________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ]
મતિ જેવી ધન દેહમાં ને રૂપવંતી નારમાં,
તેવી મતિ જો રાખીએ જિન ધમ માં શિવ હાથમાં ૩૫૩
Jain Education International
સ્પષ્ટા :—આ શરીર અશુચિમય એટલે અપવિત્ર, જુગુપ્સનીય એવા લેાહી, માંસ, મલ, મૂત્ર વગેરેથી ભરેલું છે; તે દેખવા છતાં પણ મૂઢ જના અથવા અણુસમજી મૂર્ખ મનુષ્ય તે શરીર ઉપર રાગવાળા થાય છે. પરંતુ જેઆ વિચક્ષણ એટલે સમજી છે તે તો અસાર એવા તે શરીરથી પણ સારને ગ્રહણ કરનારા થાય છે એટલે આ શરીર અશુચિમય અને નાશવંત છે તેને ગમે તેટલી વાર સાફ કરીએ તો પણ ખરી રીતે તે સાફ અથવા પવિત્ર થતું નથી જ એમ જાણી તેના ઉપરથી રાગ ઉતારી ધર્મ સાધી લે છે. જેવી મતિ અથવા રાગની બુદ્ધિ શરીર ઉપર અને રૂપવતી સ્ત્રી ઉપર થાય છે તેવી બુદ્ધિ જો જિનધર્મ ઉપર રાખવામાં આવે તો શિવ એટલે મેાક્ષ સુખ હાથમાં છે એટલે સ્વાધીન થઈ શકે છે. માટે શરીર તેમજ સ્ત્રી ઉપરથી રાગને દૂર કરીને ધર્મ સાધવામાં રાગ અથવા અંતરંગ પ્રીતિ રાખવી જોઇએ. ૩૫૩
કયા દિવસો સફળ જાણવા અને કયા નિષ્ફળ જાણવા તે જણાવે છે:
ધર્મ કરતા જે ગયા દિન રાત તે સફલા કહ્યા,
જે અધમ કરત વીત્યા તેહ અફલા ઉચ્ચર્યાં; આશા તણા જે દાસ તે જન દાસ જગના જાણિયે,
૧૯૯
દાસી બનાવે જેહુ તેને દાસ સવિ તસ માનીએ. ૩૫૪
સ્પષ્ટા :—જે દીવસેા તથા રાત્રી ધર્મની આરાધના કરવામાં જાય તે સફળ એટલે લવાળા જાણવા. કારણ કે ધર્મ` કરણી કરીને પુણ્યાનુષિ પુણ્ય વગેરે લાભ મળે છે જેથી કરીને તે જીવને સુખની પ્રાપ્તિ થાય છે. તેનાથી ઉલટું જે રાતિદવસો અધર્મ એટલે પાપનાં કામે કરવામાં ચાલ્યા જાય છે તે દિવસે અફલા એટલે ફાગટ જાણવા. અથવા તો તે દિવસેામાં કરેલા પાપનાં કાર્યોથી અશુભ કર્મો બાંધી તે દુ:ખને ભાગવનારા થાય છે. જે માણસ આશાના દાસ બને છે એટલે જેનામાં અનેક પ્રકારની તૃષ્ણાઓ, ઈચ્છાએ રહેલી છે તેવે માણસ જગતનો દાસ અને છે એટલે જગતના મનુષ્યા આગળ દીનતાને ધારણ કરનારા થાય છે. કારણ કે પેાતાની અનેક પ્રકારની ઈચ્છા પૂરી કરવા માટે તેને અનેકની ખુશામત વગેરે કરવાં પડે છે. વળી તે તૃષ્ણા એવી છે કે તેનો પાર આવતો નથી. એક આશા પૂર્ણ થાય કે બીજી આશા આવીને ઉભીજ રહે છે. માટે આશાના દાસ ન મનતાં જે માણસ આશાને પેાતાની દાસી બનાવે છે એટલે આશાઓને વશ ન થતાં સંતોષને ધારણ કરે છે; જે મળ્યું તેમાંજ સુખને માનનારો થાય છે તેવા સંતેાષી મનુષ્યની
For Personal & Private Use Only
www.jainelibrary.org