________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો] પ્રભુને બાલપણાનું વર્ણન ત્રણ ગાથાઓ વડે જણાવે છે:-- આઠ ઉપર હજાર ઉત્તમ લક્ષણે સાથળ વિષે,
ગજ લંછને ઉત્કૃષ્ટ રૂપ બલથી વિભૂષિત પ્રભુ દીસે, ઈદ્રના હુકમે કરીને ધાવ માતા પાલતી,
* અંગુષ્ઠના અમૃત થકી પ્રભુ દેવને તૃપ્તિ થતી. ૬૫ સ્પાર્થ–પ્રભુનું શરીર એક હજાર અને આઠ ઉત્તમ પ્રકારના લક્ષણે વડે શોભાયમાન હતું. વળી તેમની સાથળને વિષે ગજ એટલે હાથીનું લક્ષણ શેલતું હતું. તેમજ શ્રેષ્ઠ રૂપ અને ભૂલથી પણ અજિત પ્રભુ દીપતા હતાં. ઈન્દ્ર મહારાજાની આજ્ઞાથી પાંચ ધાવ માતાએ પ્રભુનું પાલન કરતી હતી. વળી તીર્થકર સ્તનપાન કરતા નથી, પરંતુ પ્રભુના અંગુઠામાં ઈન્દ્ર મહારાજે મૂકેલા અમૃતનું પાન કરવાથી પ્રભુને તૃપ્તિ એટલે ભૂખની શાંતિ થાય છે. સગર કુમાર પણ રાજા વડે આજ્ઞા કરાએલ પાંચ ધાવ માતાએ વડે પાલન કરાતા અનુ મે વૃદ્ધિ પામવા (મોટા થવા) લાગ્યા. ૬૫ કેસરીના બાલકે જિમ પાંજરે તિમ ધાવના,
ઉસંગમાં બેસી રહે ના પકડતા પકડાય ના દેડી દેડી શુક મયુરને બેઉ બાલક પકડતા,
બાલ ચાતુર્ય કરીને ધાવ દૃષ્ટિ ચૂકવતા. સ્પાર્થ –-જેમ કેસરી સિંહના બચ્ચાંઓ પાંજરામાં પડી રહેતાં નથી, પરંતુ પાંજ. શમાં આમ તેમ ફર્યા કરે છે તેમ આ અજીતકુમાર તથા સગર કુમાર એ બંને રાજપુત્ર પણ ધાવ માતાના ખોળામાં પડી રહેતા નથી. પરંતુ ખેાળામાંથી નીકળીને નાશી જાય છે. ધાવમાતાઓ પકડવા આવે છે પરંતુ પકડાતાં નથી. વળી બંને બાળકો રમત કરવા માટે રમકડા રૂપ શુક એટલે પોપટ અને મયૂર એટલે મેર દેડી દેડીને પકડે છે. અને ધાવ માતા પકડવા આવે ત્યારે બંને બાળકે ચતુરાઈ કરીને ધાવની દષ્ટિને ચૂકવી દેતા હતા. ૨૬ વિવિધ આભૂષણ ભરે કાંતિ બલે અતિ શુભતા,
એક ઉસંગથી અપર ઉસંગમાં નૃપ ધારતા બેઉ પડખે નૃપતિના શશિ ભાનુ જેવા દીપતા,
માતા પિતાના હર્ષ સાથે બે તનેય મોટા થતા ૬૭ સ્પષ્ટાર્થ–બંને બાળકે અનેક પ્રકારના હાર, કુંડળ વગેરે ઘરેણાંઓના સમય વડે તથા ઉત્તમ તેજ વડે ઘણુ શોભે છે. મહારાજા તેમને એક ખેળામાંથી બીજા ખેળામાં એમ વારાફરતી બેસાડે છે. રાજાની બંને બાજુએ બેઠેલા તે બંને કુમારી જાણે મેરની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org