SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ માણેકલા મનસુબભાઇ વિગેરે નરરત્નની પણ જન્મભૂમિ છે. એટલું જ નહિ પણું હજારો મહા પુરૂષોની ચરણરજથી પવિત્ર બનેલી આ ભૂમિ છે. એમ અતિહાસિક ગ્રંથના તલસ્પર્શી અનુભવથી જાણી શકાય છે. તથા અહીંના શેઠ ધનશાએ ન્યાયાચાર્ય શ્રી યશવિજયજી મહારાજને કાશીના અભ્યાસકાલમાં શાસ્ત્રીને પગાર દેવાની બાબતમાં બે હજાર સેના હેર ખરચી હતી. ત્યાં ન્યાયશાસ્ત્રને તથા તત્વચિંતામણિ શાસ્ત્રનો અભ્યાસ ત્રણ વર્ષ સુધી કરીને પંડિતની સભામાં એક વાદી સંન્યાસીને વાદમાં છે. આથી પ્રસન્ન થઈને પંડિત વર્ગે ન્યાયશોવિજયજી મહારાજને ન્યાયવિશારદ પદથી વિભૂષિત કર્યા. તે પછી આગ્રા શહેરમાં ચાર વર્ષ સુધી રહીને બાકીના તાર્કિક ગ્રંથાદિને અભ્યાસ કર્યો અને બનારસીદાસના શિષ્ય કુંવરજીને શાસ્ત્ર ચર્ચામાં હરાવ્યું. ત્યાર બાદ વિહાર કરીને અહીં રાજનગરની નાગોરીશાલામાં પધાર્યા. અહીં મેબતખાન નામે સૂબે હતો, તેણે શ્રી યશોવિજયજીની વિદ્વતા સંભળીને બહુ માનપૂર્વક સભામાં બોલાવ્યા. અહીં ઉપા. યશોવિજયજીએ ૧૮ અવધાન કર્યા. આવા બુદ્ધિચાતુર્યાદિ ગુણેને જોઈને તે સૂબો ઘણો ખૂશી થર્યો, અને તેણે માન સહિત ઉપાધ્યાયજીને સ્વસ્થાને પહોંચાડયા. આથી જિન શાસનની ઘણી પ્રભાવના થઈ. વિ. સં. ૧૭૧૮ માં અહીંના સંઘની વિનંતિથી અને શ્રીદેવસૂરિજી મહારાજની આજ્ઞાથી શ્રીવિજયપ્રભસૂરિજીએ શ્રીયશોવિજયજીને ઉપાધ્યાય પદથી વિભૂષિત કર્યા. આવા ઘણાં મહાપુરૂષના વિહારથી પવિત્ર બનેલી આ (રાજનગરની) ભૂમિ છે, તેમજ ઘણાં મહાપુરૂષોએ પુષ્કલ ગ્રંથની રચના પણ અહીં કરી છે, એમ તે તે ગ્રંથના અંતિમ ભાગની પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે. આ રાજનગરનાં ઝવેરીવાડે હેરીયા પળના રહીશ (હાલ ઘીકાંટા સિવીલ ઈસ્પિતાલની સામે રહેતા) શેરદલાલ જેસંગભાઈ કાલીદાસને જન્મ વિ. સં. ૧૯૨૯ ચિત્ર વદ આઠમે થયે હતું, તેમના ધર્મિષ્ઠ પિતાશ્રીનું નામ શા. કાલીદાસ ભીખાભાઈ, અને માતુશ્રીનું નામ જેકેરબાઈ હતું. જૈન ધર્મના દઢ સંસ્કાર વાસિત કુટુંબમાં જન્મેલા ભવ્ય જીના ધર્મસંસ્કાર સ્વભાવથી તેવા જણાય છે. અને વિ. સં. ૧૯૫ર થી સ્વ. પરમ પૂજ્ય પરમોપકારી ગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમાગમ વ્યાખ્યાન શ્રવણાદિ શુભ નિમિત્તોને લઈને તેમનામાં દેવ ગુરૂ ધર્મ પ્રત્યે તીવ્ર લાગણી અને પ્રભુપૂજા તીર્થયાત્રા સામાયિક પ્રતિક્રમણ પૌષધ દાન તપશ્ચર્યા વિગેરે ધર્મ ક્રિયાની આરાધના વિગેરે ગુણે વિશેષ પ્રમાણમાં દિન પ્રતિદિન વધતા જણાય છે. યોગ્ય ઉંમરે વ્યવહારિકાદિ શિક્ષણ લીધા બાદ તેઓ શેર દલાલના ધંધામાં જોડાયા, પરિણામે દેવ ગુરૂ ધર્મના પસાયે આર્થિક સ્થિતિમાં પણ સારે વધારે કરી શક્યા. તેમનામાં રહેલા દાનાદિ ગુણેને લઈને રાજનગરની અગ્રગણ્ય વ્યક્તિઓમાં તેઓ ગણવા લાયક છે. શેરદલાલ જેસીંગભાઈ પૂર્વે જણાવ્યા મુજબ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત પ્રભુ શ્રીતીર્થકર દેવે ૧૪ માસ ૬, દીક્ષા પર્યાય ૫૭ વર્ષ, કૃતિ જયાનંદ કેવલી ચરિત્ર, ચૌમાસી દેવનંદન, જિનસ્તવન ચોવીશી, નવપદ પૂજા, ઉ૦ શ્રી યશકૃત ૧૫૦–૧૦ ઘાથાના સ્તવનને બાલા) વિગેરે For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy