SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વિજયપધસૂરિકૃતઅજિતાદિ ષટ લખ તીસ ૧૧ સહસ સાથ્વી તથા 11કેવલિજિના, સહસ ચૌદ તિમ નવસહસ ને આઠ ૧૧૨અવધિજિના. ૧૧૧ સ્પષ્ટાર્થ –હવે ઘાતિ કર્મોને ક્ષય કરી કેવલજ્ઞાન તથા કેવલદર્શન પામેલા પ્રભુ શ્રી અભિનંદન સ્વામી અનેક ગામ તથા નગર વગેરેમાં વિહાર કરતા હતા અને અનેક જીને પ્રતિબંધ કરતા હતા. તથા આ પ્રભુ દેવના હાથે દીક્ષા પામેલા ત્રણ લાખ સાધુઓ (૧૦૮) ભગવાનના પરિવારમાં હતા. તેમજ અજિતા (૧૦૯) વગેરે છ લાખ અને ત્રીસ હજાર (૧૦) સાધ્વીઓને પરિવાર હતું તથા કેવલી જિન એટલે ચૌદ હજાર સામાન્ય કેવળજ્ઞાનીઓ (૧૧૧) હતા. તથા અવધિજિના એટલે અવધિજ્ઞાનીઓની સંખ્યા (૧૧૨) નવ હજારને આઠસોની હતી. ૧૧૧. - ચૌદ પૂવ૧૧૩ ઈગ સહસ તિમ પાંચસો નિત વંદીએ, મણુપજવી૧૧૪ અગિયાર સહસ છસે પચાશ ન ભૂલીએ; ઓગણીશ હજાર કિયા ૧૫ લબ્ધિધર મુનિ જાણીએ, વાદલબ્ધિધરા શ્રમણ વર ચૌદ સહસે માનીએ. ૧૧૨ સ્પષ્ટાઈ–વળી ચૌદ પૂર્વના જ્ઞાનવાળા જે ચૌદ પૂવીઓની એક હજાર ને પાંચસેની (૧૧૩) સંખ્યા હતી. હે ભવ્ય ! તમે તેમને હંમેશાં વંદન કરજે. અને ચોથા મનપર્યવજ્ઞાનીઓની સંખ્યા (૧૧૪) અગિઆર હજાર છસે ને પચાસની (૧૧૪) હતી તે ભૂલવું નહિં. તથા વૈક્રિય લબ્ધિવાળા મુનિઓની સંખ્યા ઓગણીસ હજારની (૧૧૫) હતી. તેમજ વાદલબ્ધિધરા એટલે બીજા મતવાળા પંડિતેની સાથે વાદ કરવામાં નિપુણ વાદિ મુનિવરોની સંખ્યા ચૌદ હજારની (૧૬) જાણવી. ૧૧૨ આ શ્રાવકt૧૭ શ્રાવિકા૧૧૮ અભિધાન અવિદિત જાણીએ બે લાખ અડ્યાશી હજાર શ્રાવકો ૧૯ સંભારીએ શ્રાવિકા૧૨૦ પંચ લાખ સત્યાવીશ સહસ ના ભૂલીએ, દુલખની બત્રીશ સહસ નવસે ચોત્રીસ મુનિર સામાન્ય એ ૧૧૩ - સ્પષ્ટાર્થ –તથા આ પ્રભુ દેવના પ્રથમ શ્રાવક (૧૧ ૭) તથા પ્રથમ શ્રાવિકાના (૧૧૮) નામ સપ્તતિશતસ્થાનકાદિમાં કહ્યા નથી એમ જાણવું. તેમજ શ્રાવકેની કુલ સંખ્યા (૧૧) બે લાખ ને અડ્યાસી હજારની હતી અને શ્રાવિકાઓની સંખ્યા (૧૨) પાંચ લાખ ને સત્યાવીસ હજારની જાણવી. તથા કેઈ પણ જાતની લબ્ધિ વિનાના સામાન્ય સાધુઓની સંખ્યા બે લાખ બત્રીસ હજાર નવસો ને ચોત્રીસ (૧૨૧) જાણવી. પ્રભુ શ્રી અભિનંદન સ્વામીના કુલ સાધુઓની સંખ્યા ત્રણ લાખની કહી છે. તેમાંથી ઉપર જણાવેલા સામાન્ય કેવલી, ચૌદ પૂવ, વૈક્રિયલબ્ધિવાળા, વગેરે બાદ કરીએ ત્યારે બાકી રહેલી સામાન્ય સાધુઓની સંખ્યા જાણવી. ૧૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy