________________
[ શ્રી વિજયપધરિકૃતહંમેશાં સ્મરણ કરે છે. શ્રી જિનેશ્વરદેવના ગુણોની પ્રશંસા કરે છે. વળી જિનેશ્વરદેવને તથા પંચમહાવ્રતધારી સાધુ મુનિરાજને જ આ રાજા પોતાનું મસ્તક નમાવે છે. પરંતુ બીજા કેઈની આગળ આ રાજા પિતાનું માથું નમાવતા નથી. આ રાજા આર્ત તથા રૌદ્ર ધ્યાનને ત્યાગ કરીને ધર્મ ધ્યાન તથા શુકલ ધ્યાનની ભાવના વડે મનને પવિત્ર કરે છે. વળી સ્વાધ્યાય કરીને પોતાની જીભને પવિત્ર કરે છે. તેમજ શ્રી જિનરાજની પૂજા ભક્તિ કરીને પોતાના શરીરને પવિત્ર બનાવે છે. ૪. જાગતા રહી સાધત વ્રત બાર ક્ષેત્રે દ્રવ્યને,
વાવત ને શરણ દેતે તે ક્ષાળુ અનાથને; ખાલી જતો ના કેઈ યાચક આવતે તેની કને,
દાન કલ્પતરૂ નૃપતિ સુખિયા બનાવે સર્વને. સ્પાર્થ –આ શ્રી વિપુલવાહન રાજા શ્રાવકના બાર વ્રતો એટલે પાંચ અણુવ્રત ત્રણ ગુણવ્રતો તથા ચાર શિક્ષાવ્રતો સાવધાન થઈને પાળે છે. તેમજ પિતાના દ્રવ્યને સાત ક્ષેત્રોમાં વાપરે છે. દુઃખી છે ઉપર દયાભાવ રાખનાર તે રાજા દીન તેમજ અનાથ જીને આશરો આપે છે તેમનું પાલન કરે છે. આ રાજાની પાસે કઈ પણ માગણી કરનાર યાચકે ખાલી જતા નથી. એટલે તે રાજા તે યાચકેની ઈચ્છા પૂર્ણ કરે છે. આ દાન ગુણને લીધે વાંછિત પૂર્ણ કરનાર કલ્પવૃક્ષ સમાન આ રાજા સર્વ ને સુખી કરે છે, તેથી આ રાજાના રાજ્યમાં કેઈ દુઃખી માણસ જણાતો નથી. પ
વિપુલવાહન રાજાના રાજ્યમાં પડેલા દુકાળનું વર્ણન ચાર લેકમાં કરતાં ચોથા કલેકમાં રાજાને થએલી ભાવના પણ જણાવે છે – એકદા તસ રાજ્ય સમય પ્રકટતી શાંતિ હરી,
સર્વને દુઃખ આપતી દુષ્કાળ પીડા આકરી વર્ષો સમય પણ ગ્રીષ્મ જે બહુ ભયાનક લાગત,
કલ્પાંત વાયુ જેહવે નૈઋત્યવાયુ કનડતે સ્પષ્ટએ પ્રમાણે ન્યાય નીતિ ને શાંતિપૂર્વક રાજ્ય કરતાં વિપુલવાહનને કેટલેક કાળ ચાલ્યા ગયા. એક વખતે તે રાજ્યની શાંતિને હરણ કરનારી અને સર્વ જીવને દુઃખ આપનારી ભયંકર દુષ્કાળની પીડા અચાનક આવી પડી. તેથી ચોમાસાને કાળ હતું તે છતાં જાણે ઉનાળે હોય તે બહુ ભયંકર તે કાળ જણાવા લાગ્યા. તેમજ કલ્પાંત કાળને વાયરે હોય તે નૈઋત્ય દિશાને આકરે પવન સર્વ જીવોને હેરાન કરવા લાગ્યો. ૬.
૧. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જિનમંદિર, જિનપ્રતિમા, શ્રુતજ્ઞાન. આ સાત ક્ષેત્રો જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org