SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ( શ્રી વિજ્યપધસૂરિકૃતહવે થે પ્રહરે જેક મુનિ પ્રમાર્જન કરવા નિમિત્તે ગયા. તેઓ પણ હાર જઈને “મહા ભય ઉત્પન્ન થયું” એમ બોલ્યા. અભયકુમારે પૂછતાં તે જેણક સાધુ પિતાનું પૂર્વ ચરિત્ર કહેવા લાગ્યા કે “અવન્તીનગરીમાં જેણુક નામને હું સાર્થવાહ હતા. મારી સ્ત્રી ઉપર હું અતિ વાગવાન હતે.” એક વખત મારી ભાર્યાએ મને કહ્યું કે “તમે મને મૃગપુચ્છ લાવી આપો.” મેં કહ્યું કે “હું ક્યાંથી લાવી આપું?” તે બેલી કે “રાજગૃહી નગરીના રાજાને ઘેર મૃગે છે, ત્યાંથી લાવી આપ.” પછી હું રાજગૃહી નગરીના ઉદ્યાનમાં ગયે, ત્યાં સ્વરૂપવાન વેશ્યાને સમૂહ છેલ પુરુષની સાથે કીડા કરતો મેં જે, તેમાંથી એક મુગ્ધસેના નામની સુંદર યુવતીને કોઈ વિદ્યાધરે હરણ કરી. મેં તે વિદ્યાધરને બાણથી વીંધી નાખે, એટલે તેના હાથમાંથી છૂટીને તે યુવતી સરોવરમાં પડી, તેમાં ઉગેલા કમળે લઈને તે બહાર નીકળી અને મને કમળનું લેણું કરી મારી સાથે સ્નેહ કરવા લાગી. ત્યાર પછી તેણે મને આગમનનું કારણ પૂછયું, એટલે મેં પણ સ્ત્રીની પ્રેરણાથી કરેલા પ્રયાણનું વૃત્તાન્ત જણાવ્યું. તે વૃત્તાન્ત સાંભળીને તે યુવતીએ મને કહ્યું કે “ખરેખર તમારી સ્ત્રી અસતી જણાય છે. કપટ કરીને તમને છેતર્યા છે.” તે યુવતીનું આ વાકય મને સત્ય લાગ્યું નહીં. મને એવો ભાસ થયો કે “સ્ત્રીઓ બીજી સ્ત્રીના ગુણ સાંભળીને ખુશી થતી નથી, પણ ઈર્ષ્યાળુ થાય છે.” પછી હું મુગ્ધસેના વેશ્યાને ઘેર ગયો. તેણે ઘણું ઉપચારથી મારી સેવા કરી. એક દિવસ તે વેશ્યાએ શ્રેણિક રાજા પાસે નૃત્ય કરવાનો આરંભ કર્યો, તે વખતે હું તેની સાથે હતા. સર્વ જનનાં હદય નૃત્યમાં લીન થયેલાં જોઈને મેં મૃગપુછ હરણ કર્યું પણ તેના રક્ષકે મને દીઠો એટલે તેણે રાજા પાસે જાહેર કર્યું. તે ગુન્હામાંથી મને મુગ્ધસેનાએ છોડા. અન્ય તે મુગ્ધસેનાને લઈને હું મારા ગામ તરફ ચાલ્યો અને ગામની બહાર ઉદ્યાનમાં તે વેશ્યાને મૂકીને રાત્રે હું ગુપ્ત રીતે મારે ઘેર ગયો. તે વખતે મારી ભાર્યાને એક જાર પુરુષની સાથે ભેજન કરતી મેં જોઈ. ત્યાર પછી મારી સ્ત્રી કાંઈ કામ માટે બહાર ગઈ અને તે જાર સૂઈ ગયો, ત્યારે તેને મેં મારી નાંખ્યો. મારી સ્ત્રીએ આવીને તેને મરે જે, એટલે તરત જ તેને ઉચકીને ઘરના વાડામાં એક ખાડો ખોદી તેમાં દાટી દીધું. તે સર્વ આચરિત્ર જેઈને પાછો હું ઉધાનમાં પેલી વેશ્યા પાસે આવ્યું અને તેને સર્વ વાત કહી. પછી વેશ્યા સાથે હું રાજગૃહી નગરીમાં આવી તેને ઘેર ઘણા કાળ સુધી રહ્યો. પછી વેશ્યાની રજા લઈને હું ફરીથી મારી સ્ત્રીનું ચરિત્ર જેવાની ઉત્કંઠાથી ઘેર ગયે. મારી સ્ત્રી નિરંતર મારી સેવા કરવા લાગી, મેં પણ તેનું ચરિત્ર પ્રગટ કર્યું નહીં. હવે તે હમેશાં પિલા જારને જ્યાં ડાટ હસે તે સ્થાનની ભેજનાદિકનૈવેદ્યથી પ્રથમ પૂજા કરી પછી જમતી હતી. એક દિવસે મારી સ્ત્રીએ મારે માટે ઘેબર વિગેરે મિષ્ટ ભેજન તૈયાર કર્યું, તે વખતે મેં તેને કહ્યું કે “આજે પ્રથમથી કેઈને તારે આ ભેજન આપવું નહી; જે તને અધિક પ્રિય હોય તેને જ પ્રથમ આપવું.” ત્યારે તે બોલી કે “મારે તમારાથી બીજે કઈ અધિક પ્રિય નથી. ” એમ કહીને તે મારી દષ્ટિ ચૂકાવીને પેલા જારવાળા સ્થળની પૂજા કરવા ગઈ. મેં તે જાણીને તેને કહ્યું કે “હે અપ્રાચ્ચે પ્રાર્થિકે ! (મૃત્યુને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy