SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ [ શ્રી વિજયપધસૂરિકૃતમેઘનું પાણી, ચંદ્રમાને પ્રકાશ, ઝાડનાં ફલો અને પુરૂષોની લમી (કમાણી) આ ચાર વાનાં સર્વ લેકને સામાન્ય હોય છે. એટલે તે તમામ લોકોના કામમાં આવે છે. ઉપરની બીના લક્ષ્યમાં લઈને સમજુ છએ જરૂર સત્ય બોલવાની ટેવ પાડવી જોઈએ. એ પ્રમાણે “સાચું બોલવું એ વાણીને સાર છે આ બીજા ‘સારની બીના જાણવી. (૩-૪) આયુષ્યને સારી કીર્તિ અને ધર્મ. આયુષ્યને સાર કીર્તિ અને ધર્મ છે. આબરૂ અને ધર્મ વિનાનું જીવતર નકામું ગણાય છે. શ્રી તીર્થંકર ભગવંતે (૧) મનુષ્પાયુ (૨) દેવાયુ (૩) તીર્થંચાયુ (૪) અને નરકાયુ એમ ગતિની અપેક્ષાએ ચાર પ્રકારનું આયુષ્ય કહ્યું છે. તેમાં મનુષ્યનું આયુષ્ય ઉત્તમ કહ્યું છે, તેમાં મુદ્દો એ છે કે માનવ જાત વિનય વિવેકથી અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જિનધર્મની આરાધના કરીને આ લોકમાં કીર્તિમય જીવન ગુજારીને પરલોકમાં પણ આત્મહિત સાધી શકે છે. મોતીનું પાણી ઉતર્યા પછી તેની સારી કીંમત ઉપજે જ નહિ, કારણ કે તે નિસ્તેજ થઈ ગયું. એમ માનવ જાત આબરૂને લઈને સતેજ દેખાય છે. પરોપકાર, દાન, શીલ, તપ, ભાવનાદિમય ધર્મસાધના કરવાથી આબરૂ મેળવી શકાય છે. દાનગુણને લઈને કર્ણરાજા, કુમારપાલ, મંત્રી વસ્તુપાલ તેજપાલ વગેરેની કીર્તિ હાલ પણ ગવાય છે શીલગુણને લઈને પ્રભુ શ્રી મલિલનાથ, શ્રીનેમિનાથ પ્રભુ, શ્રીજબૂસ્વામી, શ્રીસ્થૂલિભદ્ર, ચંદનબાલા, રાજીમતી વગેરેની કીર્તિ અનેક ગ્રંથમાં ગવાઈ છે. તપગુણને લઈને પ્રભુ શ્રી ઋષભદેવ, ચરમ તીર્થંકર પ્રભુશ્રી મહાવીરદેવ, ગૌતમસ્વામી, ધન્ય અણગાર વગેરેની કીતિ ફેલાઈ છે અને ભાવના ગુણને લઈને શ્રીભરત મહારાજા, શ્રી કુમપુત્ર વગેરેની ચારે દિશામાં કીતિ ફેલાઈ છે. આ ઉપરથી હવે સહજ સમજાશે કે માનવ ભવ પામીને ભવ્ય જીવોએ અખંડ કીર્તિ આદિ ગુણોને પમાડનાર એવા શ્રી તીર્થકર ભાષિત ધર્મારાધનમાં જરૂર ઉદ્યમશીલ બનવું જોઈએ. જેઓ અપ્રમાદી જીવન રાખે, એટલે કે એક પણ સમય નકામે ન ગાળે, તેઓ જ ઉપર જણાવ્યા મુજબ ધર્મારાધન કરીને જીદંગીને સફલ કરે છે. જીવનદેરી તૂટયા પછી કઈ પણ ઉપાયે સાંધી શકાતી નથી. આ બાબતમાં નિરૂપક્રમ આયુષ્યવાળા જીનું પણ કંઈ ચાલતું નથી એટલે તેઓ પણ જીવન દેરીને સાંધી શકતા નથી. આ જ મુદ્દાથી પ્રભુ શ્રી મહાવીર દેવે અંતિમ દેશના દેતાં જણાવ્યું કે હે ભવ્ય છે ! તમે લગાર પણ પ્રમાદ કરશે નહિ, કારણકે જીવનને અંત ક્યારે આવશે તેની કોઈને ખબર નથી. યાદ રાખવું જોઈએ કે ઘડપણમાં પુત્રાદિમાંના કેઈનું પણ શરણ હોતું નથી. એમ સમજતાં છતાં કુટુંબાદિના મેહને લઈને આરંભ સમારંભ કરનારા પ્રમાદી જીવેનું શું થશે ? તેઓ દુર્ગતિનાં દુઃખ ભેગવશે, એમ જાણને મને ખેદ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે ૧ જેટલું આયુષ્ય બાંધ્યું હોય તેટલું ભગવાય, એ, નિરૂપક્રમ આઉખું કહેવાય. સોપક્રમ આઉખું આનાથી ઉલટું હોય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy