________________
[ પ્રાવિજ્યપધસૂરિકૃતસ્પાર્થ –ો કે પ્રભુ ચંગ રૂપ એટલે સુંદર રૂપને ધારણ કરતા હતા, તે છતાં તેઓ પોતાને સુંદર માનતા હતા, કારણ કે પ્રભુ જાણતા હતા કે આ શરીરની સુંદરતા નાશવંત છે. વળી ઘણું પ્રકારને લાભ મળતું હતું તે પણ પ્રભુ જરાપણ ઉન્માદ એટલે ધનની ઘેલછા રાખતા નહિ એ પ્રમાણે સર્વ પોગલિક વસ્તુઓ નાશવંત છે એવું જાણીને પ્રભુએ કુમાર અવસ્થાથી માંડીને ત્રેપન લાખ પૂર્વ અને ઉપર એક પૂર્વાગી (કાલ) સુધી રાજ્યનું વિરાગ ભાવે એટલે આસક્તિ રાખ્યા સિવાય પાલન કર્યું. ૮૪ પ્રભુની વૈરાગ્ય ભાવના ત્રણ લોકમાં જણાવે છે-- એકાંતમાં બેઠેલ પ્રભુજી એમ ચિંતવના કરે,
ભેગ કર્મ ઘણું ખખ્યાં પર કાર્ય ચિંતા ના ટલે, તન ન ચાલે સાથ તો આ પોષ્ય જન કિમ ચાલશે,
પર ભવ જનારો એક મહી કર્મ ફલને વેદશે. ૮૫ સ્પષ્ટાર્થ –એક વખતે એકાંત સ્થાનમાં બેઠેલા પ્રભુ શ્રી અજિતનાથ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યા કે મારાં ઘણાં ભંગ કર્મો ખપી ગયાં છે. પરંતુ પરકાર્ય એટલે બીજા (રાજ્યાદિ) કામની ચિંતા દૂર થતી નથી. કારણ કે કઈ વાર અમુક દેશનું રક્ષણ કરવું પડે છે. કેઈ વાર ગામ વસાવવા પડે છે. અમુક માણસોને પાળવા પડે છે, હાથો,
ડા, નેકર, ચાકર વગેરે સંબંધી અનેક પ્રકારની ચિંતાઓ રાખવી પડે છે. આત્માની સાથે આ તન એટલે શરીર પણ આવવાનું નથી, કારણ કે તે શરીર તો જીવે આ ભવમાં બનાવ્યું છે અને જીવ બીજા ભવમાં જશે ત્યારે તે શરીરને છોડીને જવાનો છે. માટે જે શરીર પણ સાથે આવવાનું નથી. તે આ પિષ્યજન એટલે કુટુંબ અને નેકર ચાકર વગેરે તે કયાંથી જ સાથે આવી શકે ? આ કુટુંબ વગેરેને માટે જીવા અનેક પ્રકારના પાપો કરે છે, પરંતુ તે પાપનું ફળ તે તે બાંધનારો જીવ એકલો જ ભોગવે છે. ૫૨ ભવમાં તે આ જીવ એકલો જ જવાનો છે. અહીં પાપ કર્મો કરીને ભેગું કરેલું ધન વગેરે તથા જેને માટે પાપકર્મો કર્યા તે કુટુંબ વગેરે પણ સાથે આવતાં જ નથી. પરંતુ જે કમે અહીં બાંધ્યાં છે તે તે સાથે આવે છે અને તે કર્મોનું ફળ તે મહી જીવને જ ભોગવવું પડે છે. ૮૫ હું કરું? મારૂં સાધ્ય શું છે? આત્મહિત મેં શું કર્યું,
દાનાદિ સાધ્યા કે ન જીવન કેમ નિર્મલ ના થયું? પાપ માગે કેમ ચાલે? ના સુધારે ભૂલને,
આત્મચિંતા ના કરે તે અફલ ભવ નરનો બને. ૮૬ ૧ પૂર્વાગરાશી લાખ વર્ષે એક પૂર્વાગ થાય છે. અને એવા ૮૪ લાખ પૂવગનું એક પૂર્વ બને છે. આથી આગળના કાલ ભેદો શ્રોલેક પ્રકારાદિથી જાણવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org