________________
s
શક્તિ વધે છે. વળી આત્મા ચેખ્ખા થવા માંડે છે. તથા પ્રમાદે દૂર ખસે છે; ખાટા વિચારો આવે જ નહિ. અને મન સ્થિર બને છે. અને ચિત્તની ડામાડાળ દશાથી થતી સંસારની રખડપટ્ટી પણ ધીમે ધીમે એછી થાય છે; તેમજ ખસ ગુણેના વિકાસ પણ થાય છે, અને અનેક વિશાલ ઋદ્ધિઓ પ્રકટ થાય છે. એમ અનુક્રમે જેમ જેમ અપૂર્વ સહેજાનન્દનો પણ થાડા થાડા અંશે અનુભવ થતા જાય છે, તેમ તેમ ભોગ તૃષ્ણા શાંત થાય છે. અને ચિંતા ઘટતી જાય છે, તથા નિલ ધ્યાન પ્રકટે છે. અને યાગ રત્ન ( ચિત્ત ) હૃઢ થતાં મહાસામાયિકના લાભ થવા પૂર્વક અપૂર્વ કરણ પ્રવર્તે છે, તેમજ ક્ષેપક શ્રેણિને કરી ક્રમસર કર્મ રૂપી જાલને તાડે છે. અનુક્રમે શુકલ ધ્યાનના પ્રકારો ધ્યાવી ચાગ તેજ ફેલાવે છે, તથા ઘાતી કર્મોને ખપાવી કેવલ જ્ઞાન મેળવી સંવદ્રવ્યાદિને જાણી જગના જીવાના ઉદ્ધાર કરી છેવટે કેવલી સમુદ્ઘાત કરીને ખાકીના કર્માને આયુષ્યની સરખા કરે છે, પછી યાગ નિરોધ કરી લેશી અવસ્થામાં રહે છે, ને ત્યાં અઘાતી કર્મોનો નાશ કરી દેહ વિનાની સિદ્ધ અવસ્થા મેળવે છે, એટલે સતતાનન્દ નિરાબાધ મુક્તિના સુખ પામે છે. આથી સહેજ સમજી શકાશે કે—આ મુક્તિ પામવા સુધીના તમામ લાભા ચારિત્રથી જ પામી શકાય છે. આગળ વધીને શ્રી તીર્થ"કર ભગવંતે એમ પણ પૂર્વોક્ત વચનાનું સ્પષ્ટ રહસ્ય જણાવ્યું છે કે—રાગાદિના ઉપદ્રવા ( જીલ્મા )ને અને તે દ્વારા થતા અનન્તા જન્માદિના દુ:ખાને અટકાવવાને ચારિત્ર જ સમર્થ છે, સ આપત્તિઍને અને વિવિધ વિડંબનાઓને હઠાવનારૂ પણ ચારિત્ર જ છે. ચારિત્રના પ્રભાવે કરીને ખીજા જીવાની આગળ દીનતા ભરેલા વચનો ખેલવાનો પ્રસંગ આવતા નથી; રાગ દારિદ્રય કહેશ મય સંસારને નાશ થાય છે. પુણ્યના ઉયથી જે જીવા આ ચારિત્રને સાધે છે તે પાપ કર્મોને હઠાવી સર્વ કલેશેાથી રહિત અનન્ત આનન્દ સમૂહથી ભરેલી શ્રેષ્ઠ ગતિ (માક્ષ) ને પામે છે, ત્યાં ગયા પછી તેમને પુનર્જન્મના કારણભૂત કર્મોના અભાવે અહીં આવવાનું હોતું નથી; જેથી સર્વે સાંસારિક વિડંબનાઓ હોય જ નહિ. એમ પરલેાકની સ્થિતિ જણાવી. પવિત્ર ચારિત્ર રૂપી ન ંદન વનમાં ફરનાર મુનિ મહાત્માએ આ લેાકમાં પણું પ્રશમ રૂપી અમૃતનુ પાન કરીને સંતુષ્ટ અને છે, અને એજ કારણથી તેઓ વાસ્તવિક સુખાને ભાગવે છે. અને તેમને રાગાદિ ક્ષુદ્રોપદ્રવની પણ પીડા ખીલકુલ હોતી નથી, તેમજ આ ચારિત્રની સેવના કરનાર સાધુએ ભલેને સામાન્ય વશમાં જન્મેલા હાય, છતાં અપૂર્વ ચારિત્ર ગુણુથી આકર્ષાયેલા સુરેન્દ્રાદિ દેવા પણ તેમની ( ચારિત્રવંતી ) સેવા કરે છે. અને સામાન્ય કુલમાં જન્મેલા છતાં ચરિત્રવત મુનિવરો ચારિત્રના પ્રતાપે ઉત્તમ કુલવાન કહેવાય છે, અપવિત્ર જીવને પવિત્ર કરનાર ચારિત્ર જ છે, તેને અંગીકાર કરનાર જીવા ચારિત્રને પામ્યા પહેલાં દાસ જેવા હોય, તે પણ સ્વીકારેલા આ ચારિત્રના જ પ્રતાપે તમામ જગતના જીવામાં અગ્રેસર ગણાય છે. ચારિત્રને પામ્યા વ્હેલાં વિશેષ જ્ઞાન ન હોય, છતાં ચારિત્રના જ પ્રતાપે ઘણાએ જીવા સમર્થ મહા જ્ઞાનવંત થાય છે, જેમના મનમાં અહંકાર ભાગ તૃષ્ણાના વિચારા લગાર પણ થતા નથી તથા જે મન વચન કાયાના વિકારોથી રહિત છે, અને પેાતાથી ભિન્ન એવા સાંસારિક પદાર્થોની
Jain Education International
For Personal & Private Use Only
www.jainellbrary.org