SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ દેરાનાચિતામણિ ૧૮૦ પણ પ્રત્યક્ષ થઈને બોલી કે “હે પ્રધાન! તારા પુત્રને કર્મના વિપાકથી કુષ્ટ રેગ થયે છે, તેથી તે મટી શકે તેમ નથી, કેમકે ભાગ્ય કર્મ અવશ્ય ભોગવવું જ પડે છે; તોપણ તારા કાર્યની સિદ્ધિ માટે તારી ભક્તિથી પ્રસન્ન થયેલી હું આ પુરીને દરવાજે રહેનાર અશ્વરક્ષકની પાસે ટાઢથી પીડા પામત અને અગ્નિની ઈચ્છાવાળે કેઈક બાળક લાવીને મૂકીશ. તે બાળકને તારે ગ્રહણ કરે.” એમ કહીને દેવી અન્તર્ધાન થઈ. પછી મંત્રીએ વિવાહની સામગ્રી તૈયાર કરવા માંડી, અને તે અશ્વરક્ષકને બોલાવીને કહ્યું કે “અમુક દિવસે જે બાળક તારી પાસે આવે તેને ગુપ્ત રીતે મારી પાસે લાવજે.” એમ કહીને અધરક્ષકને રજા આપી. હવે તે ગેત્રદેવીએ પણ ઉજયિની નગરીમાં જઈને પુષ્પો લઈને ઘર તરફ જતા તે મંગળકુંભને ઉદ્દેશીને આકાશવાણીથી કહ્યું કે “આ બાળક રાજાની કન્યાને ભાડે પરણશે.” તે સાંભળીને મંગળકુંભ વિસ્મય પામી ઘેર આવ્યો. બીજે દિવસે પણ તેજ પ્રમાણે સાંભળ્યું. ત્યારે તેણે વિચાર કર્યો કે “આજે ઘેર જઈને આ આકાશવાણીની વાત પિતાને કહીશ.” આમ વિચાર કરે છે તેટલામાં તો તેને તે દેવીએ ચંપાપુરીની પાસેના વનમાં મૂકો, એટલે તે ભમતે ભમતે અશ્વપાળની પાસે ગયો. અશ્વપાળે તેને ગુપ્ત રીતે લઈ જઈને મંત્રીને સ. મંત્રીએ તેને દેવકુમાર જેવો રૂપવાન જોઈને હર્ષ પામી એકાંતમાં રાખે. એકદા મંગળકુંભે સચિવને પૂછયું કે “હે પિતા ! મને પરદેશીને શા માટે ગુપ્ત સ્થાને રાખે છે?” મંત્રીએ તેને કપટથી કહ્યું કે “તને રાજાની પુત્રી શૈલોક્યસુંદરી સાથે પરણાવ છે; તેને પરણીને પછી તું મારા કુષ્ટના વ્યાધિવાળા પુત્રને તે રાજપુત્રી આપજે. આ કાર્ય માટે તને અહીં લાવવામાં આવ્યો છે. તે સાંભળીને મંગળકુંભ બે કે “કુળને કલંક લગાડનારું અકૃત્ય હું શી રીતે કરું? મુગ્ધ જનને કૂવામાં ઉતારીને દોરડું કાપી નાખવા જેવું એ અકાર્ય હું તે નહી કરું.મંત્રીએ કહ્યું કે “રે મૂર્ખ ! જે આ કામ તું નહીં કરે તે હું મારા હાથથીજ તને મારી નાંખીશ.” તે બાળક બુદ્ધિરૂપ નેત્રથી વિચારીને બોલ્યા કે “હું તમારા કહેવા પ્રમાણે કરું, પણ રાજા - હસ્તમેળાપ વખતે જે વસ્તુ આપે તે બધી તમારે મને આપવી.” મંત્રીએ તે વાત કબૂલ રાખી. પછી લગ્ન દિવસે શુભ સમયે મોટા આડંબરથી મંગળકુંભ રાજપુત્રી સાથે પરણ્ય. તેના હસ્તમેળાપ સમયે રાજાએ જાતિવંત પાંચ અશ્વો વિગેરે પહેરામણીમાં તેને આપ્યા. - વિવાહ થઈ રહ્યા પછી મંત્રી રાજપુત્રીને તથા મંગળકુંભને ઘેર લઈ ગયો. ઘેડી વારે મંગળકુંભ દેહચિંતાએ જવાનું મિષ કરીને શયનગૃહથી બહાર નીકળે. તેનું ચપળ ચિત્ત જાણુને રાજપુત્રી પણ જળપાત્ર લઈને તેની પાછળ ગઈ. દેહચિંતાથી આવ્યા પછી મંગળકુંભને આમણલ્મણ-ચળચિત્ત જોઈને રાજપુત્રીએ પૂછ્યું કે “હે નાથ ! શું તમને સુધા બાધા કરે છે ?” તેણે હા કહી, એટલે રાજપુત્રીએ દાસી પાસે પિતાના ઘેરથી મેદક મંગાવીને તેને આપ્યા. તે ખાતાં ખાતાં પોતાનું સ્થાન જણાવવા મંગળકળશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy