SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ | શ્રી વિજયપદ્યસૂરિકૃતમૂઢ જીવ કડવું છતાં મીઠું જ માને તેહથી, પસ્તાય બહુ કમેં રીબાતાં પણ ટે ન વિપાકથી. ૧૨૯ સ્પા–જેવી રીતે લીંબડાના ઝાડમાં જન્મેલે કીડે તે લીંબડાને રસ કડે છે છતાં પણ તેને મીઠે ગણે છે. તેવી રીતે લીંમડામાં ઉપજેલા કીડા સમાન મૂઢ એટલે મૂખ અથવા મેહમાં મુંઝાએલા સંસારી જી આ સંસારના સુખ કડવાં છે એટલે તે સુખે પરિણામે દુઃખ આપનારાં છે છતાં પણ તેને મીઠાં માને છે. પછી જ્યારે અશુભ કર્મોને ઉદય થવાથી તીવ્ર દુખે જોગવવાનો વખત આવે છે ત્યારે રીબાઈ રીબાઈને તે ભોગવવાં પડે છે પણ પછીથી તે કર્મોનાં કડવા ફળ ભેગાવ્યા સિવાય છુટકે થતો નથી. ૧૨૯ જીવે કર્મ બાંધતી વખતે સાવચેત રહેવું જોઈએ તે સમજાવે છે – માટેજ પરિણતિ નિર્ણયે શરૂઆત કરવી કાર્યની. તે વિચાર કર્યા વિના શરૂઆત કરતાં કાર્યની તેહના ફલરૂપ દુઃખને અનુભવે તે જ્યાં સુધી “ભાન ભૂલી આ કર્યું પસ્તાય ખેદે ત્યાં સુધી. ૧૩૦ સ્પષ્ટાથ–માટે જ કહ્યું છે કે કઈ પણ કાર્યની શરૂઆત કરતાં તેનું પરિણામ (ભાવફલ, અંતિમફલ) શું આવશે. તેને પ્રથમ વિચાર કરવો જોઈએ. કારણ કે વિચાર કર્યા વિના શરૂ કરેલ કાર્યના ફલને તે જીવ જ્યાં સુધી અનુભવે એટલે ભગવે છે ત્યાં સુધી “મેં ભાન ભૂલીને એટલે વગર વિચારે આ કામ કર્યું, હવે આમાંથી કયારે છૂટાછે” એવે પસ્તાવે તેને નિરંતર થયા કરે છે. અને દુઃખમાં ને દુઃખમાં તે રીબાય કરે છે. માટે અશુભ કર્મ કરતાં પહેલાં વિચાર કરે જોઈએ. અને જે જીવ તે પ્રમાણે વિચાર કરે છે તેને પસ્તાવાને પ્રસંગ આવતો નથી. ૧૩૦ સર્વ ગુણમાં વિવેકની પ્રધાનતા બે શ્લેકમાં જણાવે છે – આત્મદેહાદિક તણેજ વિવેક કરતાં શાંતિથી, મેહજન્ય પ્રવૃત્તિ ટળતાં સંપદા સુખ નિયમથી; સ્થિરતા થકીજ વિવેકની નિજ ગુણ રમણતાનંદમાં, હાલીએ એ દશમ નિધિ છે એમ માને ચિત્તમાં. ૧૩૧ સ્પષ્ટાચ–આ આત્મા કેણ છે, તેનું સ્વરૂપ કેવું છે, તેને તથા આ શરીર વગેરે એટલે ધન, સ્વજન, કુટુંબીઓ વગેરે પદાર્થો કેવા છે? તેને શાંતિથી વિચાર કરનાર ભવ્ય જીને મેહજન્ય પ્રવૃત્તિ ટળી જાય છે. કહેવાનો અર્થ એ છે કે આત્મા તથા શરીર વગેરેનું ખરું સ્વરૂપ સમજનાર ભવ્ય જીને શરીર ઉપરને મેહ જરૂર દૂર થાય છે, તેથી તે આત્મા હિતકારી કાર્યો કરવામાં જ સાવધાન રહે છે. તેથી તેને સંપત્તિ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy