________________
મીરાના ચિંતામણિ ભાગ બીજે ] શિક્ષા કરે શિશુને વડીલ પણ ના તજે કદી તેહને,
આપ વિણ શા કામનું? આ રાજ્ય ચાહું ભક્તિને. ૮૯ સ્પષ્ટાથે--સગકુમાર રૂદન કરતાં પ્રભુને આ પ્રમાણે કહેવા લાગ્યા કે હે પ્રભુ! મેં આપની શી આશાતના કરી છે? જેથી મને તમે તમારાથી અળગે એટલે જુદા કરે છે. હે વડીલ બધુ! મારે તે આપને આધાર છે વળી બાળકને કાંઈ અપરાધ થાય તે વડીલ તેને શિક્ષા કરે છે, પણ તેને કદાપિ ત્યજી દેતા નથી આ૫ના સિવાયનું આ રાજ્ય માપ શા કામનું છે હું તે તમારી ભક્તિને ચાહું છું. મારે રાજ્યનું કાંઈ કામ નથી ૮૯, રાજ્યાદિને હેજે તનું પણ તજી શકું ના આપને,
આપ વ્રત ધારી થતાં થઈ શિષ્ય સેવા આપને, ગુરૂ ચરણની ભક્તિ કરતાં શિષ્ય જે ભિક્ષા કરે,
રાજ્યથી પણ અધિક તે ગુરૂ ભક્તિથી વાંછિત ફલે. ૯૦ સ્પષ્ઠાથે--હું રાજ્ય વગેરેને સહેલાઈથી તજી શકું છું. પણ આપને ત્યાગ મારાથી થઈ શકે તેમ નથી. માટે જે આપ વ્રતધારી થશે એટલે ચારિત્ર ગ્રહણ કરશે તે હું પણ ચારિત્ર ગ્રહણ કરીને આપને શિષ્ય થઈને આપની સેવા કરીશ વ્યાજબી જ છે કે ગુરૂના ચરણ કમલની ભક્તિ કરતે શિષ્ય ભિક્ષા માગીને ચારિત્રનું પાલન કરે, તે રાજ્ય ભેગવવાના લાભ કરતાં પણ અધિક લાભદાયી છે. કારણ કે ગુરૂ મહારાજની ભક્તિ કરવાથી વાંછિત એટલે તમામ ઈષ્ટ કાર્યોની સિદ્ધિ થાય છે. ૯૦ પ્રભુ સગર કુમારને રાજ્ય ગ્રહણ કરવા સમજાવે છે -- પ્રભુ કહે હે બંધુ! આગ્રહ ઉચિત જાણું તાહરે,
- ભેગ ફલ કર્મોદયી તું કેમ થાય ઉતાવળ તે ખપાવી યોગ્ય સમયે સાધજે ચારિત્રને,
| રાજ્ય પાલો ચાહના મુજ સાધવા ચારિત્રને ૯૧ સ્પાઈ–ઉપર કહ્યા મુજબ સગરકુમારને વિચાર જાણીને પ્રભુ તેમને કહે છે કે હે ભાઈ! તારે મારી સાથે દીક્ષા લેવાનો વિચાર હું યેગ્ય માનું છું તે પણ ભેગફલ કમાદયી એટલે ભગાવલિ કર્મના ઉદયવાળે તું છે, એટલે હજી તારે ભેગા કર્મો ભોગવવાના બાકી છે, માટે તે ભેગ કમ ભેગવીને ખપાવ્યા સિવાય ચારિત્ર પાળી શકાય નહિ માટે તું હમણું દીક્ષા લેવાની ઉતાવળ કર નહિ. જ્યારે તારાં તે ભેગા કર્મો ખપી જાય ત્યારે ગ્ય સમયે એટલે ચારિત્ર લેવાને અવસર થયું છે એવું જાણીને ચારિત્ર લઈને તેની સાધના કરજે. માટે હમણું તે તમે રાજ્યનું સારી રીતે પાલન કરે. અને મારાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org