SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ દેશનાચિંતામણી ] આ તીર્થનાં ૨૧ નામો આ પ્રમાણે અતિમુક્ત મુનિએ નારદ ઋષિની આગળ કહ્યાં છે -૧ સિદ્ધક્ષેત્ર, ૨ તીર્થરાજ, ૩ મરૂદેવ, ૪ ભગીરથ, ૫ વિમલાકિ, ૬ બાહુબલિ, ૭ સહસ કમલ, ૮ તાલધ્વજ, કદંબ, ૧૦ શતપત્ર, ૧૧ નગાધિરાજ, ૧૨ અષ્ટોત્તરશતકૂટ, ૧૩ સહસપત્ર, ૧૫ ઢંક, ૧૫ લૌહિત્ય, ૧૬ કપર્દિ નિવાસ, ૧૭ સિદ્ધિશેખર, ૧૮ શત્રુંજય ૧૯ મુક્તિનિલય, ૨૦ સિદ્ધિપર્વત અને ર૧ પુંડરીક. આ શ્રીસિદ્ધગિરિમાં પાંચ સજીવન કુટે છે, જ્યાં રસકપિકા (કુઈ રત્નની ખાણ, દિવ્ય ઔષધિ, કલ્પવૃક્ષ વગેરે દિવ્ય પદાર્થો રહેલા છે, તેમનાં નામ આ પ્રમાણે જાણવા૧. ઢક, ૨. કદંબ, ૩. કેટી (કપર્દિ) નિવાસ, ૪. લૌહિત્ય અને ૫. તાલધ્વજ. આ શ્રી સિદ્ધગિરિ અવસર્પિણીના પહેલા આરામાં ૮૦ જન પ્રમાણુ, બીજા આરામાં ૭૦ એજન પ્રમાણ, ત્રીજા આરામાં ૬૦ એજન પ્રમાણ, ચોથા આરામાં ૫૦ જન પ્રમાણ હતું અને હાલ પાંચમા આરામાં ૧૨ જન પ્રમાણ છે. તે પણ વિસ્તારમાં ઘટત ઘટતે છઠ્ઠા આરામાં ૭ હાથ પ્રમાણ રહેશે. યુગદીશ પ્રભુ શ્રી આદિદેવના સમયમાં આ શ્રી સિદ્ધગિરિને વિસ્તાર મૂલના ભાગમાં ૫૦ એજન પ્રમાણ અને ઉપરના ભાગમાં દશ એજન પ્રમાણે હતા. અને આ ગિરિરાજ ૮ યોજન પ્રમાણ ઉંચે હતે. આવતી ચોવીશીમાં શ્રી શ્રેણિક રાજા વગેરેના જ પનાભ આદિ નામે તીર્થકર થશે. તેઓ પણ અહીં સમવસરશે (પધારશે). તેમજ વર્તમાન ચોવીશીના વીશ તીર્થકરો પૈકી શ્રી નેમિનાથ પ્રભુ સિવાયના તેવીસે તીર્થકરે અહીં પધાર્યા હતા. અહિંયા આ અવસર્પિણીમાં શ્રી ઋષભદેવ પ્રભુની કેવલી અવસ્થામાં આરીસા ભુવનમાં અનિત્ય ભાવના ભાવી કેવલી થનાર “ નિતો મવાર થઈને જઈ ' એમ સુણી સાવચેત રહેનાર, ચોરાસી લાખ પૂર્વના આયુષ્યવાળા અને એજ ભવે મુક્તિપદ પામનારા, શ્રી ભરત ચક્રવતીએ અહીં એક યોજન પ્રમાણ રત્નમય વિશાલ મંદિર બંધાવ્યું હતું. તેમાં સોનાની તથા રૂપાની બાવીસ પ્રતિમાઓ હતી. મૂળ નાયક તરીકે રત્નમય શ્રી ઋષભદેવ ભગવંતની પ્રતિમા હતી. અને તે મંદિરને ફરતી બાવીશ દેવકુલિકા (દેડીઓ) હતી. પહેલાં અહીં બીજાં પણ તેવાં ઘણાં દહેરાં હતાં, જેમાં બાવીશ તીર્થકર દેવની લેખ્યમય પ્રતિમાઓ અને પાદુકાઓ હતી. મહારાજા શ્રી ભરતની જેમ અહીં શ્રી બાહુબલિજીએ પણ સમવસરણને દેખાવ સહિત “શ્રીમરૂદેવી પ્રસાદ” નામનું દહેરાસર બંધાવ્યું હતું. તેમ કરવામાં છેટેથી શ્રી મરૂદેવી માતાજી હાથીની અંબાડી ઉપર બેઠા બેઠા સમવ ૧–રાજા શ્રેણિક પ્રભુ શ્રી મહાવીર દેવના પરમભક્ત હતા. ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા પહેલાં ગર્ભિણી હરિણીને શિકાર કરવાથી રાજા શ્રેણિકે નરકાયુષ્યને બંધ પડે; જેથી હાલ તે પહેલી નરકમાં છે. ૮૪ હજાર વર્ષનું જીવન પૂરું કરી તે તીર્થકર થશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy