________________
કીશના ચિંતામણિ ભાગ બી ], કાષ્ઠ પંજર મંદિરે પૂરાવવાનું પક્ષિને,
રોગનો નિગ્રહ તથા પીલાવવાનું ઈક્ષને નેહ માટે કલહ તિમ અપવાદ માંહી ભીરતા,
પામવા ગુણ લોભ કરતા શત્રુ પ્રભુને સેવતા. ૮૨ સ્પષ્ટાર્થ –લાકડાના પાંજરા રૂપી મંદિરમાં પક્ષીઓને જ પૂરવામાં આવતાં હતાં, પરંતુ બીજા કેઈને બંદીખાનામાં પૂરવામાં આવતાં નહિ. કારણ કે કોઈ પણ શુ જ કરતા ન્હાતા, નિગ્રહ રોગને જ થતો હતો, એટલે ગેને અટકાવવામાં આવતા હતા, પરંતુ બીજા કેઈનો નિગ્રહ કરતે હેત. ઈશુ એટલે શેલડી સિવાય બીજા કોઈને પીલવામાં આવતાં નહોતાં. કલહ એટલે કજીઓ સ્નેહને ટકાવવા માટે થતું હતું. વળી ભીરતા એટલે બીકણપણું પિતાની અપકીર્તિ થવામાં હતું. ગુણેને મેળવવા માટે જ લોભ કરવામાં આવતા, પરંતુ કેઈને ધનને લોભ હોતે. તથા શત્રુઓ પણ પ્રભુની સેવા કરતા હતા. અહીં પ્રભુના રાજ્યકાલની પુણ્યાઈ જણાવી છે, સત્ય નીતિ ને દયા ગુણને લઈને જ પ્રભુ શ્રી અજિતનાથ છતી સાહિબીમાં પણ આસક્ત ન થતાં પરોપકારાદિ ગુ. સાધવામાં તત્પર રહેતા હતા. ૮૨ ચિંતામણિની પાસ પર મણિ દાસ જેવા દીસતા,
દમનનીતિ ચલાવતા ના કુટિ ભંગ નિવારતા સર્વ જન વશમાં રહે જિમ નાર શુભ ગુણવંતને,
ઋદ્ધિ અગણ્ય છતાં ધરે ના લેશ પણ અભિમાનને ૮૩ સ્પષાર્થ-જેમ ચિંતામણિ રત્નની પાસે બીજા મણિએ દાસ જેવા એટલે હલકા જણાય છે તેમ શત્રુ રાજાઓ પ્રભુની આગળ તેમના દાસ જેવા જણાતા હતા. પ્રભુજી રાજ્યાવસ્થામાં કોઈ પણ પ્રકારની દમનનીતિ ચલાવતા હતા. એટલે પ્રભુદેવ કેઈને પણ દંડ કરતા નહિ. વળી ભ્રકુટી ભંગ એટલે કેઈન ઉપર ગુસ્સે થઈને પ્રભુદેવે ભવાં પણ ચડાવ્યાં હતાં. જેવી રીતે સારા ગુણવાન પુરૂષને સ્ત્રી વશ રહે છે તેવી રીતે સઘળા મનુષ્ય પ્રભુદેવને વશ રહેતા હતા. વળી પ્રભુની પાસે અગણ્ય એટલે ગણી ન શકાય તેટલી અદ્ધિ હતી. કારણ કે તેમની પાસે ઘોડેસ્વારે, હાથીઓ તથા પાળાઓ વર્ગેરે સૈન્યાદિને પાર હેતે. આવી મેટી ઋદ્ધિ છતાં પ્રભુદેવ જરા પણ અભિમાન રાખતા નહેતા. ૮૩
ચંગ રૂપ ધરતાં છતાં સુંદર ન પિતાને ગણે, - લાભ પુકલ તે છતાં ધરતા ન પ્રભુ ઉન્માદને; સર્વ વસ્તુ અનિત્ય જાણ પૂર્વ લખ તેપન અને,
પૂર્વાગ એક વિરાગ ભાવે પાલતા પ્રભુ રાજ્યને. ૮૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org