________________
દેશનાચિંતામણિ ]
૨૭૩ એમ સર્વ સાધ્વીઓનાં હૃદયમાં વિચાર થઈ ગયો. તેમાંની એક સાધ્વીએ વિચાર્યું કે “જે કદાપિ મારું શરીર હમણાંજ આ મહાવ્યાધિથી નાશ પામે, તે પણ હું તો પ્રાસુક જળજ પીશ. ઉકાળેલું જળ વાપરવાને અનાદિ અનંત ધર્મ કૃપાળુ જિનેશ્વરએ કહેલો છે તે સાચો જ છે. આ રજજા સાધ્વીનું શરીર તે પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મથી વિનષ્ટ થયું છે. અરે ! તે નહીં વિચારતાં આ રજજા સાધ્વી અનંત તીર્થકરેની આજ્ઞાને લેપ કરનારું અને મહાઘોર દુઃખ આપનારું કેવું દુષ્ટ વચન બેલી ? ” વગેરે સ્વરૂપે શુભ ધ્યાન કરતાં વિશેષ ભાવ શુદ્ધિના વશથી તે સાધ્વીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. તરતજ દેવોએ કેવલી સાવીને મહિમા કર્યો. પછી ધર્મદેશનાને અંતે રજજા સાધ્વીએ કેવલી સાધ્વીને પ્રણામ કરીને પૂછયું કે “હે ભગવન્! કયા કર્મથી હું કુષ્ટાદિક વ્યાધિની પીડા ભેગવું છું?” કેવલીએ કહ્યું કે “સાંભળ, તને રક્તપીત્તને દેષ છતાં તે સ્નિગ્ધ આહાર ગળા સુધી ખાધે. તે આહાર કરેળીઆની લાળથી મિશ્ર થયેલ હતો. વળી તેં આજે એક શ્રાવકના છોકરાના મુખ ઉપર વળગેલી નાકની લીંટ મેહના વશથી સચિત્ત જળથી ધેાઈ હતી. તે શાસનદેવીથી સહન થયું નહી; તેથી તારી જેમ બીજા સાધુ સાધ્વીઓ પણ તેવું અકાર્ય ન કરે તેવા હેતુથી શાસનદેવીએ તને તે કર્મનું ફળ તત્કાળ બતાવ્યું, તેમાં પ્રાસુક જળનો દોષ લગાર પણ નથી.” તે સાંભળીને રજજાએ પૂછયું કે “હે ભગવન ! જે હું યથાવિધિ તેનું પ્રાયશ્ચિત્ત લઉં, તો મારું શરીર સારું થાય કે નહિ ?” કેવલીએ કહ્યું કે “ જે કઈ પ્રાયશ્ચિત્ત આપે તે સારું થાય.” રજજા સાધ્વી બોલી કે “ તમેજ આપે. તમારે જે બીજે કણ મહાત્મા છે?” કેવલીએ કહ્યું કે “તું બાહ્ય રોગની શાંતિ માટે ઈચછા કરે છે, પણ તારા આત્માના ભાવરેગ વૃદ્ધિ પામ્યા છે, તે શી રીતે જશે ? તોપણ તો તને પ્રાયશ્ચિત્ત આપે. પરંતુ તેવું કઈ પ્રાયશ્ચિત્ત નથી કે જેથી તારી શુદ્ધિ થાય. કેમકે તે પૂર્વે સાવીને કહ્યું છે કે “પ્રાસુક જળ પીવાથી મારું શરીર બગડયું.” આવું મહા પાપી વાકય બોલીને તે સર્વ સાધ્વીઓના મનને ક્ષોભ પમાડયો છે, (અચિત્ત પાણી પીવાની ભાવના બગાડી છે) તેવા વચનથી તેં મોટું પાપ ઉપાર્જન કર્યું છે. તેથી તારે કુષ્ટ, ભગંદર, જળદર, વાયુ, ગુલ્મ, શ્વાસનિધિ, અર્શ, ગંડમાળ વિગેરે અનેક વ્યાધિવાળા દેહ વડે અનંત ભવોમાં દીર્ઘકાળ સુધી નિરંતર દારિદ્રય, દુઃખ, દત્ય, અપયશ, અભ્યાખ્યાન, સંતાપ અને ઉદ્વેગ વગેરેના દુઃખ ભોગવવા પડશે.” આ પ્રમાણે કેવલીનું વચન સાંભળીને બીજી સર્વે સાધ્વીઓએ મિથ્યા દુષ્કૃત આપીને પિતાનું પાપ તજી દીધું. માટે હે ગૌતમ ! જેઓ ભાષાસમિતિ વડે શુદ્ધ એવું વાકય બોલે છે તે કેવલજ્ઞાન પામે છે, અને જે ભાષાસમિતિ જાળવ્યા સિવાય જેમ તેમ બેસી જાય છે તે આચારથી ભ્રષ્ટ થયેલી રજજા સાથ્વીની જેમ કુમતિઓમાં અનેક પ્રકારનાં દુઃખે રીબાઈ રીબાઈને ભગવે છે, એમ સમજીને હે ભવ્ય છે ! તમે બહુ જ વિચારીને બોલજે. હવે જેથી સ્વાધ્યાય કરવાની હિત શિક્ષાનું સ્વરૂપ ટૂંકામાં દષ્ટાંત સાથે આ રીતે જાણવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org