SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણિ ભાગ ચાથા ] વસુભૂતિ વૈરાગ્ય પામી ઘર તજી દઇને સાધુ થયા. કહ્યું છે કે—— અપસર સખે દૂરાદસ્માત્ કટાક્ષવષાનલાત, પ્રકૃતિવિષમાદ્યોષિત્સદ્વિલાસલસત્ફણાત્ । ઇતરફણિના દ: રાક્યચિકિત્સિતુમૌષધશ્રઢલવનિતાભાગિગ્રસ્ત ત્યજન્તિ હિ મંત્રિણ: ॥ ૧ ॥ અથ—“ હે મિત્ર ! જેમાં કટાક્ષરૂપી ઝેરી અગ્નિ રહેલે છે, અને જેને વિલાસરુપી ઉછળતી કૂણા છે, તથા જે સ્વભાવથીજ વિષમ ( ભયંકર દુઃખ દેન૨) છે એવા આ સ્ત્રી રુપી સર્પથી તું દૂર ખસી જા; કેમકે ખીજા લૌકિક સર્પથી ડસાયેલા માણસની ઔષધાદિકથી ચિકિત્સા કરી શકાય છે, પણ સ્ત્રીરુપી ચપળ સર્પથી ડખાયેલા જીવાને તા મંત્રીએ પણ છોડી દે છે, તેઓ પણ મંત્રાદિથી તેની ચિકિત્સા કરી શકતા નથી.’ આ પ્રમાણે સ્ત્રીના સંગ વિષમ જાણીને તે મહાત્મા વસુભૂતિ સર્વ થા સ્ત્રીસંગના ત્યાગ કરીને વિહાર કરવા લાગ્યા. તેની ભાભી પણ તેણે દીક્ષા લીધાના ખખર જાણીને રાગના ઉદયથી આત ધ્યાને મૃત્યુ પામી કોઈક ગામમાં કૂતરી થઈ. ત્યાં તે વસુભૂતિ મુનિને ગાચરી માટે ફરતા જોઈને પૂર્વ ભવના રાગના વશથી તે કૂતરી શરીરની છાયાની જેમ તે મુનિની સાથેજ ચાલવા-રહેવા લાગી. સર્વ કાળે અને સર્વ સ્થાને તે કૂતરીને સાથે રહેતી જોઇને લાકે તે મુનિને શુનીતિ (કૂતરીનો સ્વામી) કહેવા લાગ્યા. આવા લાકવાકયથી લજ્જા પામીને વસુતિ મુનિ કાઈ પ્રકારે તે કૂતરીની દૃષ્ટિને ભૂલાવી ત્યાંથી જતા રહ્યા. મુનિને નહી જોવાથી તે કૂતરી આર્ત્તધ્યાનથી મૃત્યુ પામી કેાઈ વનમાં વાનરી થઈ. ત્યાં પણ કોઈ વાર વસુભૂતિ મુનિને માર્ગોમાં વિચરતા જોઇને કૂતરીની જેમ તેમની પાછળ પડી ને સાથેજ ક્વા લાગી. તેવી રીતે જોઈને લેાકેા મુનિને વાનરીપતિ કહેવા લાગ્યા. જેમ જેમ લેાકેા મુનિને વાનરીપતિ કહેતા, તેમ તેમ તે વાનરી અત્યંત હર્ષ પામતી, અને હંમેશાં મુનિની પાસે વિષયની ચેષ્ટા કર્યા કરતી. આ સ જોઈને તે મુનિ વિચારતા કે “ અહા ! મારા કર્મની ગહન ગતિ છે !” પછી શ્રુનીની જેમ આ વાનરીને પણ કાઈ પ્રકારે ભૂલાવા ખવરાવીને મુનિ જતા રહ્યા, એટલે તે વાનરી પણ આર્ત્ત ધ્યાનથી મૃત્યુ પામીને કોઈ જળાશયમાં હુંસી થઈ. તે જળાશય પાસે તે મુનિ એકદા શીતપરિષહ સહન કરવા માટે પ્રતિમા ધારણ કરીને કાઉસગ્ગમાં ઉભા હતા, તેને જોઇને હંસી કામાતુર થઈ ગઈ, તેથી બે હાથવડે સ્ત્રીની જેમ પાણીથી ભીંજાયેલી ખન્ને પાંખાવડે તેણે મુનિને આલિંગન કર્યું, અને વારંવાર કહ્યુ સ્વરે અવ્યક્ત મધુર અને વિરહ વેદનાવાળી વાણી ખેલવા લાગી. પણ મુનિ તે શુભ ધ્યાનમાંજ મગ્ન રહ્યા અને પછી ત્યાંથી બીજા સ્થલે વિહાર કર્યો. મુનિને નહીં' જોવાથી તે હુંસી આર્ત્ત ધ્યાનવડે તેનુ જ ૧ સપના પક્ષમાં મંત્ર ાણુનાર્ અને સ્ત્રીના પક્ષમાં મહાબુદ્ધિશાલિ પ્રધાન વિગેરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org/
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy