________________
२००
[ શ્રીવિજયપદ્મસુવિકૃત
આગળ સર્વ મનુષ્યા દાસ બને છે. માટે સ ંતોષમાંજ ખરૂં સુખ રહેલું છે એમ અવશ્ય જાવું. ૩૫૪
તૃષ્ણાનું સ્વરૂપ જણાવે છે:—
તૃષ્ણા વિશાલા ગગન જેવી અંત તાસ ન પામીએ,
પાંચ મળતા દશ શતક ને સહસ લખ પણ ચાહીએ; તૃષ્ણા મદનને માન છ જેહ યાગ વિકારને,
તિમ પરાશા તેહને અહિંયાંજ શિવ ભાખ્યું જિને. ૩૫૫
સ્પષ્ટા :—તૃષ્ણા અથવા આશા ગગન એટલે આકાશ જેટલી વિશાલ છે. જેમ ગગનનો છેડા નથી અથવા તો આકાશ અનતુ કહેલું છે તેમ આ તૃષ્ણાના પણ પાર અથવા ઈંડા નથી, કારણ કે જેને પાંચ રૂપિયા મળે છે તેને દશ રૂપિયાની, દશ મળે છે તેને સાની, સેા વાળાને હજારની, હજાર વાળાને લાખ રૂપિયા મેળવવાની એમ વધુને વધુ મેળવવાની ઇચ્છા થયા કરે છે. માટે જ જિનેશ્વર દેવે કહ્યુ છે કે જે જીવાએ તૃષ્ણા એટલે આશા, મદ્દન એટલે કામદેવ (વિષય વાસના) માન એટલે અભિમાન તેમજ ચેાવિકાર એટલે મન વચન કાયાની અશુભ પ્રવૃત્તિઓ તેમજ પરાશા એટલે પારકી આશાનો ત્યાગ કર્યો છે તેને અહીંયા જ એટલે આ જગતમાં શિવ એટલે મેાક્ષ સુખની વાનકીનો અનુભવ થાય છે. અથવા આ સંસારી જીવામાં આવા ઉત્તમ પુરૂષ જ પરમ સુખી જાણવા. ૩૫૫
મેહ ઝેરથી પણ વધારે ખરાબ છે અને અનેક પ્રકારનાં દુ:ખનો હેતુ છે તે ત્રણ શ્લોકમાં સમજાવે છે:—
Jain Education International
માહ ભૂરા ઝેરથી પણ અધિક તેને માનીએ,
એક ભવમાં મરણ ઝેરે વાર બહુ માહે જ એ; અગીઆરમાગુણઠાણ પ્હોંચ્યા જીવ પણ નીચે પડે,
ચૌદ પૂર્વી આદિ મેહે બહુ નિંગાદે આથડે. ૩૫૬
સ્પષ્ટા :—આ મોહ ઝેર કરતાં પણ વધારે ખરાબ છે. કારણ કે ઝેર જે ખાવામાં આવી જાય તે તેનાથી ખાનારનુ એક વાર તેજ ભવમાં મરણ થાય છે એટલે તે એર તેના એક ભવના નાશ કરે છે, પણ માહને લીધે તે અનેક વાર મરણ પ્રાપ્ત થાય છે. કારણુ કે મેહને લીધે ખાંધેલાં આકરાં કર્મો તેને ઘણા ભવા સુધી સંસારમાં ખરામ ગતિમાં રખડાવે છે. આ માહને લીધે અગિઆરમા ઉપશાન્ત મેાહુ નામના ગુણસ્થાનક સુધીની ઊંચી હદે પહોંચેલા જીવા પણ નીચે પડે છે એટલે ત્યાંથી નીચેનાં ગુણસ્થાનકે આવી છેવટે પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે પણ આવે છે. વળી આ મોહને લીધે ચૌદ પૂર્વના જ્ઞાનને
For Personal & Private Use Only
www.jainelibrary.org