________________
માનચિંતામણિ ભાગ ચ ]
દુઃખદાયી ચારિત્ર ન લીધું હેત તે સારૂં એવા વિચાર બીલકુલ લાવતા નથી. તેમજ રાજા વગેરે મોટા માણસે તેમની ભક્તિ કરે છે છતાં પણ તેથી પિતાના મનમાં જરા પણ ગર્વને ધારણ કરતા નથી એટલે અભિમાન કરતા નથી. ઉત્તમ ઉદ્યાન (બગીચા) વગેરે સ્થળોમાં વિચરે છે તો પણ તેના ઉપર રાગ અથવા મમત્વ ભાવ રાખતા નથી. વળી તે મહાબલ રાજર્ષિ જેમાં વાઘ સિંહ વગેરે ભયાનક પ્રાણીઓ ફરતા હોય, તેવા જંગલમાં વિહાર કરે તે પણ તેવા વિહારથી કંટાળે પામતા નહોતા. ૭ હિમ પડે હેમંતમાં તેથી ગહન ગુરૂ રાતને,
આલાન સ્તંભની જેમ નિશ્ચલ શ્રમણ કાર્યોત્સર્ગને; કરત પૂરી તિમ ઉત્પાળે આ તપે કાઉસગ્ન કરે,
તેય વસ્ત્ર પહેજ ચળકે નિસ્પૃહી મહીલ ફરે. ૮ સ્પષ્ટાર્થ—અને તે મહાબલ રાજર્ષિ હેમંત એટલે શિયાળામાં હિમ પડતું હોય, કડકડતી ઠંડી પડતી હોય તેથી ગહન એટલે આકરી લાગતી તથા લાંબી રાતને કાઉસગ્નમાં રહીને પસાર કરે છે. તે વખતે હાથીને આલાન સ્થંભ એટલે હાથીને બાંધવાના થાંભલાની જેમ નિશ્ચલ રહેતા હતા. કહેવાને ભાવાર્થ એ છે કે સખત ઠંડીમાં પણ તે મુનિરાજ કાઉસગ્ગમાં સ્થિર રહીને શીત પરીષહને સમભાવે સહન કરતા હતા. વળી તે રાજર્ષિ જ્યારે સૂર્યના તાપથી ધરતી બહુજ તપી ગઈ હોય તેવી લાગે છે તેવા ઉન્હાળાના સખત તાપમાં પણ ઉભા રહીને કાઉસગ્ગ કરતા હતા. પરંતુ તાપને લીધે અકળાતા નહોતા અને સમભાવે ઉષ્ણ પરીસહને સહન કરતા હતા. તે ગરમીના વખતે તે રાજર્ષિ અગ્નિના સંબંધવાળા વસ્ત્રની જેમ ચળકતા હતા. એ પ્રમાણે નિઃસ્પૃહી એટલે કે ઈ પણ સાંસારિક પદાર્થની ઈચ્છા રહિત તે રાજર્ષિ પૃથ્વી ઉપર વિહાર કરતા હતા. ૮
વર્ષા સમયમાં કરિ પરે કરી ધ્યાન નેત્રા સ્થિર કરી,
- તરૂ તલે પ્રતિમા ધરત એકાદશાંગી૧૦ શ્રત વરી ત્રણ હીન જન વ્યાપારમાં જિમ દ્રવ્યને સંચય કરે,
રાજર્ષિ તપ રત્નાવળી એકાવલી આદિક કરે. સ્પષ્ટાર્થી–હવે જ્યારે વર્ષો સમય એટલે ચોમાસું આવે ત્યારે તેઓ કરી પરે એટલે હાથીની પેઠે પિતાનાં ચક્ષુઓને સ્થિર કરીને કઈ વૃક્ષની નીચે સાધુની પ્રતિમા ધારણ કરીને કાઉસ ધ્યાનમાં રહેતા હતા. એ પ્રમાણે અનેક પ્રકારના પરીષહોને સહન કરતા તે રાજર્ષિ નિરતિચારપણે ચારિત્ર પાળતા હતા. આ પ્રમાણે ચારિત્ર પાળતાં તેઓ અગિઆર અંગના શ્રતના ધરનાર થયા અથવા તેઓએ અગિઆર અંગેનો અભ્યાસ કર્યો. તે સાથે તેઓએ રત્નાવલી, એકાવલી વગેરે અનેક પ્રકારનાં તપ કર્યો. (આ એકાવલી, રત્નાવલી વગેરે તપનું સ્વરૂપ જાણવા માટે તપાવલિ વગેરે પુસ્તકે જુઓ) અને તેથી
Jain Education Intemational
For Personal & Private Use Only
www.jainelibrary.org