SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ २२८ ( શ્રી વિજયપધરિકૃતકુરૂપ, દુઃખી, વૃદ્ધ અને કઠોર અંગવાળા જનેને એવી આ કષ્ટકારી ક્રિયાને મૂકી દે અને આ રીતે તમારા આત્માને ફેગટ છેતરે નહી. વળી આપણા બેઉનું રૂપ અને શરીર અન્યના સંગમથી આજે સફલપણાને પામે. જે કદાચ તમને દીક્ષામાં અત્યંત આગ્રહ જ હોય તો ભોગ ભોગવીને પછી વૃદ્ધાવસ્થામાં ફરીથી દીક્ષા ગ્રહણ કરજે.આ પ્રમાણેના તેનાં વચનો સાંભળીને તથા તેના હાવભાવ જોઈને અહંન્નકનું મન વ્રત ઉપરથી ભગ્ન (નિરાશ) થઈ ગયું. કહ્યું છે કે – દુષ્ટાત્રેિડપિ ચેતાંસિ, હરતિ હરિણદશક કિં પુનસ્તાઃ સ્મિતસ્મરવિભ્રમભ્રમિતેક્ષણ. ૧છે ભાવાર્થ_“મૃગલીના સરખા નેત્રવાળી સ્ત્રીઓ માત્ર ચિત્રમાં જોઈ હોય તે પણ તે ચિત્તનું હરણ કરે છે, તો પછી હાસ્યથી પ્રફુલ્લિત અને વિલાસથી ભ્રમિત એવાં નેત્રોવાળી સ્ત્રીઓને સાક્ષાત્ જેવાથી ચિત્ત હરણ કરે તેમાં શું કહેવું?” પછી તેનું વચન અંગીકાર કરીને અન્નક તેના જ ઘરમાં રહ્યો, અને અત્યંત આસક્ત થયેલી તે સ્ત્રીની સાથે સ્વેચ્છાપૂર્વક કામકીડા કરવા લાગે. અહીં સર્વે સાધુઓ ગોચરી જઈને ઉપાશ્રયે આવ્યા, અહંન્નકને જે નહી, તેથી તેમણે આખા શહેરમાં તેની તપાસ કરી પણ કોઈ ઠેકાણે તેને પત્તો લાગે નહી, તેથી તેઓએ તે વૃત્તાંત સાધ્વી થયેલી તેની માતાને કહ્યો. તે સાંભળીને સાધ્વી પુત્રપરના અતિ રાગાંધપણાથી પુત્રશોક વડે જાણે તેના શરીરમાં ભૂત પેઠું હોય તેમ બેભાન જેવી અને ઉમત્ત જેવી થઈ ગઈ અને “હે અહંન્નક! (અરણિક !) હે અહંન્નક!એમ ઉંચે સ્વરે ગદ્ગદ્ કઠે વિલાપ કરતી શહેરના સર્વ ચૌટા અને શેરીઓમાં ભમવા લાગી. મોહથી ઘેલી બનેલી તે પગલે પગલે ખલના પામતી નયનમાંથી પડતાં આંસુની ધારાથી માર્ગની ધૂળને આ કરતી અને જે કઈ સામું મળે તેને “મારા પ્રાણથી પણ પ્રિય પુત્ર અન્નકને તમે કાંઈ પણ જોયો છે?” એમ વારંવાર પૂછતી તે આખા નગરમાં ફરવા લાગી. તેની આવી ઉન્મત્ત અવસ્થા જોઈને સજજન પુરુષને અનુકંપા આવતી હતી અને દુર્જને તેની મશ્કરી કરતા હતા. એકદા મહેલની બારીમાં બેઠેલા અન્નકે તેને દીઠી. તેની તેવી ઉન્મત્ત સ્થિતિ જોઈ તેને ઓળખીને અહંન્નક વિચાર કરવા લાગ્યું કે “ અહે ! મારું કેવું અવિનીતપણું! અહો મેં કેવું મહાપાપ કર્યું ! ક્ષણિક સુખને માટે મેં આ સ્ત્રીનાં વચનથી મુક્તિના સુખને આપનારા મહાવ્રતોને ત્યાગ કર્યો, અને આવા દુસહ કષ્ટમાં મારી માતાને નાંખી. લૌકિક શાસ્ત્રમાં અડસઠ તીર્થો કરતાં પણ માતાના વિનયનું ફલ અત્યંત કહેલું છે. તેમાં પણ આ મારી માતા તો જૈનધર્મજ્ઞ હોવાથી અને ચારિત્રને પાલનારી સાથ્વી હોવાથી વિશેષ કરીને પૂજાય છે. હા ! હા! ચારિત્રને ભંગ કરીને મેં મારા આત્માને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy