________________
૨૧૭
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો]
નામે સકશા પરણતા સ્ત્રી રત્ન વૈતાઢયે લહ્યા,
સગર નગરીમાં ગયા ચકિત્વ ઉત્સવ બહુ થયા. ૩૯૩ ૫છાર્થ –વળી તે સગર ચક્રવર્તીની બત્રીસ હજાર રાજાઓ સેવા કરતા હતા. ચોસઠ હજાર રમણી એટલે સ્ત્રીઓના તેઓ સ્વામી હતા. તેમાં અડધી એટલે બત્રીસ હજાર તે રાજાઓની કન્યાઓ હતી અને બાકીની અધીર એટલે બત્રીસ હજાર દેશની કન્યાઓ હતી. વળી વૈતાઢય પર્વતને વિષે ગગનવલૂભ નામના નગરના સુચન નામના વિદ્યાધર રાજાની પુત્રી સુકેસા સાથે પરણ્યા હતા, તે તેમના ચૌદ રત્નોમાં સ્ત્રી રત્ન તરીકે
પ્રસિદ્ધ છે. ત્યાર પછી એટલે ભરત ક્ષેત્રના છ ખંડની સાધના કરીને સગર ચક્રવર્તી પિતાની નગરી વિનીતામાં પાછા આવ્યા. અને તે વખતે ચકિપણાના ઘણા મોટા ઉત્સ થયા. ૩૯૩ પ્રભુ શ્રી અજીતનાથનું આગમન વગેરે જણાવે છે: વિચરતા પ્રભુજી અહીં નગરી તણું ઉઘાનમાં,
આવ્યા સગર ચકી પ્રમુખ જિને વાંદવા ઉત્સાહમાં દેશના સુણતાં સમજતા પૂર્વ ભવના વૈરને,
નિજ પૂર્વ ભવ દાન પ્રભાવે હું લધો ચકિત્વને. ૩૯૪ સ્પદાર્થ –હવે શ્રી અજીતનાથ પ્રભુ વિહાર કરતા કરતા વિનીતાનગરીના ઉદ્યાનમાં પધાર્યા. તે વખતે સગર ચક્રવતી વગેરે આનંદ પૂર્વક પ્રભુને વંદન કરવા માટે ગયા. ત્યાં પ્રભુની દેશના સાંભળતાં પિતાના પૂર્વ ભવના વૈરને સમજે છે. તેમજ પિતે આ ભવમાં ચક્રવર્તીપણું પામ્યા તેમાં પિતે પૂર્વ ભવમાં કરેલ દાનનો પ્રભાવ કારણ રૂપ હતો તે પણ પ્રભુ પાસેથી જાણ્યું. ત્યાર પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા. ૩૯૪ સગર ચક્રવર્તીના પુત્રોનું અષ્ટાપદ જવું અને ત્યાં બળી મરવું વગેરે બે લેકમાં જણાવે છે –
જહૂનુઆદિ પુત્ર સાઠ હજાર ચકિ સગરને,
ચકિની આજ્ઞા લઈ ફરવા નીકળતા મહી તલે; નજીક અષ્ટાપદતણી આવ્યાજ તેઓ અનુક્રમે,
મંત્રી સ્વરૂપ જણાવતા તે સર્વના મનમાં ગમે. કલ્પ સ્પષ્ટાર્થ –આ સગર ચક્રવર્તીને જહનુકુમાર વગેરે સાઠ હજાર પુત્ર હતા. તે બધા ચક્રવતીની રજા લઈને પૃથ્વી ઉપર ફરવા માટે નીકળ્યા. તેઓ અનેક દેશ વગેરે જોતા જોતા ફરતા ફરતા અનુક્રમે અષ્ટાપદ પર્વતની પાસે આવ્યા. તે વખતે પુત્ર સાથે ૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org