________________
૨૦૫
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ]
મેરૂને પણ દંડરૂપે છત્રરૂપે ધરણિને,
કરવા હતી જસ શક્તિ નમતા ઈંદ્ર ચેસઠ જેમને. ૩૬૫ પટાર્થ –એમ જાણુને જે ત્રણ જગતના જીવ પણ જે પ્રભુની આજ્ઞાને માથે ચઢાવતા હતા તે પ્રથમ તીર્થપતિ તથા પ્રથમ રાજા શ્રીત્રાષભદેવ પ્રભુની એવી અલૌકિક શક્તિ હતી કે જેનાથી મેરૂ પર્વત લાખ જન ઉચે છે તેને દંડ રૂપે અને પૃથ્વીને છત્ર રૂપે કરવાને પ્રભુ શ્રી રાષભદેવ સમર્થ હતા. એવા પ્રભુ શ્રી ઋષભદેવને ચોસઠ ઇદ્રો પૂર્ણ ઉલ્લાસથી નમસ્કાર કરતા હતા. ૩૬૫ પ્રથમ ચક્રવતી છતાં ભારત રાજા કેવલી થવા છતાં મુનિ વેષને અંગીકાર કરે છે. તે વગેરે બીના ત્રણ લેકમાં જણાવે છે:તે ઋષભ પ્રભુ રાજ્ય ઝંડી સાધતા ચારિત્રને.
કર્મો હણી કેવલ લહી તારક લદ્યા નિર્વાણને, પુત્ર પહેલા તેમના જે ચકિમાં પહેલા વલી,
આણ જેની સુર અસુર પણ માનતા હર્ષ વલી, ૩૬૬ સ્પષ્ટાથે-૩૬૫મા લેકમાં કહેલા સ્વરૂપવાલા તે ભવમાં જ્ઞાનથી મોક્ષે જવાનું જાણનારા પ્રથમ રાજા શ્રી ઋષભદેવે રાજ્ય અને ભેગેને છોડીને ચારિત્ર લીધું હતું. અને તે ચારિત્રના બળે ઘાતી કર્મોને હણીને કેવલજ્ઞાન પામ્યા હતા. વળી જેઓ તારક હતા એટલે જેમણે બીજા અનેક ભવ્ય જીને આ સંસાર સમુદ્રમાંથી તાર્યા હતા તેવા શ્રી 2ષભદેવ તીર્થંકરપણે વિચરીને ત્યાર પછી બાકી રહેલાં ચાર અઘાતી કર્મોને હણીને નિર્વાણ એટલે મેક્ષને પામ્યા. વળી તે પ્રથમ જિનેશ્વરના પ્રથમ પુત્ર જે આ ચોવીસીમાં ભરત ક્ષેત્રમાં પ્રથમ ચકવર્તી રાજા હતા અને જેમની આજ્ઞાને સુર એટલે વૈમાનિકાદિ દેવતાઓ તથા અસુર એટલે ભુવનપત્યાદિક દેવતાઓ પણ હર્ષ પૂર્વક માનતા હતા તેવા ભરત ચક્રવર્તી હતા. ૩૬૬
સૌધર્મ હરિના અર્ધ આસન પર વિરાજે જે વલી, - તે ચકી ભરત પણ આદર્શ ભુવને કેવલી,
ભાવ ચારિત્રી છતાં પણ આયુ લાંબું જાણીને,
મુનિવેષધારી વિચરતા પ્રતિબોધતા ભવિ વર્ગને. ૩૬૭ સ્પષ્ટાઈ–વળી જે (ભરત ચક્રવર્તી) સૌધર્મેન્દ્રના અધ આસન ઉપર બેસતા હતા, તેવા ભરત ચકવર્તી અનિત્ય ભાવના ભાવતાં આરિસા ભુવનમાં જ કેવલજ્ઞાન પામ્યા અને તેથી ભાવ ચારિત્રની તેરમા ગુણસ્થાનકની ઉચ્ચ કોટીમાં વર્તતાં છતાં પણ પિતાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org