SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણું ] [ ર૭૧ માટે દેહના આધારભૂત આહારદિક વિના તેઓ કેમ રહી શકશે માટે હું જલદીથી મારા સ્વજનોને છેતરીને એમની સાથે જઈ આર્ય દેશની સીમાએ પહોંચીને દીક્ષા ગ્રહણ કરું.” પછી અવસર જેઈને રાજપુત્રે તે શિષ્યો સાથે આર્ય દેશમાં આવી દીક્ષા લઈને પિતાને જન્મ સફળ કર્યો. “નાના છિદ્રવાળું નાવ પણ જેમ સમુદ્રમાં ડૂબી જાય છે, તેમ અલ્પ મૂછથી પણ સૂરિ અનાર્ય દેશમાં ઉત્પન્ન થયા; એમ સમજીને ભવ્ય જીવેએ મૂછનો ત્યાગ કરવા પૂર્વક આલોચના લઈને આત્મશુદ્ધિ જરૂર કરવી જોઈએ. આ રીતે પાંચ અણુવ્રતના પ્રાયશ્ચિત્તનું વર્ણન જાણવું. છે હવે ૩ ગુણવ્રતે તથા ૪ શિક્ષાવ્રતના પ્રાયશ્ચિત્તનું વર્ણન આ રીતે જાણવું છે ત્રીણિ ગુણવ્રતાનિ સ્પ, સેવ્યાનિ પ્રત્યહં તથા શિક્ષાવ્રતાનિ ચત્કાર્યોષામપિ તત્તપો ભવેત્ છે ૧ અર્થ “ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે, તેમનું નિરંતર સેવન કરવું. તે બને પ્રકારના વ્રતના અતિચારની આલેચનારુપ તપ કહે છે. તે આ પ્રમાણે પહેલા ગુણવતમાં તીખું જળમાં ને સ્થળમાં અને ઉંચે તથા નીચે નિયમ કરતાં અધિક ગમન થાય તે જઘન્યથી એક આંબિલનું પ્રાયશ્ચિત્ત સમજવું. બીજા ગુણવ્રતમાં અજાણતાં મઘ માંસ ઉપભેગમાં આવે તે ત્રણ ઉપવાસ, અને દર્પથી અથવા આકુટીથી મઘ માંસ વાપરવામાં આવે તે દશ ઉપવાસ. ગુણ માણસે મદ્યમાંસના સ્વાદની ઈછા માત્ર પણ કરવી નહીં. કદાચ ઈચ્છા થઈ જાય તો તેની પણ અવશ્ય આલોચના લેવી. એકદા શ્રીકુમારપાળ રાજાને કાંઈક સૂકું ઘેબર ખાતાં દાઢ મધ્યે કરડ’ કરડ’ શબ્દ થયે; તેથી પ્રથમ ભક્ષણ કરેલા માંસનું સ્મરણ થઈ આવ્યું. તેણે તરતજ વિચાર્યું કે “અહે! મેં અયોગ્ય ધ્યાન કર્યું. એ પછી તેના પ્રાયશ્ચિત્ત માટે પિતાના સર્વ દાંત પાડી નાંખવા તૈયાર થઈ ગયા. મંત્રીએ તેમ કરતાં અટકાવીને તે વૃત્તાન્ત ગુરુને જણાવ્યું, ગુરુએ લાભ જોઈને તેના પ્રાયશ્ચિત્તને ઠેકાણે એક હજાર ને ચોવીશ સ્તંભવાળું આરસ પત્થરનું ચૈત્ય કરાવવાને ઉપદેશ આપે. (૧) કોઈ વાર અનામેગે માખણ ખાવામાં આવ્યું હોય તે એક ઉપવાસ. જાણીને (આકુટીથી) ભક્ષણ કરે તે ત્રણ ઉપવાસ. (૨) અનન્તકાયનું એક વાર અનામે ભક્ષણ કરવાથી એક ઉપવાસ, અને જાણીને ભક્ષણ કરવાથી ત્રણ ઉપવાસ. (૩) કેહી ગયેલી વનસ્પતિના ભક્ષણથી એક આંબિલ, (૮) બાળ અથાણું ભક્ષણ કરવાથી તથા ટાઢા દૂધ, દહીં અને છાશમાં દ્વિદળ કઠોળ ખાવાથી અને સેળ પ્રહર ઉપરાંતનું દહીં ભક્ષણ કરવાથી તેમજ બાવીશે અભક્ષ્યના ભક્ષણથી એક એક ઉપવાસ. (૫) મધના ભક્ષણમાં તેને નિયમ છતાં ભંગ થાય તે બે ઉપવાસ, નિયમ ન હોય અને મધનું ભક્ષણ કરે તે એક ઉપવાસ, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy