________________
૨૦૪
[ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃતસ્વતંત્ર હોય તે છતાં જે તે ભાગની સામગ્રીના ખરા વૈરાગ્ય ભાવથી ત્યાગ કરે છે, તેના તરફ જરા પણ મમતા રાખતા નથી, તે ભવ્ય જીવો જ ખરા ત્યાગી જાણવા. પરંતુ જેની પાસે ભાગ ભગવવાની ઈચ્છા છતાં, ભાગનાં સાધના નથી તેએ ત્યાગ ન કહેવાય. માટે ઉપર કહેલા મમતા ભાવ રહિત ભાગતા સાધકોનો ત્યાગ કરનારા ભવ્ય જીવે જરૂર શિવ સંપદા એટલે મેાક્ષની સંપત્તિને જલદીથી મેળવે છે. જે વૈરાગ્ય રગથી વાસિત થઈને ભાગાને તજે છે તે સાચા શૂરવીર જાણવા. કારણ કે આ અંદરના શત્રુ જેવા મમત્વને ત્યાગ અને ભાગના સાધનોનો ત્યાગ સામાન્ય બહાદુર માણસથી પણ બની શક્તો નથી. પરંતુ જેમને ભાગના સાધનો છડે છે. એટલે ભોગવનાર જીવના જોતજોતામાં પાપકર્મના ઉદયથી જેમની પાસેથી ભાગના સાધનો ચાલ્યા જાય અથવા વિનાશ પામે, તેવા જીવા ખરા ત્યાગી અને ખરા શૂરવીર કહેવાય જ નહિ. ૩૬૩
ત્યાગમાં જ સાચું સુખ છે તે સમજાવે છે:—
સત્ય સુખ છે ત્યાગમાં ના ભાગમાં કદિ ધારીએ,
ઈંદ્ર ચક્રી ત્યાગના સુખ ના લહેજ વિચારીએ; ઈંદ્રને સુખ તે નથી, તિમ ચક્રિને સુખ તે નથી, ત્યાગજના ત્યાગે લહે સુખ તેહ સંસારે નથી. ૩૬૪
સ્પા :—ત્યાગમાં સાચું સુખ રહેલ છે, પરંતુ ભાગમાં સાચું સુખ રહેલુ છે એવું જાણવું નહિ. કારણ કે ભેગનું સુખ તે મેહથી માનેલુ સુખ છે. જેમકે કેાઈ માણુસ ભૂખ્યા હોય તેને મિષ્ટાન્ન ખાતાં સુખનો આભાસ લાગે છે, પરંતુ જે માણસ ભૂખ્યા નથી અને ધરાઇને ખાધું છે તેને તે મિષ્ટાન્ન તે વખતે ખાવાં ગમતાં નથી. વળી મિષ્ટાન્ન ખાનાર ભૂખ્યા માણસને પણ તે મિષ્ટાન્ન ત્યાં સુધી જ સ્વાદિષ્ટ લાગે છે કે જ્યાં સુધી તેનુ પેટ પૂરૂ ભરાતુ નથી. પેટ ભરાયા પછી તેને પણ તેના પ્રત્યે અભાવ થાય છે. તેવી રીતે ભાગમાં સાચું સુખ નથી. ઈન્દ્ર, દેવતાઓ તથા ચક્રી ત્યાગમાં જે સુખ છે તે સુખને મેળવી શકતા નથી. કારણ કે તેમની ભાગની એક ઈચ્છા પૂરી થતાં બીજી ઇચ્છા આવીને ઉભી રહે છે અને તેની પરંપરા ચાલ્યા કરે છે. માટે સંતોષ સિવાય ખરૂં સુખ નથી અને તે સ ંતાષ ત્યાગ ભાવ વિના થતા નથી. ને ટકતા પણ નથી. ત્યાગી જીવો ત્યાગથી જે સુખને મેળવે છે તે સુખ ઈન્દ્રને નથી, તેમજ ચક્રવત્તને પણ નથી. તેમજ સંસારમાં પણ તેવું સુખ કાઇ પણ સ્થલે નથી. ૩૬૪
ઋષભદેવ પ્રભુને મહા સમર્થ ઈન્દ્રો શા કારણથી નમતા હતા તે જણાવે છે:
એમ જાણી ત્રણ ભુવનના જીવ જેની આણુને માથે ચઢાવે જેહ વ્હેલા તી પતિ રાજા અને;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org