SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ [ શ્રી વિજ્યપાલરિકૃતસ્પદાર્થ:---પૂજ્ય પ્રભુ શ્રી અભિનંદન સ્વામી જિનરાજ કેવલીપણે કેટલો કાલ વિચર્યા તે જણાવતાં કહે છે કે એક લાખ માંથી આઠ પૂર્વાગ તથા અઢાર વર્ષો (૧૪૩) બાદ કરતાં બાકીને જે કાલ રહે, તેટલા કાલ સુધી પ્રભુદેવ-કેવલીપણે પૃથ્વી ઉપર વિચર્યા હતા, અને અનેક ભવ્ય અને પ્રતિબોધ પમાડીને તેમને મોક્ષના માર્ગમાં જોડયા હતા, તથા ઘણાં ભવ્ય જીવોને આ સંસાર સમુદ્રનો-પાર પમાડયો હતો. અંતે જ્યારે શ્રી અભિનંદનવામીએ પિતાને નિર્વાણ કાલ એટલે મોક્ષે જવાનો સમય નજીક આવ્યું છે એવું જાણ્યું. ૧૧૬ સમેતશિખરે જ સહસમુનિ ગણ ૪૫ સાથે માસિક અનશને, ચતુથરક પશ્ચિમાર્થે ૪૭ કાય ઉત્સર્ગીસને૪૮; વૈશાખ સુદની આઠમે ૪૯ પૂર્વહન ૫૦ કર્કટ૧૫૧ પુષ્યમાં પર, મેક્ષ પામ્યા હાલતા નિજગુણરમણતાનંદમાં. ૧૧૭ સ્પષ્ટાથે–ત્યારે આ શ્રી ચોથા તીથકર શ્રી પ્રભુ અભિનંદન સ્વામી-શ્રી સમેતશિખર (૧૪૪) તીર્થને વિષે પધાર્યા. તે વખતે તેમની સાથે એક હજાર મુનિરાજે (૧૫) પણ આવ્યા હતા. આ પવિત્ર તીર્થની ઉપર પ્રભુએ એક મહિનાનું (૧૪૬) અનશન કર્યું. તે વખતે ચોથા આરાને પશ્ચિમાર્યું એટલે પાછળનો અર્ધો ભાગ (૧૪૭) ચાલો હતો. અહીં કાઉસગ્ગ દયાનમાં (૧૪૮) રહેલા પ્રભુશ્રી અભિનંદન સ્વામી વૈશાખ મહિનાની સુદ આઠમે (૧૪૯) પૂર્વાહૂને (૧૫૦) એટલે તે દિવસના અર્ધા ભાગમાં કર્કટ રાશિ (૧૫૧) તથા પુષ્ય નક્ષત્રના (૧૫૨) ચંદ્રગમાં આ પ્રભુશ્રી અભિનંદન સ્વામી નિર્વાણપદને પામ્યા, ૧૧૭ ઈન્દ્રાદિક પ્રભુના મોક્ષ કલ્યાણક મહત્સવ કરે છે – ૧૫૩અવગાહના ઊણી ત્રિભાગે અગ્નિ સંસ્કારાદિને, ઇંદ્રાદિ કરતા પૂર્વ પેરે લઈ જતા દંતાદિને નંદીશ્વરે અષ્ટાહિનોત્સવ પૂર્ણ ઉત્સાહે કરી, કરતા જતા નિજહાણ સર્વે સાચવી આ તક ખરી. પટ્ટાથે–આ રીતે સિદ્ધ થયેલા આ પ્રભુશ્રી અભિનંદન સ્વામીની અવગાહના (૧૫૩) પોતાના સ્વશરીરના ત્રીજા ભાગે ઓછી થઈ ગઈ હતી. આ પાંચમાં નિર્વાણુકલ્યાશુકના અવસરે ઈન્દ્ર વગેરે દેવોએ શી અભિનંદન સ્વામીનું નિર્વાણ જાણીને ત્યાં આવીને પ્રભુ વગેરેના શરીરની અગ્નિસંસ્કાર વગેરે કિયા કરી. પૂર્વે શ્રી સંભવનાથની કરેલી અન્ય ક્રિયાની પેઠે સર્વ ક્રિયા કરીને પ્રભુના દાંત, અસ્થિ વગેરે લઈને સર્વે ઇંદ્ર વગેરે ૧૧૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy