SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮પ દેશના ચિંતામણિ ] અહિ ! શ્રી જિનેશ્વરેએ આનો સર્વથા નિષેધ કેમ કર્યો હશે? જરુર શ્રી જિનેન્દ્રો અવેદી હવાથી વેદેદયના વિપાકથી અજાણ્યા હોવા જોઈએ.” આવા વિચારથી તેણે જિનેશ્વરમાં અજ્ઞાનદોષ પ્રગટ કર્યો અને દાંપત્યસુખની પ્રશંસા કરી. પછી તરતજ પિતાનું સાધ્વીપણું યાદ આવવાથી તે પિતાને નિંદવા લાગી કે “અરેરે ! મેં મારું વ્રત ફેગટ ખંડિત કર્યું ! આ પાપનું પ્રાયશ્ચિત્ત ગુરુ પાસે જઈને લઉં.” એમ નિર્ણય કરતાં વળી વિચાર આવ્યો કે “હું બાલ્યાવસ્થાથી જ શીલવતને પાળનારી રાજપુત્રી છું, તેથી સર્વ લોકની સમક્ષ આ નિંદવા લાયક દુષ્કર્મનું શી રીતે પ્રાયશ્ચિત્ત લઈ શકું? તેમ કરવાથી તે મારી આજ સુધીની જે શીળપ્રશંસા છે તે નષ્ટ થાય, માટે અન્યની સાક્ષીનું શું કામ છે? આત્માની સાક્ષીએ જે કરવું તેજ પ્રમાણ છે.” ઈત્યાદિ વિચાર કરીને તે સાધ્વીએ ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત લીધા સિવાય પિતાની મેળેજ પ્રાયશ્ચિત્ત છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, આંબિલ, નવી વિગેરે અનેક તપસ્યાઓ ચૌદ વર્ષ પર્યત કરી, સોળ વર્ષ સુધી માસક્ષપણ કર્યા અને વશ વર્ષ સુધી નિરંતર આંબિલ કર્યા. એકદા તેણે વિચાર્યું કે “મેં આટલી બધી તપસ્યા કરી, પણ તેનું સાક્ષાત્ ફળ તો મેં કોઈ પણ જોયું નહીં,” ઈત્યાદિ આર્તધ્યાન કરતાં તે મૃત્યુ પામીને એક વેશ્યાને ઘેર અતિ રુપવતી દાસી થઈ. તેનું રુપ જઈને સર્વ કામી પુરુષે તેનેજ ઈચ્છવા લાગ્યા. પિતાની પુત્રીને જોયાં છતાં પણ તેની કેઈ ઈછા કરતું નથી, એમ જોઈને અક્ક રેષ પામીને વિચારવા લાગી કે આ રુપવતી દાસીનાં કાન, નાક અને હોઠ કાપી નાખવા ગ્ય છે.” તેજ રાત્રિએ કઈ વ્યંતર દેવતાએ તે દાસીને ઊંઘમાં અક્કાના વિચારનું સ્વપ્ન આપ્યું, તેથી ભય પામીને તે દાસી પ્રાતઃકાળે ત્યાંથી ભાગી. ભમતાં ભમતાં છ માસ વ્યતીત થયા ત્યારે કેઈ ગૃહસ્થના પુત્રે તેને પોતાના ઘરમાં રાખી. એકદા તે શ્રેષ્ઠીની પત્નીને ઈર્ષ્યા આવવાથી તેણે ક્રોધવડે તે દાસી ઊંઘી ગઈ હતી ત્યારે તેના ગુહ્યા સ્થાનમાં લેઢાની કેશ નાંખી, તેથી તે દાસી મૃત્યુ પામી. શેઠાણીએ તેના શરીરના ટુકડે ટુકડા કરીને ગીધ વિગેરે પક્ષીઓને ખવરાવી દીધા. શ્રેષ્ઠીએ તે વૃત્તાંત જાણ્યું એટલે વૈરાગ્ય પામીને તરતજ ચારિત્ર લીધું. તે દાસી ઘણા ભવમાં ભ્રમણ કરીને નરદેવ (ચક્રવતી)નું સ્ત્રીરત્ન થઈ, ત્યાંથી મરીને છઠ્ઠી નરકમાં ગઈ, ત્યાંથી શ્વાન નિમાં ઉપજી. અનેક વાર મરણ પામીને નિધન બ્રાહ્મણપણું પામી. પછી અનુકમે વ્યન્તરપણું, બ્રાહ્મણપણું, નરક ગમન, સાત ભવ સુધી પીડા, મનુષ્ય, માછલી અને અનાર્ય દેશમાં સ્ત્રીપણું પામી, મરીને છઠ્ઠી નરકે ગઈ. ત્યાંથી નીકળી કુષ્ટિ મનુષ્ય થઈ પછી પશુ અને સર્ષ નિમાં ઉત્પન્ન થઈ મરીને પાંચમી નરકે ગઈ. ઈત્યાદિ ચારે ગતિમાં પરિભ્રમણ કરીને તે લમણાને જીવ પદ્મનાભ સ્વામીના વારામાં કેઈક ગામમાં કુબડી સ્ત્રી થશે. તેને તેના માબાપ અવિનીતપણાને લીધે ઘરમાંથી કાઢી મૂકશે. પછી તેને અરણ્યમાં ભ્રમણ કરતાં કાંઈક પુર્યોદયથી શ્રી પદ્મનાભ પ્રભુના દર્શન થશે. ત્યાં તે પિતાના કર્મ વિપાકને પ્રશ્ન કરશે, ત્યારે પ્રભુ સર્વ વૃત્તાન્ત કહેશે. તે સાંભળીને તે મુજ્જા વૈરાગ્ય પામી દીક્ષા લેશે. પછી પૂર્વનાં સર્વ દુષ્કતની આલોચના પ્રતિક્રમણ કરીને સમાધિવડે કેવળજ્ઞાન પામી સિદ્ધિ પાને પામશે.” ઇતિ મણ સાઠવી પ્રબંધ: Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy