________________
૪
[ શ્રી વિજયપદ્મસુરિકૃત
સખીના નાથ ! સાંભળે!, આ નગરમાં ચાતરફથી અગ્નિ લાગ્યા હતા, તે વખતે શયને લીધે તમારી મૂર્તિને ઝાલીને તે બેસી રહી હતી. તેમાં તેનુ શરીર ખળીને ભસ્મ થઈ ગયું, એટલે તેના પ્રાણ છૂટયા; પણ તમારી મૂર્ત્તિને વળગેલા તેના પાણિ એટલે હાથ છુટયા નહીં, ” આ પ્રમાણે સખીની વાણી સાંભળતાંજ તે વણિકના પ્રાણુ ચાલ્યા ગયા.
અહીં કોઈને શંકા થાય કે રાગ અને સ્નેહમાં શે। તફાવત છે? તે તેના જવાબ એ છે કે રૂપાદિક જોવાથી જે પ્રીતિ ઉત્પન્ન થાય તે રાગ; અને સામાન્ય રીતે આ પુત્રાદિક ઉપર જે પ્રીતિ થાય તે રનેહ કહેવાય છે.
આ પ્રમાણે ત્રણ પ્રકારના અધ્યવસાયથી આયુષ્યના ક્ષય થાય છે (૧). નિમિત્તથી એટલે દંડ, શસ્ત્ર, રજજુ, અગ્નિ, જળમાં પતન, મૂત્ર તથા પુરીષના રાધ અને વિષનું ભક્ષણ વગેરે કારણેાથી પણ આયુષ્યના ક્ષય થાય છે (ર). આહારથી એટલે ઘણુ' ખાવાથી, થોડું ખાવાથી અથવા બિલકુલ આહાર નહી કરવાથી આયુષ્યને ક્ષય થાય છે. સંપ્રતિ રાજાના પૂર્વ ભવના જીવ દ્રમક કે જે સાધુ થયા હતા તે દીક્ષાનેજ દિવસે અતિ આહારથી મૃત્યુ પામ્યા હતા (૩). વેદનાથી એટલે શૂળ વગેરેથી તથા નેત્રાદિકના વ્યાધિથી આયુષ્યના ક્ષય થાય છે (૪). પરાધાતથી એટલે ભીંત વગેરે પડવાથી અથવા વીજળી પડવાથી આયુષ્યના ક્ષય થાય છે (૫). સ્પર્શથી એટલે ત્વક્ વિષાદિના સંબંધથી (વિષકન્યાદિને અડકવાથી ) તથા સર્પ વિગેરેના સ્પર્શથી (વંશથી) આયુષ્યના ક્ષય થાય છે. બ્રહ્મદત્ત ચકીના મૃત્યુ પછી તેના પુત્રે ચક્રીના સ્ત્રીરત્નને કહ્યું કે “ મારી સાથે ભાગવલાસ કર. '' ત્યારે રત્ને કહ્યું કે “ હે વત્સ ! મારા સ્પર્શે તું સહન કરી શકીશ નહી. તે વાત તેણે સાચી માની નહી. ત્યારે તે સ્ત્રીને એક ઘેાડાને તેના પૃષ્ટથી કટી સુધી સ્પર્શ કર્યો, એટલે તરતજ તે ઘેાડા સ વીના ક્ષયથી તત્કાળ મૃત્યુ પામ્યા. એજ પ્રમાણે એક લેાઢાના પુરુષને સ્પર્શ કર્યો તે તે પણ લય પામી ગયા (ગળી ગયા) (f). શ્વાસેાશ્વાસથી એટલે દમ વગેરેના વ્યાધિને લીધે ઘણા શ્વાસેાશ્વાસ લેવાથી અથવા શ્વાસ રુંધાવાથી આયુષ્યના ક્ષય થાય છે (છ). આ સાત પ્રકારના ઉપક્રમે સાપક્રમી આયુષ્યવાળાને લાગે છે.
"
ત્રેસઠ શલાકા પુરુષ વિગેરે ઉત્તમ પુરુષા, ચરમ દેહધારી, અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ( જીગલીયા) મનુષ્ય અને તિર્યંચા, દેવતાઓ તથા નારકી જીવા નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે. તે સિવાય ખીજા સર્વ જીવા સાપક્રમ અને નિરુપક્રમ એવા બન્ને પ્રકારના આયુષ્યવાળા હોય છે. અંહી' કેાઈને શંકા થાય કે “ સ્કન્દકાચાર્યના પાંચસે શિષ્યા તથા અણુિં કાપુત્ર આચાર્ય, ઝાંઝરિયા મુનિ વિગેરે મુનિએચરમશરીરી હાવાથી નિરુપક્રમ આયુષ્યવાળા હેાવા જોઈએ, છતાં તેએ ઉપક્રમથી કેમ મૃત્યુ પામ્યા ? ” તેના ઉત્તર એ છે કે “ તે મુનિએને જે જે ઉપક્રમેા થયા તે માત્ર તેમને કષ્ટને અર્થે સમજવા; પણ તે ઉપક્રમે આયુષ્યના ક્ષયમાં કારણભૂત થયા નથી. તે વખતે જ તેમનું આયુષ્ય તે પૂર્ણ જ થયું હતું, માટે તેમને નિરુપક્રમ આયુષ્યવાળા જ જાણવા.
::
""
૧ તેજ ભવમાં માક્ષે જવાવાળા હાવાથી છેલ્લાજ શરીરવાળા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org