________________
| શ્રી વિઠ્યપદસરિતપરંતુ જો તે ન બની શકે તો રત્નની ખાણ જેવા શ્રી સંઘનું એટલે સર્વ સાધુ સાધ્વી શ્રાવકે અને શ્રાવિકાઓનું રક્ષણ જરૂર કરવું જોઈએ. કારણ કે જે સંઘનું રક્ષણ થાય તે જ તીર્થ એટલે જિન શાસન ટકી શકે. તાત્પર્ય એ કે તીર્થને ટકાવનાર સંધ છે. ૮-૯
સંઘ રક્ષા શા માટે કરવી તે તથા સંઘનું સ્વરૂપ નવ ગાથામાં વિસ્તારથી જણાવે છે – જિમ ઠાણ રહણગિરિ રચણનું ગગન તારાઓ તણું,
વળી કલ્પવૃક્ષોનું સુરાલય જિમ સરવર કમલનું જલધિ જલનું તેજ કેરૂં ચંદ્ર જિમ સવિ ગુણતણે,
આધાર તિમ આ સંધ અવસર ભક્તિને રળિયામણા. ૧૦ સ્પાઈ–સંઘનું સ્વરૂપ જણાવતાં કહે છે કે જેમ રોહણાચલ રત્નોની ઉત્પત્તિનું સ્થાન છે અથવા રેહણાચલ વિના રત્નોની ઉત્પત્તિ સંભવતી નથી. અને જેમ તારાઓનું સ્થાન આકાશ છે. વળી જેમ સુરાલય એટલે દેવોના વિમાન વગેરે કઃપવૃક્ષોનાં સ્થાન છે. તેમજ કમલેનું સ્થાન જેમ સરોવર છે. અને સમુદ્ર જેમ પાણીનું સ્થાન છે. વળી જેમ તેજનું સ્થાનક (આશ્રય) ચંદ્ર છે. તેવી જ રીતે સઘળા ગુણોને આધાર આ સંઘ છે. એટલે સંઘમાં બધા જ્ઞાનાદિ ગુણ રહેલા છે. તેથી મને સંઘની ભક્તિ કરવાને આ સુંદર અવસર પ્રાપ્ત થયે છે માટે મારે સંઘના રક્ષણ માટે જરૂર ઉપાય કરવું જોઈએ. આ વિપુલવાહન રાજા વિચાર કરે છે. ૧૦. જે સંધ ભવ છોડાવનારી ચાહનાવાળી મતિ.
ધારણ કરી તત્પર રહે શિવ સાધવાને નિત અતિ નિર્મલપણાના ગુણ થકી બુધ તીર્થ બેલે જેહને,
જેના સરીખો અવર નહીં તીર્થેશ નમતાં જેહને. ૧૧ સ્પાઈ–વળી સંઘનું સ્વરૂપ જણાવતાં કહે છે કે જે સંઘ ભવ એટલે સંસારમાંથી ક્યારે છુટી શકાય એવી ઈચ્છાવાળી મતિને ધારણ કરે છે અને તેથી હંમેશાં મેક્ષ સાધવાને માટે ઘણે તત્પર રહે છે અથવા મોક્ષ મેળવવાને માટે હંમેશાં પ્રયત્ન કરે છે. વળી તે સંઘના નિર્મળ ગુણને લીધે બુધ એટલે પંડિત પુરૂષ જેને તીર્થ કહે છે. વળી તીર્થકરે પણ “નમે તિથ્થસ્સ’ એ પ્રમાણે બેલીને સંઘને નમસ્કાર કરે છે. માટે આ સંઘની સાથે સરખામણું કરી શકાય તે બીજો કેઈ ઉત્તમ પદાર્થ આ જગતમાં નથી. ૧૧. આરાધનાથી જેહની કલ્યાણ સાધે ગુણિજના,
ઉત્કૃષ્ટ મહિમા જેહને જેમાં રહે ગુણ નિર્મલા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org