિષ્ઠિત શેઠ નંદીષેણની પત્ની ભલી,
નામ તાસ સુલક્ષણા બે પુત્રની માતા વળી, પ્રત્યેકને સ્ત્રી ચાર ગણતા આઠ બંનેની થતી,
ભક્તિ કરવા સાસુની તે સર્વે અહીંયા આવતી... સ્પષ્ટાર્થ –આજ નગરમાં નંદીષેણ નામના એક પ્રસિદ્ધ શેઠ રહે છે, તે શેઠની આ સુલક્ષણ નામની સુંદર ગુણવંતી પત્ની છે. તે સુલક્ષણા બે પુત્રની માતા છે. તે બંને પુત્રોમાંના દરેકને ચાર ચાર પત્નીઓ છે. એટલે આ સુલક્ષણને કુલ આઠ પુત્રવ(વધુ) છે. તે સઘળી વહુઓ પોતાની સાસુની દાસીની પેઠે હંમેશાં સેવા કરે છે. તે
૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org