________________
દેશનાચિંતામણિ ભાગ ચ ]
પાલન કરતા માતાને જ્યારે આઠ મહિના ને અઠ્ઠાવીસ દિવસ (૨૪) પૂરા થયા તે વખતે આ અવસર્પિણી કાલના ચોથા આરાના ઉત્તરાર્ધ (૨૫) એટલે પાછલના અર્ધા ભાગમાં મહા મહિનાની સુદ બીજની (૨૬) રાત્રીમાં અર્ધ રાત્રીના (૨૭) વખતે પુનર્વસુ નામના (૨૮) નક્ષત્રમાં મિથુન નામની રાશિને ચંદ્ર ગ (૨૯) વર્તતાં સિદ્ધાર્થી માતાએ પ્રભુને જન્મ આપે૨૪
અન્યત્ર મહિના નવ અને દિન સાડી સાત પ્રમાણ એ,
ગર્ભ કેરે કાલ ભાગે ઓવન જનું કલ્યાણકે નક્ષત્ર અભિજિત ઉચ્ચર્યું એ બેઉ સાચા માનીએ,
છદ્મસ્થ નિર્ણય ના કરે સર્વને અધિકાર એ. રપ સ્પષ્ટાર્થ–આ પ્રભુની ગર્ભ સ્થિતિની બાબતમાં બીજા ગ્રંથોમાં નવ મહિના અને સાડા સાત દિવસ કહ્યા છે. તેમજ પ્રભુના ચ્યવન કલ્યાણક વખતે અને જનુ એટલે જન્મ કલ્યાણક વખતે અભિજિત્ નામે નક્ષત્ર હતું એમ બીજા ગ્રંથમાં કહેલ છે. પરંતુ આપણે આ બંને વિચારેને સાચા માનવા. કારણ કે છદ્મસ્થ જી આ બે વચનમાં કયું વચન સાચું છે તેને નિર્ણય કરી શકતા નથી. એ તે સર્વજ્ઞ પ્રભુજ જાણી શકે છે. ૨૫. પ્રભુને જન્મ થયો ત્યારે ચોથા આરાને કેટલો કાલ બાકી રહ્યા હતા તે જણાવે છેપ્રભુ જન્મથી ચોથા અરકને શેષ૩૦ કાલ વિચાર આ,
વર્ષ બેતાલીસ સહસ ઊણ પચાસ લખ પૂરવ તથા દશ કોડ લખ સાગર કનક વણુ કુંવર અતિ દીપતા,
કપિ ચિહ્નર જન્મ પ્રભાવથી ત્રણ લેક પણ ઉદ્યોતતા. ૨૬ સ્પષ્ટાર્થ-જ્યારે પ્રભુને જન્મ થયો ત્યારે આ અવસર્પિણી કાલના ચોથા આરાને આ પ્રમાણે કાલ બાકી (શેષ કાલ) હતે. દશ કોડ લાખ સાગરોપમ તથા પચાસ લાખ પૂર્વમાં બેંતાલીસ હજાર વર્ષ ઓછાં હતાં. (૩૦)તથા પ્રભુના શરીરની કાંતિ સેના જેવી હતી. (૩૧) તથા પ્રભુની સાથળને વિષે કપિ એટલે વાંદરાનું ચિહ્ન (૩૨) અથવા લંછન હતું. અને આ પ્રભુ શ્રીઅભિનંદન સ્વામીના જન્મના પ્રભાવથી ત્રણે લોકમાં પ્રકાશ થ. ૨૬ દિશાકુમારીકાઓ સુતિકા કર્મ કરે છે તથા શક્રેન્દ્રનું આગમન જણાવે છે – નારો પણ સુખ લહે નિજ નિજ ૩ થેલેથી આવતી,
દિકકુમારી સૂતિ કમે અડ૪ કરતી હરખતી; શઠ આસન કંપથી પ્રભુ જન્મ જાણી સુરગણે,
આવે અહીં ભાવે નમે જિનરાજને પ્રભુ માતને. ર૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org