SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ શ્રી વિજ્યપદ્ધસૂરિકૃત બધા ધ્યાનના ભેદનું સ્વરૂપ વિસ્તારથી દેશનાચિંતામણિના બીજા ભાગમાં આપેલું છે. પ્રભુ શ્રી સંભવનાથ એ શુકલ ધ્યાનના બે ભેદ ધ્યાઈ રહ્યા, તે વખતે ઝાડ ઉપરથી જૂનાં પાંદડાં જેમ ખરી પડે તેવી રીતે ઘાતી કર્મો આત્મ પ્રદેશથી ખરી પડ્યા. આત્માના કેવલજ્ઞાનાદિ ગુણેને ઘાત કરનારા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય એ ચાર કર્મો છે. તેમાંથી મેહનીય કર્મને દશમા સૂમસં૫રાય ગુણઠાણાના અંતે નાશ કરીને બાકીના ત્રણ ઘાતી કર્મોનો બારમા ક્ષીણમેહ વીતરાગ છઘસ્થ ગુણઠાણાના અંતે નાશ કરે છે. એમ ચારે ઘાતી કર્મોને નાશ કરીને કાર્તિક વદ પાંચમે મિથુન રાશિ ને મૃગશીર્ષ નક્ષત્રને ચંદ્ર હેતે છતે લોકાલોકના સ્વરૂપને જણાવનાર કેવલજ્ઞાનને પામે છે. તે વખતે પ્રભુને ષષ્ઠ તપ એટલે બે ઉપવાસને તપ હતા. ૧૧૨ પૂર્વાહ કાલે પામતા સંભવ જિનેશ્વર કેવલી, જ્ઞાનતરૂ તે ચૈત્યતરૂ પ્રભુ પાસ નીચે કેવલી; નાથથી ઉંચાઇમાં તે બારગુણું અવધારીએ, આ પ્રસંગે નારક ક્ષણ વાર સુખિયા જાણીએ. ૧૧૩ સ્પષ્ટાથે –તે કારતક વદ પાંચમના દિવસે પૂર્વાદ્ધ કાલે એટલે પહેલા પહોરે સંભવ જિનેશ્વર કેલી થયા. કેવલજ્ઞાન પામ્યા તેથી છસ્થ અવસ્થા તે વખતે પૂરી થઈ. જે વૃક્ષની નીચે પ્રભુને કેવલજ્ઞાન થયું તે જ્ઞાનતરૂ અથવા ચિત્યતરૂ કહેવાય છે. પ્રભુની જેટલી ઉંચાઈ હતી તેથી બાર ગણુ ઉંચાઈ તે તરૂ એટલે વૃક્ષની જાણવી. આ વખતે પણ નારકના જીને થોડીવાર સુખને અનુભવ થયે. આ પ્રભુનું કેવલજ્ઞાન નામનું ચોથું કલ્યાણક જાણવું. ૧૧૩ દેવ સમવસરણની રચના કરે છે તે હકીકત ચાર લોકેમાં જણાવે છે – નિજ સિંહાસન કંપથી ઇંદ્રો બધા આ વાતને, જાણતા રાજી થતા સાથે લઈ પરિવારને ભક્તિભાવે જ્ઞાનને મહિમા ઉજવવા આવતા, એક જન મેદિનીમાં સમવસરણ બનાવતા. ૧૧૪ સ્પષ્ટાર્થ ––પ્રભુને કેવલજ્ઞાન થયું તે વખતે ઈન્દ્રોના સિંહાસન કંપાયમાન થયા. ઉપગ વડે પ્રભુના કેવલજ્ઞાનને જાણીને ઈદ્રો રાજી થયા. તે પછી સુષા ઘંટ વગાડીને દેવેને આ હકીકત જણાવી. પછી બધા પરિવાર સાથે ભક્તિ ભાવ પૂર્વક કેવલજ્ઞાનનો મહોત્સવ કરવાને માટે ઈન્દ્રો ત્યાં આવીને દેવેની પાસે એક યોજન પ્રમાણ પૃથ્વીને વિષે સમવસરણની રચના કરાવે છે. ૧૧૪ શુદ્ધિ વાયુકુમાર દેવે વૃષ્ટિ મેદસર કરે, વ્યંતરે કંચન રયણ પાષાણમય પૃથ્વી કરે; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005485
Book TitleDeshna Chintamani Part 03 04 05
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages616
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy