________________
દેશનાચિંતામણિ ]
હે જીવ કર તે સધ કેરી ભકિત ભાવ વિમલ ધરી, સત્કાર ને સન્માન હાંશે સમય નાવે ફરી ફરી.
૧૨
સ્પષ્ટા :—જે સંઘની આરાધના એટલે સેવા ભક્તિ કરીને ગુણવાન માણસો પેાતાનું કલ્યાણ સાધે છે. અથવા આત્મહિત કરે છે. વળી જે સંઘને આ જગતમાં સૌથી માટો મહિમા કહેલા છે, કારણ કે તેમાં ઘણા નિલ ગુણેા રહેલા છે. વિપુલવાહન રાજા પેાતાને સખાધીને કહે છે કે હે જીવ! આવા સ'ઘની ભકિત નિર્મળ ભાવપૂર્વક તું કર. કારણ કે આ સંધની ભક્તિ કરવાથી સત્કાર તેમજ સન્માન મળે છે. તેમજ સંઘ ભક્તિ કરવાના આવા અવસર ફ્રી ફ્રીને મળતા નથી માટે આ પ્રસ ંગે સંઘની ભક્તિ શુદ્ધ ભાવપૂર્વક કરી લે. ૧૨.
આ સધ ક્રીડા ધર સરીખા ગુણ સમૂહ તણા કલી, કલ્યાણમાં રૂચિવત સેવે જેડ તેને રીત ભલી; તેહની સામે જ આવે સકલ સ ંપત્તિ મલી,
પ્રીત્તિ ભેટે તેહને તિમ સેવતી પ્રીતિ વલી.
૧૩
સ્પષ્ટા :—વળી સંઘના વિશેષ ગુણ્ણાનુ વર્ણન કરતાં જણાવે છે કે આ સંઘ ગુણાના સમૂહને કીડા કરવાને માટે ક્રીડાઘર સમાન છે, એવું જાણીને પાતાનુ કલ્યાણ કરવાની ઇચ્છાવાળા જે ભવ્ય જીવા તેને સારી રીતે સેવે છે એટલે સંધની ઉત્તમ પ્રકારે ભક્તિ કરે છે, તેમની પાસે સઘળી સંપત્તિએ એકઠી થઇને આવે છે અથવા તેમને દરેક પ્રકારની સંપત્તિએ મળે છે. વળી તેમને કીર્તિ ભેટે છે. એટલે જગતમાં તેમને જશ પ્રાપ્ત થાય છે, તેમજ વળી પ્રીતિ તેમની સેવા કરે છે અથવા જગતના લોકોને તેમના તરફ્ સ્નેહ ભાવ પ્રગટ થાય છે. ૧૩.
વર બુદ્ધિ ઉત્સુકતા ધરી કરે યત્ન તેને પામવા, ચાહેજ વાર ંવાર લક્ષ્મી સ્વર્ગ કેરી ભેટવા; જોવેજ વારંવાર નેહે મુકિત રમણી તેહને,
રોમાંચ થાય વિકસ્વરા શ્રીસધ દેખીને મને.
૧૪
સ્પષ્ટા :સંઘની સેવા કરનારને બીજા કયા ગુણેા પ્રાપ્ત થાય છે? તે જણાવતાં કહે છે કે તે સંઘની સેવા કરનાર ભવ્ય જીવને વર બુદ્ધિ એટલે શ્રેષ્ઠ બુદ્ધિ આતુરતા પૂર્ણાંક પામવાને યત્ન કરે છે અથવા સંઘની સેવા કરનાર ભવ્ય જીવાને ઉત્તમ પ્રકારની બુદ્ધિ પ્રાપ્ત થાય છે. વળી સ્વની લક્ષ્મી તે ભાગ્યશાળી પુરૂષને પ્રાપ્ત કરવાને વારંવાર ચાહના રાખે છે એટલે તે સંઘની ભક્તિ કરનાર ભવ્યજીવાને દેવલેાકના સુખની પ્રાપ્તિ થાય છે. અને મુક્તિ રમણી એટલે મેક્ષ રૂપી સ્ત્રી સ્નેહ પૂર્વક તેના તરફ જુએ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org