________________
( શ્રી વિજયપતિકાંઈ કામની નથી. હવે મને ખાત્રી થઈ કે મેં આવા શોભા રહિત શરીર વગેરે પદાર્થોની) ઉપરના મેહને લીધે ત્રાસી લાખ પૂર્વ જેટલો દીર્ઘકાલ નકામે ગુમાવ્યો એ ઘણા ખેદની વાત છે. ૧૭૫-૧૭૬ પર ઉપાધિ પૂર્ણતા એ પૂર્ણતા શા કામની ?,
યાચેલ ભૂષણ જેવી તે માહરે શા કામની? સ્વાભાવિકી નિજ ગુણ ગણેની પૂર્ણતા એ પૂર્ણતા,
જાત્ય રત્ન પ્રભા સમી હિતકારિણી એ પૂર્ણતા. ૧૭૭ સ્પષ્ટા –જે શરીર વગેરે પદાર્થોની પૂર્ણતા પરની એટલે બીજા પદાર્થોની ઉપાધિથી એટલે ઘરેણાં વગેરે પદાથોના સંગાદિથી બનેલી છે તે પૂર્ણતા શા કામની ? એટલે તે પૂર્ણતા આત્માથી જીવને કાંઈ કામની નથી. કારણ કે આ પૂર્ણતા ઓળખીતા વગેરે બીજા માણસની પાસેથી માગી લાવેલા ભૂષણ સરખી હોવાથી મારા જેવા આત્મહિતેચ્છું જીને કાંઈ કામની નથી. પરંતુ જે (ઉત્તમ જ્ઞાનાદિ ગુણેની) પૂર્ણતા સ્વાભાવિકી હેય એટલે સ્વભાવથી પિતામાં જ રહેલી હોય તે પૂર્ણતા જ સાચી પૂર્ણતા કહેવાય. અને એવી પૂર્ણતા આત્માને વિષે પિતાના જ્ઞાનાદિક ગુણેના સમૂહ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે ગુણેની સંપૂર્ણતા પ્રગટ થાય તેજ સમજવી. કારણ કે આજ પૂર્ણતા આત્માને હિતકારી એટલે મોક્ષને દેનારી છે. માટે જ તે સ્વાભાવિકી પૂર્ણતાને જાતિવંત રત્નની પ્રભાની ઉપમા આપવામાં આવેલી છે. જેમ જાતિવંત રત્ન સ્વયં પ્રકાશ કરે છે તેને પ્રકાશિત કરવાને બીજા કેઈ પદાર્થના પ્રકાશની જરૂર પડતી નથી તેમ જ્યારે આત્મા પિતાના અનંત જ્ઞાનાદિ ગુણે વડે સંપૂર્ણતાને પામે છે ત્યારે તેની સાચી પૂર્ણતા ચળકી રહે છે. માટે તેજ સાચી પૂર્ણતા કહેવાય એમ કહેવામાં તલભાર પણ અતિશયોક્તિ છે જ નહી. આ પૂર્ણતા ગુણના સંક્ષિપ્ત વર્ણનના પ્રસંગે તે બીના વિસ્તારથી સમજાવવાની બહુજ આવશ્યકતા છે. આ મુદ્દાથી દષ્ટાન સાથે તે આ પ્રમાણે જાણવી–
પૂર્ણતાગુણસંપૂત, વાચંયમમહામુનિમા
જયધા દિજા પ્રેક્ષ્ય, પૂર્ણનન્દમયો ભવત્ ૧ સ્પષ્ટ વાણીને નિયમમાં રાખનાર એવા મહામુનિને પૂર્ણતા ગુણથી યુક્ત જોઈને જયશેષ નામને બ્રાહ્મણ પૂર્ણ આનંદમય થયું હતું.” પૂર્ણતા ગુણનું વર્ણન આ પ્રમાણે જાણવું
પૂર્ણતા યા પરપાધે, સા યાચિતકમંડના
યા તુ સ્વાભાવિકી સેવ, જાત્યરત્નવિભાનિભા ા ૧ છે સ્પાર્થ –“જે પરઉપાધિથી પૂર્ણતા થયેલી છે તે લગ્નાદિ પ્રસંગે બીજાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org