________________
[ શ્રીવિજયપધસૂરિકૃતસ્પાર્થરાજાએ પુત્ર જન્મના હમ ફી માણસને ખધતwાં પણ કર્યા. બંધન તે કરિ આદિ એટલે હાથી, ઘોડા વગેરેને જ રહ્યું વળી જિતશત્રુ રાજા ચિત્યના જિનબિંબની ભાવપૂર્વક પૂજા કરવા લાગ્યા. વળી પ્રભુને જન્મ થએ જાણીને ગુણવંત પ્રજાના માણસે પણ રાજાને પુત્ર મહોત્સવ કરવામાં સાથ આપે છે. એટલે તેઓ પણ પોત પોતાની શક્તિ પ્રમાણે પિતાના ઘરનાં આંગણું વગેરે સાફ કરીને શણગારે છે અને ભક્તિ પૂર્વક આનંદ ધારણ કરીને અનેક પ્રકારના ઉત્સવ કરે છે. ૨૨ સામંત નરપતિ ભૂપને બહ ભેટ ધે વસ્ત્રાદિની,
નહિ ન્યૂનતા પણ માને ખાતર તેહ લેતા તેમની ભવ્ય નાટક નાચ સંગીત રાજમાર્ગે ચાલતા,
ભટ પ્રવેશ ન શુલ્ક કર દંડાદિ રાય નિષેધતા. સ્પષ્ટાર્થ –-સામંત નરપતિ એટલે ખંડી આ રાજાઓએ જિતશત્રુ રાજાને વાદિની એટલે ઉત્તમ જાતિનાં વસ્ત્ર, સુવર્ણ, રત્ન, મોતી વગેરેની ઘણા પ્રકારની ભેટ આપી, રાજા પાસે આ વસ્તુઓની કઈ પ્રકારની ન્યૂનતા એટલે ઓછાશ હતી, તો પણ તે સીમંતેના માનની ખાતર તે ભેટ તેણે (રાજાએ) ગ્રહણ કરી. વળી જે રાજમાર્ગો એટલે મુખ્ય માર્ગો હતા ત્યાં ભવ્ય એટલે સુંદર નાટક, નાચ, સંગીત વગેરે ચાલે છે તથા અનેક પ્રકારના વાજિંત્રો વાગે છે. એ પ્રમાણે પુત્ર જન્મના મહોત્સવ પ્રસંગે રાજાએ ભટ પ્રવેશ એટલે સુભટેના પ્રવેશને, શુક કર એટલે જકાત લેવાને તથા દંડાદિ એટલે સજા કરવી વગેરેને પણ નિષેધ કર્યો. ૬૩ પ્રભુના નામ કરણના મહોત્સવની બીના જણાવે છે -- નામ કરણેત્સવ કરે સ્વજનાદિને પણ નેંતરે,
પુત્રની બીના જણાવી સર્વ આગળ ઉચ્ચરે; રાણી અને પાસા રમંતી ગર્ભ પુણ્ય છતતી,
નામ થાપે નૃપ અજિત ઈમ સર્વની અનુમતિ થતી. ૬૪ સ્પષ્ટાર્થી--પ્રભુના જન્મ પછી શુભ દિવસે મહારાજાએ બંને પુત્રને નામકરણત્સવ એટલે નામ પાડવા માટે ઉત્સવ કર્યો, તે પ્રસંગે પિતાના સ્વજનાદિ એટલે સગાં વહાલાંને આમન્ત્રણ આપ્યું. અને તેઓને યોગ્ય સન્માન પૂર્વક બેસાડયા. ત્યાર પછી તેઓની આગળ રાજાએ પુત્ર સંબંધી હકીકત જણાવી કે મારી સાથે પાસાની રમત રમતી વિજયારાણી ગર્ભના પુણ્ય કરીને મારાથી જીતી શકાઈ નથી. અથવા પાસાની રમતમાં રાણી અછત (નહિ જીતાયેલી) હતી માટે હું કુંવરનું “અજિતકુમાર એવું નામ પાડું છું. આ બાબતમાં ત્યાં આવેલાં બધા સવજનાદિ જનેએ અનુમોદન આપ્યું. વળી આજ વખતે રાજાએ વૈજયંતીને પુત્રનું “સગર કુમાર” નામ પાડયું. ૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org